નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ રવિવારે પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાત (Mann Ki baat)ના માધ્યમથી દેશવાસીઓને સંબોધિત કર્યા. આ તેમના મન કી બાત 2.0નું 15મું સંસ્કરણ હતું. આ દરમિયાન તેઓએ ભારતને આત્મનિર્ભર બનાવવાની વાત કરી. તેઓએ કહ્યું કે આત્મનિર્ભર ભારત માટે બધા સાથે મળી રમકડા બનાવીએ. તેની સાથે જ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ત્રણ ખાસ કૂતરાંનો પણ ઉલ્લેખ કર્યો. તેમના નામ રૉકી (Rocky), સોફી (Sophie) અને વિદા (Vida) છે. તેઓએ તેમના કામના વખાણ કર્યા.
બીડ પોલીસનો સહયોગી હતો રૉકી
રૉકી નામનું કૂતરું મહારાષ્ટ્રની બીડ પોલીસ ડૉગ સ્ક્વોડનો હિસ્સો હતો. તે ખૂબ જ સૂઝબૂઝ ધરાવતો કૂતરો હતો. તેને અપરાધિક મામલાઓને ઉકેલવામાં પોલીસની મદદ કરવા માટે પ્રશિક્ષિત કરવામાં આવ્યો હતો. 15 ઓગસ્ટે રૉકીનું લાંબી બીમારી બાદ નિધન થયું હતું. તેના નિધન પર બીડ પોલીસે તેને પૂરા સન્માનની સાથે શ્રદ્ધાંજલિ આપી હતી.
बीड पोलिसांतील श्वान सेनानी रॉकी याचे आज पहाटे 4.00 वा दीर्घ आजारातून दुःखद निधन झाले.या सेनानीने बीड पोलिसांतील 356 गुन्ह्याच्या तपासात कार्य करून गुन्हे उघडकीस आणले आहेत.या शहीद श्वान सेनानीला शोकाकूल बीड पोलीस परिवाराकडून शोक सलामी देऊन भावपूर्ण श्रद्धांजली अर्पण करण्यात आली. pic.twitter.com/8X2qD3TLTw
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, પહેલા જ તમે કદાચ ટીવી પર એક ખૂબ ભાવુક કરનારું દૃશ્ય જોયું હશે, જેમાં બીડ પોલીસ પોતાના સાથી ડૉગ રૉકીને પૂરા સન્માનની સાથે અંતિમ વિદાય આપી રહી હતી. રૉકીએ 300થી વધુ કેસોને ઉકેલવામાં પોલીસની મદદ કરી હતી. કૂતરાઓની ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રાહત કાર્યમાં પણ ખૂબ મોટી ભૂમિકા હોય છે. ભારતમાં તો NDRFએ આવા ડઝનબંધ કૂતરાઓને પ્રશિક્ષણ આપ્યું છે. ક્યાંક ભૂકંપ આવતા, ઈમરાત ધરાશાયી થતાં, કાટમાળમાં દબાયેલા જીવતા લોકોને શોધવામાં તેઓ ખૂબ એક્સપર્ટ હોય છે.
સોફી અને વિદાને પણ મળ્યું સન્માન
બીજી તરફ, સોફી અને વિદા ભારતીફ સેનાના જાંબાઝ કૂતરા છે. બંનેને 15 ઓગસ્ટે ચીફ ઓફ આર્મી સ્ટાફ કમેંડેશન કાર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન વિભિન્ન અભિયાનોમાં તેમની ભૂમિકાના કારણે આપવામાં આવે છે. કમેંડેશન કાર્ડ કૂતરાને ડ્યૂટી દરમિયાન સારા પ્રદર્શન માટે આપવામાં આવે છે. આ પણ વાંચો, દીપક ચાહરને થયો છે કોરોના? બહેન માલતીએ સોશિયલ મીડિયા પર આપ્યું આવું રિએક્શન
" isDesktop="true" id="1019761" >
પીએમ મોદીએ આ કહ્યું... પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, થોડા દિવસ પહેલા જ્યારે આપણે આપનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા હતા, ત્યારે એક સમાચાર પર મારું ધ્યાન ગયું. આ સમાચાર ભારતીય સેનાના કૂતરા સોફી અને વિદાના છે. સોફી અને વિદાને પોતાના દેશની સેવા કરતાં પોતાના કર્તવ્ય ખૂબ ન નિષ્ઠાથી નિભાવવા માટે ચીફ ઓફ આર્મી સ્ટાફ કમેંડેશન કાર્ડથી સન્માનિત કરવામાં આવે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર