UN સામે એમનેસ્ટીની અપીલ, બહુ મોડુ થઈ જાય તે પહેલા 'કિલર રોબોટ' પર લગાવો બેન

News18 Gujarati
Updated: August 28, 2018, 10:45 AM IST
UN સામે એમનેસ્ટીની અપીલ, બહુ મોડુ થઈ જાય તે પહેલા 'કિલર રોબોટ' પર લગાવો બેન
એમનેસ્ટી ઈટરનેશનલ અને તેના સહભાગી કિલર રોબોટનો વિકાસ કરવા અને પ્રયોગનો પૂરી રીતે રીતે વિરોધ કરે છે, કારણ કે મનુષ્ય જાતી માટે આ મોટો ખતરો બની શકે છે.

બ્રિટન, અમેરિકા, ફ્રાંસ અને ઈઝરાયલ જેવા દેશ જેની પાસે એડવાન્સ હથિયાર છે તે આના પર રોક લગાવવાના સમર્થનમાં નથી.

  • Share this:
સંયુક્ત રાષ્ટ્રમાં 'કિલર રોબોટ'ને લઈ ચર્ચા એકવાર ફરી ઉગ્ર બની છે. જીનેવામાં સોમવારે થયેલી કન્વેન્શન ઓફ સર્ટેન કન્વેન્શલ વીપન(સીસીડબલ્યૂ)ની એક બેઠકમાં કેટલાક માનવાધિકાર કાર્યકર્તાઓએ કહ્યું કે, હવે સમય આવી ગયો છે તે તમામ દેશો મળીને કથિત 'કિલર રોબોટ' પર બેન લગાવવાની દિશામાં પગલું ભરે.

'કિલર રોબોટ' વિશે આગળની રણનીતિ નક્કી કરવા માટે કેટલાએ દેશોના એક્સપર્ટની મીટીંગ જીનેવામાં ચાલી રહી છે. આ મીટિંગ 27થી 31 ઓગષ્ટ સુધી ચાલશે. સંયુક્ત રાષ્ટ્રની ઓફિસમાં થઈ રહેલી આ બીજી મીટિંગ છે, જ્યારે ભવિષ્યની આ મારક ટેક્નોલોજી પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ગત વર્ષે પણ આ વિષય પર મીટિંગ કરવામાં આવી હતી.

સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીએ કહ્યું કે, વાસ્તવમાં પૂરી રીતે ઓટોમેટિક અને કમ્પ્યુટરથી નિયંત્રિત થનારા હથિયાર હજુ અસ્તિત્વમાં નથી. કેટલાક લોકોનું કહેવું છે કે, તમામ સરકાર અને સેનાએ આ રીતના હથિયાર વિકસીત કરવા પર રોક લગાવવી જોઈએ.

એમનેસ્ટી ઈટરનેશનલે પણ આ દેશો પર બેન લગાવવાની વાત કરી છે. આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ અને માનવઅધિકાર માટે સંયુક્ત રાષ્ટ્રની સલાહકાર રશા અબ્દુલ રહીમે કહ્યું કે, 'કિલર રોબોટ' હવે માત્ર સાયન્સ ફિક્શનનો ભાગ નથી રહ્યા. તેમણે કહ્યું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લઈ ઓટોમેટેડ ગન સુધીનો વિકાસ ઘણો ઝડપી થઈ રહ્યો છે. અમે તમામ દેશોને અપીલ કરીએ છીએ કે, તે આ ખતરનાક હથિયારના વિકાસ પર રોક લગાવે.

સીસીડબલ્યૂની બેઠકના ચેરમેન અમનદીપ ગીલે કહ્યું કે, આ મામલામાં ત્રણ અલગ-અલગ ગ્રુપ છે. એક ગ્રુપનું માનવું છે કે, આના પર પૂરી રીતે રોક લગાવી દેવી જોઈએ. બીજા ગ્રૂપનું માનવું છે કે, આના માટે રાજનૈતિક રીતે નિયમ બનાવવા જોઈએ, પરંતુ આ આને માનવા માટે કોઈ નિયમોથી બંધાયેલા નહીં હોય, જ્યારે ત્રીજો વર્ગ એવો છે કે, જે માને છે કે હાલમાં આને લઈ કોઈ નિયમ બનાવવાની જરૂર નથી.

ગિલે કહ્યું કે, 'કિલર રોબોટ' પર રોક લગાવવાનું સમર્થન કરનારા દેશની સંખ્યા વધી રહી છે. પરંતુ બ્રિટન, અમેરિકા, ફ્રાંસ અને ઈઝરાયલ જેવા દેશ જેની પાસે એડવાન્સ હથિયાર છે તે આના પર રોક લગાવવાના સમર્થનમાં નથી.એમનેસ્ટી ઈટરનેશનલ અને તેના સહભાગી 'કિલર રોબોટ'નો વિકાસ કરવા અને પ્રયોગનો પૂરી રીતે રીતે વિરોધ કરે છે, કારણ કે મનુષ્ય જાતી માટે આ મોટો ખતરો બની શકે છે.
First published: August 28, 2018, 10:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading