Home /News /national-international /

આજથી બદલાશે હવામાન, લૂમાં મળશે રાહત, કેટલાંક રાજ્યોમાં તોફાન-વરસાદનાં અણસાર

આજથી બદલાશે હવામાન, લૂમાં મળશે રાહત, કેટલાંક રાજ્યોમાં તોફાન-વરસાદનાં અણસાર

ભારતમાં બંગાળીની ખાડીમાં ભેજવાળી હવાઓ ફુંકાશે જેની અસર ઉત્તર પશ્ચિમ ભારતમાં થશે

All India Weather Forecast: આગામી થોડા દિવસો સુધી બંગાળની ખાડીમાં આવનારી ભેજવાળી હવા ઉત્તર ભારતમાં રાહત પહોચાંડશે. દિલ્હી, યૂપી, પંજાબ અને હરિયાણામાં આગામી ત્રણ દિવસ સુધી ભારે હવા અને ગર્જના સાથે વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મૂ કશ્મીરમાં ભારે વરસાદની સંભાવના છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ભારે ગરમીથી લોકોનો પરેશાન છે. પણ હવે હવામાનમાં બદલાવા આવશે. સોમવારથી આગામી કેટલાંક દિવસો સુધી બંગાળની ખાડીમાંથી આવતી ભેજવાળી હવાઓ ઉત્તર ભારતને રાહત પહોંચાડશે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, દિલ્હી, યુપી, પંજાબ અને હરિયાણામાં આગામી ત્રણ દિવસ સુધી પવન ફુંકાવવાનાં અણસાર છે. ક્યાંક ક્યાંક વીજળી વાદળનાં અવાજ અને વરસાદ પડવાની સંભાવના છે. કેટલાંક વિસ્તારમાં ભારે પવન ફુંકાઇ શકે છે. જેનો વેગ 40થી 50 કિમી પ્રતિ કલાક હોઇ શકે છે. આ પ્રકારે હવામાન દેશનાં બાકી ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં નજર આવી રહ્યું છે. કેટલાંક દિવસો સુધી ગંગા અને મેદૈની વિસ્તારમાં લૂથી રાહત મળશે.

    હવામાનમાં આવેલા આ ફેરફારને કારણે ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં આગામી બે દિવસમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. મધ્ય અને પૂર્વ ભારત ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્રમાં પારો 2-3 ડિગ્રી નીચે આવી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડી અને ઉત્તર-પૂર્વમાંથી આવતા પવનોને કારણે બિહાર, ઝારખંડ, બંગાળ અને ઓડિશામાં આગામી 5 દિવસ સુધી જોરદાર આંધી અને વાવાઝોડું આવી શકે છે.

    IMDએ જાહેર કરેલી રિપોર્ટ અનુસાર, પશ્ચિમી વિક્ષેપને કારણે સોમવારે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીરમાં જોરદાર પવન ફૂંકાશે. હળવોથી મધ્યમ વરસાદ પણ પડી શકે છે. આ પછી, 3 અને 4 મેના રોજ કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે સારો વરસાદ થવાની સંભાવના છે. કરા પણ પડી શકે છે. જોરદાર વાવાઝોડાની પણ શક્યતા છે. બંગાળની ખાડીમાંથી આવતા પવનોને કારણે ઉત્તરપૂર્વ ભારત અને સબ-હિમાલયન બંગાળ, સિક્કિમમાં આગામી 5 દિવસ સુધી આંધી અને વાવાઝોડાની શક્યતા છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ પડશે. બીજી તરફ, દક્ષિણ આંદામાન સમુદ્રમાં ચક્રવાતી પવનોની સિસ્ટમ બની રહી છે, જેના કારણે ભારે પવન વચ્ચે ભારે વરસાદની સંભાવના છે.

    આ પણ વાંચો-PM Modi આજથી 3 દિવસ માટે 3 યુરોપિયન દેશોની મુલાકાતે, યુક્રેન મુદ્દે થઈ શકે છે વાતચીત

    સ્કાયમેટ વેધર અનુસાર, પશ્ચિમ હિમાલય સુધી એક તાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચ્યું છે. એક ચાટ પશ્ચિમ ઉત્તર પ્રદેશથી દક્ષિણ બિહાર અને ઉત્તર ઝારખંડ થઈને ગંગાના પશ્ચિમ બંગાળ સુધી વિસ્તરી રહ્યું છે. આ હવામાન પરિમાણો ગંગાના મેદાનોમાં ચોમાસા પૂર્વેની પ્રવૃત્તિઓ શરૂ કરવામાં મદદરૂપ થઈ શકે છે.
    આમ તો, મે મહિનો ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના સૌથી ગરમ મહિનો માનવામાં આવે છે.

    ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારત માટે આ વર્ષે એપ્રિલ મહિનો છેલ્લા 122 વર્ષમાં સૌથી ગરમ રહ્યો છે. વરસાદે પણ આ વખતે ઉદાસીનતા દાખવી છે. 1 માર્ચથી 30 એપ્રિલની વચ્ચે, સમગ્ર દેશમાં 32% અને ઉત્તર પશ્ચિમ ભારતમાં 86% સુધી વરસાદની ખાધ નોંધવામાં આવી છે. પરંતુ હવે પ્રિ-મોન્સુન એક્ટિવિટીને કારણે તેમાં થોડી રાહત મળવાની સંભાવના છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: IMD, Weather forecast, Weather Report, હવામાન

    આગામી સમાચાર