આગાહી! 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

News18 Gujarati
Updated: August 15, 2019, 11:45 PM IST
આગાહી! 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
21 રાજ્યોમાં વરસાદ સામાન્યના આંકડે પહોંચવાના નજીક છે. દિલ્હી-હરિયાણા સહિત માત્ર 9 એવા રાજ્યો છે જ્યાં વરસાદ એવરેજથી ઓછો છે.

21 રાજ્યોમાં વરસાદ સામાન્યના આંકડે પહોંચવાના નજીક છે. દિલ્હી-હરિયાણા સહિત માત્ર 9 એવા રાજ્યો છે જ્યાં વરસાદ એવરેજથી ઓછો છે.

  • Share this:
ચોમાસાની સિઝનનો દેશભરમાં વરસાદ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારમાં અગામી સમય પણ વરસાદનો દોર ચાલુ રહેશે. હવામાન વિભાગે એમપી અને ઓડિશામાં મૂશળધાર વરસાદની ચેતવણી જાહેર કરી છે. ઓડિશામાં મહાનદી તોફાને ચઢેલી છે. આસપાસના જીલ્લામાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગે મધ્યપ્રદેશ, કેરળ અને મહારાષ્ટ્ર સહિત 23 રાજ્યોમાં એગામી એક અઠવાડીયા સુધી ભારે વરસાદનું અનુમાન જાહેર કર્યું છે.

હવામાન વિભાગ અનુસાર, મોનસૂનના શરૂઆતના સમયમાં ઓછો વરસાદ થવા છતા જુલાઈના અંત અને ઓગસ્ટના શરૂઆતના દિવસોમાં વરસાદની એવરેજ કરતા વધારે થયો છે. મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યો એવા છે, જ્યાં એવરેજથી વધારે વરસાદ થયો છે. 21 રાજ્યોમાં વરસાદ સામાન્યના આંકડે પહોંચવાના નજીક છે. દિલ્હી-હરિયાણા સહિત માત્ર 9 એવા રાજ્યો છે જ્યાં વરસાદ એવરેજથી ઓછો છે. જુલાઈના અંત સુધીમાં દેશમાં જ્યાં સામાન્યથી 9 ટકા ઓછો વરસાદ થયો છે, ત્યાં ઓગસ્ટના શરૂઆતના બે અઠવાડીયામાં આ ફર્ક પણ ખતમ થઈ ગયો.

ભોપાલમાં ભારે વરસાદ - મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ સહિત રાજ્યના અન્ય ભાગમાં છેલ્લા 24 કલાકથી વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. રાજ્યના કેટલાક ભાગમાં સામાન્યથી ભારે વરસાદ થયો. જબલપુરમાં 200 મિમી, ભોપલમાં 67 મીમી, ગુનામાં 121.6 મીમી, શાજાપુરમાં 108 મીમી વરસાદ થયો છે.

દેશના આ રાજ્યોમાં અત્યાર સુધીમાં સૌથી વધારે વરસાદ - ભારતીય હવામાન વિભાગ અનુસાર, સૌથી વધારે વરસાદવાળા રાજ્યોની વાત કરીએ તો, દાદરા નગર હવેલી, મહારાષ્ટ્ર અને સિક્કિમ ઘણા આગળ છે.

- ગત વર્ષે દાદરાનગર હવેલીમાં 1506.7 મીમી વરસાદ થયો, જે આ વર્ષે વધીને 2672.4 મીમી પહોંચી ગયો. આ સામાન્ય કરતા 77 ટકા વધારે છે.

- જ્યારે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સામાન્યથી 31 ટકા વદારે વરસાદ થઈ ગયો છે. મધ્યપ્રદેશમાં પણ અત્યાર સુધીમાં 8 ટકા વદારે વરસાદ થયો છે.સૌથી ઓછા વરસાદવાળા વિસ્તાર - ઓછા વરસાદવાળા રાજ્યોની વાત કરીએ તો, સૌથી ઉપર પૂર્વોત્તરમાં સ્થિત મણિપુરનો નંબર છે.

અહીં સામાન્ય કરતા 59 ટકા ઓછો વરસાદ થયો છે. દેશની રાજધાની દિલ્હીની હાલત પણ ખરાબ છે. અહીં સામાન્ય કરતા 41 ટકા ઓછો વરસાદ થયો છે.

- હરિયાણામાં અત્યાર સુધી વરસાદનો આંકડો સામાન્યથી 35 ટકા અને ઝારખંડમાં 34 ટકા ઓછો છે.

23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ - મધ્યપ્રદેશ, કેરળ અને મહારાષ્ટ્ર સહિત 23 રાજ્યોમાં અગામી એક અઠવાડીયામાં ભારે વરસાદનું અનુમાન છે.

અરબ સાગરમાં 55 કિમીની ઝડપે હવા ચાલવાની સંભાવના છે. માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ પણ આપવામાં આવી છે.
First published: August 15, 2019
વધુ વાંચો
अगली ख़बर