અલકા લાંબાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, કોંગ્રેસમાં જોડાવાની શક્યતા

News18 Gujarati
Updated: September 6, 2019, 12:26 PM IST
અલકા લાંબાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, કોંગ્રેસમાં જોડાવાની શક્યતા
અલકા લાંબા (ફાઇલ તસવીર)

અલકા લાંબાએ ટ્વિટ કરીને લખ્યું કે, આમ આદમી પાર્ટીને ગુડ બાય કહેવાનો સમય આવી ગયો છે

  • Share this:
દિલ્હી : રાજધાની દિલ્હી (New Delhi)ની ચાંદની ચોક (Chandni Chowk)થી ધારાસભ્ય અલકા લાંબા (Alka Lamba)એ આમ આદમી પાર્ટી (AAP)થી રાજીનામું આપી દીધું છે. છેલ્લા કેટલાક દિવસોથી આ વાતની ચર્ચા ચાલી રહી હતી કે તેઓ પાર્ટી છોડી શકે છે. હાલમાં જ તેઓએ કોંગ્રેસ (Congress)ની કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ ચર્ચાઓ અને અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું. અલકા લાંબાએ પાર્ટી છોડવાની જાહેરાત ટ્વિટ કરીને કરી છે.

અલકા લાંબાએ શુક્રવારે ટ્વિટ કરીને લખ્યું કે, આમ આદમી પાર્ટીને ગુડ બાય કહેવા અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવાનો સમય આવી ગયો છે. છેલ્લા 6 વર્ષનો સમય શીખવાની દૃષ્ટિએ ખૂબ જ સારો રહ્યો. તમામને આભાર.

મંગળવારે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી

અલકા લાંબાની આમ આદમી પાર્ટી છોડવાની જાહેરાત ચોંકાવનારી બિલકુલ નથી. તેને લઈને છેલ્લા ઘણા દિવસોથી અટકળોનું બજાર ગરમ હતું. સાથોસાથ તેઓએ ઘણા સમય પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણી અપક્ષ તરીકે લડશે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે તેમની નારાજગીની ચર્ચા ચારે તરફ થઈ રહી હતી. 43 વર્ષીય અલકા લાંબાએ મંગળવારે જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ તેઓએ કહ્યું હતું કે દેશની હાલની રાજકીય સ્થિતિ પર તેમની સાથે ચર્ચા થઈ.

આ પણ વાંચો, દિલ્હીની રસ્ટોરાંમાં આર્ટિકલ-370 થાળી! કાશ્મીરીઓને 370 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

AAPમાં જોડતાં પહેલા 20 વર્ષ કોંગ્રેસમાં રહી

2013માં આમ આદમી પાર્ટીમાં જોડાયા પહેલા અલકા લાંબા 20 વર્ષ સુધી કોંગ્રેસમાં રહી. આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ તેઓએ અરવિંદ કેજરીવાલની જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી. ત્યારબાદ પાર્ટીના ધારાસભ્યોએ તેમને વોટ્સએપ ગ્રુપથી બહાર કરી દીધા. આ ઉપરાંત તેઓએ પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરવાનો પણ ઇન્કાર કરી દીધો હતો.

રાજીવ ગાંધીના મામલે વિરોધ દર્શાવ્યો હતો

આમ આદમી પાર્ટી સાથે અલકા લાંબાના અણબનાવની કહાણી ગયા વર્ષે શરૂ થઈ હતી. પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ નેતા રાજીવ ગાંધીને એનાયત થયેલા ભારત રત્નને પરત લેવા માટે AAP દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવનો અલકા લાંબાએ ઉગ્ર વિરોધ કર્યો હતો. અલકાના રાજીનામા બાદથી આશંકા વ્યક્ત કવામાં આવી રહી હતી કે તેઓ ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

આ પણ વાંચો, 'બધાઇ હો' 74 વર્ષીય દાદીએ ટ્વિન્સને જન્મ આપી વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો
First published: September 6, 2019, 12:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading