કેજરીવાલ સરકારની મોટી જાહેરાત, દિલ્હી મેટ્રો-બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરી

News18 Gujarati
Updated: June 3, 2019, 2:02 PM IST
કેજરીવાલ સરકારની મોટી જાહેરાત, દિલ્હી મેટ્રો-બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરી
પ્રતીકાત્મક તસવીર

દિલ્હી મેટ્રો અને બસોમાં મુસાફરી કરતી વખતે મહિલાઓને ટોકન કે સ્માર્ટ કાર્ડ નહીં લેવું પડે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : દિલ્હીમાં આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટું એલાન કર્યું છે. દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે મહિલાઓને દિલ્હી મેટ્રો અને ડીટીસી બસોમાં મફત મુસાફરીની ભેટ આપી છે. સીએમ કેજરીવાલે પ્રેસ કોન્ફરનસ કરીને તેની જાણકારી આપી. કેજરીવાલ સરકારના આ નિવેદન બાદ મેટ્રો અને બસોમાં મુસાફરી કરતી વખતે મહિલાઓને ટોકન કે સ્માર્ટ કાર્ડ નહીં લેવું પડે. જોકે, આ નિર્ણયને લાગુ થવામાં બેથી ત્રણ મહિનાનો સમય લાગી શકે છે.

સરકારના નિર્ણયની જાહેરાત કરતાં કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં મહિલાઓ અસુરક્ષિત અનુભવે છે. દિલ્હી સરકાર દિલ્હી મેટ્રો અને ડીટીસી બસોમાં મહિલાઓને ભાડાથી છુટકારો અપાવવા માટે નિશુલ્ક મુસાફરીનો નિર્ણય કર્યો છે. તેનાથી તેમને સાર્વજનિક પરિવહનનો ઉપયોગ માટે પ્રોત્સાહન મળશે. મહિલાઓને ફ્રી મુસાફરી આપવામાં ડીએમઆરસીને થનારા નુકસાનની ભરપાઈ દિલ્હી સરકાર કરશે. દિલ્હી સરકારે અધિકારીઓને તેનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરવા માટે કહ્યું છે.

ચાર રસ્તાઓ પર લાગશે સીસીટીવી કેમેરાકેજરીવાલે કહ્યું કે, મહિલાઓની સુરક્ષા માટે ચાર રસ્તાઓ પર સીસીટીવી કેમેરા લગાવવા માટે અઢી વર્ષથી પ્રયાસ થઈ રહ્યા હતા. દોઢ લાખ સીસીટીવી લગાવવાનું ટેન્ડર આપ્યું હતું, 70 હજાર સીસીટીવીનો સર્વે થઈ ચૂક્યો છે. કેજરીવાલે કહ્યું કે, 8 જૂનથી કેમેરા લાગશે તમામ ડિસેમ્બર સુધીમાં લાગી જશે.

આ પણ વાંચો, સારવાર માટે US-હોલેન્ડ જઈ શકે છે વાડ્રા, લંડન માટે મંજૂરી નહીં

દર વર્ષે 1200 કરોડ રૂપિયાનો પડશે ભાર

એક અનુમાન મુજબ, મેટ્રોમાં કુલ પ્રવાસીઓમાં 33 ટકા મહિલાઓ હોય છે. તે મુજબ મેટ્રોમાં મહિલાઓની મફત મુસાફરી પર લગભગ એક હજાર કરોડ પ્રતિવર્ષનો ખર્ચ આવશે, જ્યારે આ યોજનાને લાગુ થવાનથી દિલ્હી સરકાર પર પ્રતિ વર્ષ 1200 કરોડ રૂપિયાનું ભારણ પડશે.

બસોમાં પણ લાગુ થશે આ સુવિધા

ડીટીસી અને ક્લસ્ટર સ્કીમની બસોમાં આ સુવિધાને લાગુ કરવામાં સરકારની સામે કોઈ પણ પ્રકારની કોઈ મુશ્કેલી નહીં આવે. પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે શુક્રવારે મેટ્રો અધિકારીઓ સાથે આ સંબંધમાં મુલાકાત કરી હતી અને તેનો ડ્રાફ્ટ કરવા માટે કહ્યું હતું.

ગેહલોતે સ્પષ્ટ કરી દીધું છે કે મેટ્રોમાં મહિલાઓની મફત મુસાફરી પર આવનારા ખર્ચને દિલ્હી સરકાર ઉઠાવશે. તેના માટે તેઓ ડીએમઆરસીને ચૂકવણી કરશે. ઉલ્લેખનીય છે કે, બસો અને મેટ્રોમાં 33 ટકા મહિલાઓ મુસાફરી કરે છે.
First published: June 3, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading