Home /News /national-international /હૈવાનિયત: ગંદી ફિલ્મો બતાવી પત્ની સાથે હવસ મિટાવતો પતિ, સાસુએ કહ્યું- આતો સામાન્ય છે, તૂં કરતી જા

હૈવાનિયત: ગંદી ફિલ્મો બતાવી પત્ની સાથે હવસ મિટાવતો પતિ, સાસુએ કહ્યું- આતો સામાન્ય છે, તૂં કરતી જા

મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

મહિલાએ જણાવ્યુ છે કે, જ્યારે તેણે તેના પતિ આસિફની હૈવાનિયત વિશે પોતાની સાસુને વાત કરી તો, તેમણે દિયર સાથે મળીને મારી સાથે મારપીટ કરી.

    અલીગઢ: અલીગઢના ક્વાર્સી પોલીસ સ્ટેશનના નગલા પટવારીમાં એક મહિલાએ પોતાના પતિ પર સનસની આરોપ લગાવ્યો છે. પત્નીનો આરોપ છએ કે, તેનો પતિ આસિફ તેને ગંદી ફિલ્મ બતાવીને તેની હવસ મિટાવતો હતો. તે મોટા ભાગે આવું કરીને જ સંબંધ બાંધતો હતો, વિરોધ કરે તો ઢોરમાર મારતો હતો.

    પીડિત મહિલાએ પોલીસ સ્ટેશને પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. પીડિતાને જ્યારે પુછવામાં આવ્યું કે શું પોલીસ સ્ટેશનમાંથી કંઈ મદદ મળી શકશે. તેના પર તેણે કહ્યું કે, ફરિયાદ લખાવી છે અને ઉચ્ચ અધિકારીઓએ ન્યાય અપાવાની વાત કહી છે. આપને જણાવી દઈએ કે, આ મહિલા પોતાની ફરિયાદ લઈને સીધી એસએસપી ઓફિસે જ પહોંચી ગઈ હતી.

    આ પણ વાંચો: OMG: 2 લગ્ન કરીને પણ મહિલાનું મન ન ભરાયું , હવે ત્રીજા લગ્ન કરવા માટે ધરણાં પર બેઠી

    મહિલાએ જણાવ્યુ છે કે, જ્યારે તેણે તેના પતિ આસિફની હૈવાનિયત વિશે પોતાની સાસુને વાત કરી તો, તેમણે દિયર સાથે મળીને મારી સાથે મારપીટ કરી અને કહ્યું કે, આ બધુ તો સામાન્ય છે, જેવું દીકરો કહે છે, તેવું તું કરતી જા.

    મહિલાએ જણાવ્યુ છે કે, તેના લગ્ન આસિફ સાથે આ વર્ષે જૂલાઈમાં થયા હતા. પહેલા તો તે પતિના ત્રાસને સહન કરતી પણ જ્યારે તે સુદર્યો નહીં તો, હું મારી મમ્મી સાથે એસએસપી કાર્યાલય પહોંચી અને તેની ફરિયાદ નોંધાવી હતી.

    એસએસપી કાર્યાલયમાંથી બહાર આવ્યા બાદ પીડિતાએ રડતા રડતા મીડિયા પાસેથી મદદ માટે આજીજી કરી હતી. મહિલા વારંવાર કહેતી હતી કે, પ્લીઝ કોઈ મારી મદદ કરો. હાલમાં આરોપી આસિફની પોલીસે ધરપકડ કરી નથી અને ન તો તેને પુછપરછ માટે બોલાવ્યો છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Aligarh, Crime news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन