ન્યૂઝ18 ગુજરાતી: પત્રકાર છત્રપતિ હત્યાકાંડમાં ગુરમીત રામ રહીમને દોષી જાહેર કરવામાં આવ્યો છે. કોર્ટે મુખ્ય આરોપી ડેરા પ્રમુખ રામ રહીમ સહિત ચાર આરોપીઓને દોષી કરાર કર્યા છે. પંચકૂલાની સીબીઆઈ કોર્ટ ચારેય આરોપીઓને 17 જાન્યુઆરીએ સજા સંભળાવશે.
ડેરા સચ્ચા સૌદા પ્રુમખ ગુરમીત રામ રહિમ પર કિશન લાલ, નિર્મલ અને કુલદીપની સાથે મળી કાવતરું રચીને સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા કરવાનો આરોપ સાબિત થઈ ગયો છે. બાઇક પર આવેલા કુલદીપે ગોળી મારી રામચંદ્ર પ્રજાપતિની હત્યા કરી દીધી હતી, તેની સાથે નિર્મલ પણ હતો. છત્રપતિએ પોતાના ઇવનિંગ ન્યૂઝપેપર પૂરા સચમાં આ સંબંધમાં અનામ સાધ્વીની ચિઠ્ઠી છાપી હતી અને તેના દ્વારા જ આ મામલાનો ખુલાસો થયો હતો.
પંચકૂલાની સ્પેશલ સીબીઆઈ કોર્ટે થોડી સમય પહેલા ચુકાદો સંભળાવ્યો. મુખ્ય આરોપી ડેરા પ્રમુખ રામ રહીમને વીડિયો કોન્ફરસીંગ દ્વારા કોર્ટેમાં રજૂ કરાયો. રામ રહીમ હાલ રોહતકની સુનારિયા જેલમાં સાધ્વી યૌન શોષણ કેસમાં સજા કાપી રહ્યો છે. રામ રહીમની રજૂઆતને ધ્યાને લઈ પંજાબ-હરિયાણાના અનેક જિલ્લાઓ સહિત ચંદીગઢમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંજાબના માલવા વિસ્તારના 8 જિલ્લાની સુરક્ષા માટે 25 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે.
All four including Gurmeet Ram Rahim convicted in Journalist Ram Chander Chhatarpati murder case, by CBI Spl Court in Panchkula. Sentence to be pronounced on January 17. pic.twitter.com/vMlOHeyIHh
હરિયાણામાં ખાસ કરીને પંચકૂલા, સિરસા (ડેરા હેડક્વાર્ટર) અને રોહતક જિલ્લામાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં કાયદો અને વ્યયસ્થા સાથે જોડાયેલી કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સશસ્ત્ર પોલીસની અનેક કંપનીઓ, એન્ટી-રાયટ પોલીસ અને કમાન્ડો દળને તહેનાત કરવામાં આવ્યા છે.
હરિયાણાના એડિશનલ પોલીસ મહાનિરીક્ષક (કાયદો-વ્યયસ્થા) મોહમ્મદ અકીલે જણાવ્યું કે હરિયાણામાં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે તમામ જિલ્લાની પોલીસને લોકોની બિનજરૂરી રીતે એકત્ર થતાં રોકવા અને વધુ નજર રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. તેઓએ કહ્યું કે અનેક વિસ્તારોમાં નાકેબંધી પણ કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર