Home /News /national-international /અમિત શાહનો મમતા પર હુમલો- દીદીના ભત્રીજાના ખીસ્સામાં જાય છે ભ્રષ્ટાચારના પૈસા

અમિત શાહનો મમતા પર હુમલો- દીદીના ભત્રીજાના ખીસ્સામાં જાય છે ભ્રષ્ટાચારના પૈસા

બીજેપી અધ્યક્ષ અમિત શાહ (ફાઇલ ફોટો)

મમતા દીદી વધુ પાંચ વર્ષની તૈયારી કરી લો, મોદીજી ફરીથી પીએમ બનવા જઈ રહ્યા છે- અમિત શાહ

ન્યૂઝ18 ગુજરાતી : પીએમ નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીની વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે બીજેપી અધ્યક્ષ અમિત શાહે પણ દીદીને નિશાના પર લીધા છે. અમિત શાહે મંગળવારે આરોપ લગાવ્યો કે પશ્ચિમ બંગાળમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને તેના તમામ પૈસા મમતા દીદી નહીં પરંતુ તેમના ભત્રીજાના ખીસામાં જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મમતાના ભત્રીજા અભિષેક બેનર્જી ડાયમંડ હાર્બર સીટથી ટીએમસી સાંસદ છે.

અમિત શાહે શું બોલ્યા?

અમિત શાહે પશ્ચિમ બંગાળના ઘાટલમાં મમતા બેનર્જી પર નિશાન સાધતાં કહ્યું કે, પહેલા બંગાળમાં ટેક્સની જેમ ભ્રષ્ટાચારના પૈસા વસૂલવામાં આવતા હતા અને એક સિન્ડિકેટ આ સમગ્ર સિસ્ટમને ચલાવી રહી હતી. હવે ભ્રષ્ટાચારના તમામ પૈસા તેમના (મમતા) ભત્રીજા પાસે જાય છે. ભ્રષ્ટાચારના તમામ પૈસા મમતા દીદીના ભત્રીજાની ખીસ્સામાં જઈ રહ્યા છે.

આ પણ વાંચો, મોદીનું કાઉન્ડ ડાઉન શરૂ, તમામ ઉંદર ડૂબતા જહાજને છોડીને ભાગશે'- ખુર્શીદ

શાહે આગળ કહ્યું કે મમતા દીદી કહે છે કે તેઓ મોદીજીને પીએમ નથી માનતા, પરંતુ દેશના બંધારણ મુજબ તો તેઓ ચૂંટાયેલા વડાપ્રધાન છે. તમારા ન માનવાથી કંઈ નહીં થાય, વધુ પાંચ વર્ષની તૈયારી કરી લો. મોદીજી ફરીથી પીએમ બનવા જઈ રહ્યા છે. શાહે એમ પણ કહ્યું કે જય શ્રીરામના નારા બંગાળમાં નહીં તો શું પાકિસ્તાનમાં બોલાશે.

અભિષેક બેનર્જીની સંપત્તિ થઈ ત્રણ ગણી

ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની સંપત્તિમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. ડાયમંડ હાર્બર સીટથી ટીએમસી સાંસદ અભિષેક બીજી વાર ચૂંટણી લડી રહ્યા છે. 2014માં પહેલી ચૂંટણી દરમિયાન અભિષેકની સંપત્તિ 23.57 લાખ જણાવી હતી. પરંતુ 2019માં દાખલ એફિડેવિટમાં અભિષેકે પોતાની સંપત્તિ 71.4 લાખ જણાવી છે.

વિવાદોમાં રહે છે અભિષેક

કોલકાતાના સોલ્ટ લેક વિસ્તારમાં હેલીપેડ બનાવવાને લઈ પણ થોડા દિવસો પહેલા અભિષેક વિવાદોમાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કોલકાતા પરા વિસ્તાર સોલ્ટ લેકમાં અભિષેક બેનર્જીના હેલિકોપ્ટર ઉતારવા માટે કથિત રીતે એક હેલીપેડ બનાવવામાં આવ્યું છે. રહેણાંક વિસ્તારમાં હેલીપેડ બનાવવા પર સ્થાનિક લોકોએ સવાલ ઉઠાવ્યા હતા. તેમનું કહેવું હતું કે આ રહેણાંક વિસ્તારના કોઈ પણ ભાગમાં પહેલીવાર હેલીપેડ બનાવવામાં આવ્યું છે. આ હેલીપેડને ગેરકાયદેસર કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો, 56 ઇંચના બોક્સરે' તેના કોચ અડવાણીના મોઢા પર જ પંચ માર્યો: રાહુલ ગાંધી
First published:

Tags: Amit shah, Lok sabha election 2019, TMC, West bengal, નરેન્દ્ર મોદી, ભાજપ, મમતા બેનરજી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો