19 વર્ષની છોકરીએ ફોઈના દીકરાનું માથુ કાપી નાખ્યું, કેમ ભર્યું આ ભયાનક પગલું કર્યો ખુલાસો?

19 વર્ષની છોકરીએ ફોઈના દીકરાનું માથુ કાપી નાખ્યું, કેમ ભર્યું આ ભયાનક પગલું કર્યો ખુલાસો?
પ્રતિકાત્મક તસવીર

જ્યાં સુધી તેનું મોત ન થયું ત્યાં સુધી તેણે માથામાં અને મોંઢા પર કુહાડીથી વાર કર્યા.

 • Share this:
  અલીરાજપુર : 19 વર્ષીય યુવતીએ ફોઈના દીકરા એટલે કે પીતરાઈ ભાઈને કુહાડીથી માર્યો હતો અને માથું કાપી નાખ્યું હતું. યુવતી તેના પિતરાઇ ભાઇ દ્વારા બળાત્કાર કરવાની ટેવથી કંટાળી ગઈ હતી. ઘટના કટ્ટીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. આ બ્લાઈન્ડ મર્ડર પોલીસ માટે માથાનો દુખાવો બની ગયું હતું, જેનો ખુલાસો ચોંકાવનારો છે.

  કટ્ટીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંધ મર્ડરનો ખુલાસો થયો છે. ફરીયાદ લખાવનાર 19 વર્ષીય યુવતી જ આ કેસની આરોપી છે. પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે, યુવતીનો કઝીન વારંવાર તેના પર બળાત્કાર ગુજારતો હતો. આ અંગે નારાજ હોવાથી યુવતીએ કુહાડી વડે તેનું માથુ અને ગળું કાપીને તેની હત્યા કરી હતી. પોલીસને ગેરમાર્ગે દોરવા યુવતીએ ખોટો રિપોર્ટ લખાવ્યો હતો.  ઘરમાં એકલી જોઈ પિતરાઇ ભાઇએ બળાત્કાર ગુજાર્યો હતો

  ટી.આઈ કટ્ટીવાડા મગનસિંહ કટારાએ જણાવ્યું હતું કે - છોકરીના માતા-પિતા મજૂર છે. ત્રણ મહિના પહેલા હું ગુજરાતમાં વેતન લેવા ગયો હતો. તે સમયે આ છોકરી તેની નાની બહેન સાથે ઘરે એકલી હતી. તેનો ફાયદો ઉઠાવતાં મૃતક પિતરાઇ ભાઇએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, યુવતીએ આ વાત કોઈને કહી નહોતી.

  આ પણ વાંચોLove સ્ટોરીનો કરૂણ અંજામ : પ્રેમી પંખીડાને એક જ ચિતા પર સળગાવી દેવામાં આવતા સનસનાટી

  ત્રાસ આપ્યા બાદ મારી નાખવાનું નક્કી કર્યું

  ટીઆઇ કટારાના જણાવ્યા મુજબ, 6 ફેબ્રુઆરીના રોજ રાત્રે 8 વાગ્યે મૃતક યુવતીના ઘરે ગયો હતો. તે સમયે ફરીયાદી અને તેની બહેન ઘરે એકલા હતા. મૃતકે આવીને તેના એન્ડ્રોઇડ મોબાઇલમાં ફોટો બતાવ્યો. આ પછી, મૃતકે રાત્રે ફરિયાદી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. ભૂતકાળમાં, પણ તેણે બે વાર બળાત્કાર ગુજાર્યો હતો પરંતુ ફરિયાદીએ લાજ બચાવવા આ વાત કોઈને ન કહી ન હતી, અને તેને માફ કરી દીધો હતો. પરંતુ જ્યારે તે દિવસે રાત્રે મૃતકે તેની સાથે ફરી બળાત્કાર ગુજાર્યો, ત્યારે ગભરાયેલી ફરિયાદીએ તેની હત્યા કરવાની યોજના બનાવી.

  ઊંઘી રહ્યો હતો ત્યારે કુહાડીનો માર્યો ફટકો

  જ્યારે બળાત્કાર કર્યા પછી તે ઉંડી નિંદ્રામાં સૂઈ રહ્યો હતો, ત્યારે ફરિયાદી યુવતીએ કુહાડી ઉપાડી હતી. અને જ્યાં સુધી તેનું મોત ન થયું ત્યાં સુધી તેણે માથામાં અને મોંઢા પર કુહાડીથી વાર કર્યા.

  આ પણ વાંચોરાજકોટ : હૃદયદ્રાવક અકસ્માતનો Live Video, 14 વર્ષની બાળકીનું કમકમાટીભર્યું મોત

  મોટા બાપાને જણાવી એક કહાની

  હત્યા કર્યા બાદ યુવતી ગભરાઈ ગઈ હતી, અને મોટા બાપાને તેણે તેને એક કહાની જણાવી. ત્યાં જઇને તેણે જણાવ્યું હતું કે, ગામના બે લોકો આવ્યા અને યુવકની હત્યા કરી ભાગી ગયા. તેઓએ મને પણ મારવાની કોશિશ કરી. અને મારા મોંઢા પર કબડુ રાખી દીધુ હતું. આરોપીની હત્યા કર્યા બાદ કુહાડી અને મોબાઈલ પણ સાથે લઈ ગયા.

  પોલીસને આ પ્રકારે યુવતી પર શંકા ગઈ

  રિપોર્ટમાં યુવતીએ જેમના નામ લખાવ્યા હતા, તે સંબંધીઓ શહેરમાં હતા જ નહીં. તપાસ દરમિયાન તેની સીડીઆર અને કોલ ડિટેલ કાઢવામાં આવી હતી. ગામમાં ગુપ્ત રીતે પૂછપરછ પણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પુરાવા મળ્યા નહી. આ પછી જ્યારે યુવતીની કડક રીતે પૂછપરછ કરવામાં આવી ત્યારે તમામ સચ્ચાઈ સામે આવી.
  Published by:kiran mehta
  First published:February 13, 2021, 20:09 IST

  ટૉપ ન્યૂઝ