Home /News /national-international /

એક સમયે ભૂખ્યા પેટે ખેતી કરતા હતા Xi Jinping,આવી રીતે બન્યા ચીનના સૌથી તાકાતવર નેતા?

એક સમયે ભૂખ્યા પેટે ખેતી કરતા હતા Xi Jinping,આવી રીતે બન્યા ચીનના સૌથી તાકાતવર નેતા?

એક સમયે ભૂખ્યા પેટે ખેતી કરતા હતા Xi Jinping,આવી રીતે બન્યા ચીનના સૌથી તાકાતવર નેતા?

ચીન સહિત વિશ્વના સૌથી પાવરફુલ લોકોમાં જિનપિંગનું નામ આવે છે

વિશ્વમાં અત્યારે સૌથી વધુ ચર્ચા ચીનની થઈ રહી છે. કોરોના વાયરસ કથિત રીતે ચીનથી ફેલાયો છે. બે વર્ષમાં આ વાયરસે વિશ્વ આખાને તબાહ કરી નાખ્યું છે. અત્યારે ચીનના સ્થાને અન્ય કોઈ દેશ હોત તો ખૂબ દબાણ અનુભવ્યું હોત, પરંતુ ચીનમાં આ બાબતે હજુ કોઈ અફરાતફરી નથી. તેનું કારણ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ છે. ચીન સહિત વિશ્વના સૌથી પાવરફુલ લોકોમાં જિનપિંગનું નામ આવે છે. આજે તેમનો જન્મદિવસ છે. 68 વર્ષના જિનપિંગ એક ખેડૂતમાંથી ચીનની રાજનીતિના સૌથી કદાવર નેતા કેવી રીતે બન્યા તે બાબત જાણવી ખૂબ રોચક છે.

આવી રીતે વીત્યું જિનપિંગનું બાળપણ

જિનપિંગના પિતા શી ઝોંગશુઅન કોમ્યુનિસ્ટ નેતા હતા. તેમની માતા પેન્ગ લિયુઆનની ઓળખ એક ગાયિકા તરીકે હતી. તેઓ ક્રાંતિ સાથે જોડાયેલા અથવા લોકગીત ગાતા હતા. 15 જૂન 1953ના રોજ શી જિનપિંગનો બેઈજિંગ ખાતે જન્મ થયો હતો. તેમણે પ્રારંભથી જ ખેતી અને ક્રાંતિ જેવી વસ્તુઓ જોઈ હતી.

સ્કૂલ છોડવી પડી હતી

60ના દાયકામાં ચીનમાં સાંસ્કૃતિક અને ઔદ્યોગિક ક્રાંતિનું વાવાઝોડું ફૂંકાયું હતું. ત્યારે જિનપિંગની ઉંમર 15 વર્ષની હતી. શ્રમિક નેતા ગણાતા તેમના પિતાએ ખેતી કરવાની સાથે સ્થાનિક લોકો સાથે જોડાવા માટે લિયાંગજીઆહે મોકલ્યા હતા. તે માટે તેમને સ્કૂલ છોડવી પડી હતી. ત્યાંની પીળી માટીમાં કામ કરતા કરતા જિનપિંગએ સ્થાનિક જમીન પર ઝડપથી પોતાની જગ્યા બનાવી હતી.

માઓના આદેશના કારણે યુવાનોએ સ્કૂલો છોડી

બેઇજિંગમાં જન્મેલા જિનપિંગ લિયાંગજીઆહે ગામમાં જવા વિશે ઘણી વાતો કહેવામાં આવે છે. જેમ કે બીબીસીના અહેવાલમાં ઉલ્લેખ છે કે, તે સમયે માઓ ઝેદાંગે દેશના વિકાસ માટે આદેશ આપ્યો હતો કે યુવાનોએ શહેર છોડીને ગામડાઓમાં જવું જોઈએ. જેથી પરિવર્તનનાં બીજ ત્યાં પણ વાવી શકાય. ઉપરાંત, ખેડૂતો અને મજૂરો પાસેથી શહેરી યુવાનો મહેનતનો પાઠ શીખી શકે.

આ પણ વાંચો - Explained: ભારત કે પાકિસ્તાન, બાસમતી ચોખા છે કોના? આખરે ટેગ માટેની જંગ છે શું? જાણો

પોતાને કહે છે પીળી માટીનો પુત્ર

દેશના સર્વોચ્ચ નેતા બન્યા પછી, જિનપિંગ વારંવાર તેમના તે સમયને યાદ કરે છે. તેઓ કહે છે કે તેઓ આજે જ્યાં પણ છે એ લિયાંગજીઆહેમાં વિતાવેલા તે સમયના કારણે છે. પોતાને તેઓ પીળી માટીનો પુત્ર કહેતા પણ જોવા મળ્યા છે.

આવી રીતે પહોંચ્યા સક્રિય રાજનીતિમાં

ગામડામાં રાજકારણનો કક્કો શીખી તેઓ 1974માં કોમ્યુનિસ્ટ પાર્ટીના સદસ્ય બન્યા હતા. પાર્ટીમાં સભ્ય બનવા માટે તેઓ અગાઉ આઠ વખત નિષ્ફળ પ્રયાસો કરી ચૂક્યા હતા. તેમને અલગ-અલગ ગામડા અને શહેરી પ્રાંતોના પ્રમુખ બનાવી દેવાયા હતા. વર્ષ 2008માં તેઓ દેશના ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યારબાદ જિનપિંગે ક્યારેય પાછળ વળીને જોયું નથી. વર્ષ 2012માં તેમણે કોમ્યુનિસ્ટ પાર્ટીની સૌથી પાવરફુલ પોસ્ટ એટલે કે જનરલ સેક્રેટરી પદને પણ હાંસલ કરી લીધું હતું. વર્ષ 2013માં તેઓ ચીનના રાષ્ટ્રપતિ બન્યા હતા અને હજી સુધી તેઓ રાષ્ટ્રપતિ પદે છે.

કોઈ રાષ્ટ્રપતિ નથી ચીનમાં!

અહીં ઉલ્લેખનીય છે કે, ચીનમાં સત્તાવાર રીતે કોઇ રાષ્ટ્રપતિ નથી. ત્યાં જનરલ સેક્રેટરીનો હોદ્દો છે. વર્ષ 2020માં જ્યારે પણ ભડકેલા અમેરિકા અને ચીન વચ્ચે તણખા ઝર્યા, ત્યારે અમેરિકાએ આ મામલે પ્રથમ વખત નિવેદન આપ્યું હતું. અમેરિકાનું કહેવું હતું કે, જિનપિંગ ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી છે, એટલે તેમને રાષ્ટ્રપતિ કહેવાનું બંધ કરવું પડશે.

અમેરિકાએ જિનપિંગને જનરલ સેક્રેટરી કહ્યા

ત્યારે અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના સાંસદ સ્કોટ પેરીએ કહ્યું હતું કે, જિનપિંગને ચીનની જનતાએ લોકતાંત્રિક પદ્ધતિથી ચૂંટયા નથી. જેથી તેઓ રાષ્ટ્રપતિ નથી અને આ વાત કેટલીક હદે સાચી પણ છે. અત્યારે જિનપિંગ પાસે ત્રણ પદ છે. જેમાં એક પદ સ્ટેટ ચેરમેનનું છે, બીજું કેન્દ્રીય સૈન્ય આયોગના અધ્યક્ષ અને ત્રીજુ કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવનું છે. આમાંથી કોઇપણ પદ ચીનના રાષ્ટ્રપતિ સમકક્ષ નથી. ચીની મીડિયા પણ જિનપિંગને તેમની પાર્ટીના લીડરના નામથી સંબોધિત કરે છે. જ્યારે અમેરિકા સહિત અંગ્રેજી બોલનારા તમામ દેશ એટલે કે પશ્ચિમ જગતની દેખાદેખીમાં એશિયાના દેશો પણ જિનપિંગને ચીનના રાષ્ટ્રપતિ કહી રહ્યા છે

લોકલ ફૂડ ખાય છે અને ગામડાની બોલી બોલે છે

અત્યારે જિનપિંગ ચીનના રાષ્ટ્રપતિ તરીકે ઓળખાય છે. તેઓ ખૂબ પાવરફૂલ છે. તેઓ દેશમાં પોતાને ખેડૂત પુત્ર તરીકે ઓળખાવે છે. જન નેતાની જેમ તેઓ ચીનની ગલીઓમાં ફરે છે અને લોકલ ફૂડ ખાય છે. તેઓ વાત પણ આવી રીતે કરે છે. જિનપિંગ ઘણી વખત લોકોને મળવા જાય છે. તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટીના ધનવાન અને ભ્રષ્ટાચારી નેતાઓથી પોતાની જાતને અલગ રાખીને પ્રસ્તુત કરે છે.

ચીને કોમ્યુનિસ્ટ દેશ તરીકે પોતાની છબીને ખૂબ ધ્યાનથી મઠારી છે. જિનપિંગ ઈમેજ બિલ્ડિંગના મહારથી છે. તેમના કિસ્સાઓ એવી રીતે એડિટ કરવામાં આવ્યા છે કે, સાચું શું છે તેનો ખ્યાલ આવતો નથી. કેટલીક વખત જિનપિંગની કડક અને આત્મમુગ્ધ છબી પણ જોવા મળી હતી. તેમણે શાળા કોલેજોમાં તેમના નામે અભ્યાસક્રમ શરૂ કર્યો છે! જેથી માઓ પછી તેમને હંમેશાં ચીનના બીજા મહાન નેતા તરીકે યાદ કરવામાં આવે. અહીં ઉલ્લેખનીય છે કે, જિનપિંગને માઓને કારણે જ શાળા છોડવી પડી હતી. તેઓ 13 વર્ષના હતા ત્યારે બેઇજિંગની બધી શાળાઓ બંધ થઈ ગઈ હતી અને સાંસ્કૃતિક અને ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. સમયની મુશ્કેલીઓનો અસર જિનપિંગના વ્યક્તિત્વ પર પડી અને તે અહીં પહોંચી શક્યા હોય તેવું પણ બને. હવે તેઓ સેન્સરશિપ કરે છે અને યુવાને ચીન માટે દેશભક્ત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
First published:

Tags: Anniversary, Xi Jinping, ચીન, ભારત

આગામી સમાચાર