Home /News /national-international /Aligarh Petrol Attack: અલીગઢમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે વિદ્યાર્થિની પર પેટ્રોલ ફેંકી સળગાવવાની કોશિશ કરી

Aligarh Petrol Attack: અલીગઢમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે વિદ્યાર્થિની પર પેટ્રોલ ફેંકી સળગાવવાની કોશિશ કરી

અલીગઢ પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે - ફાઇલ તસવીર

Aligarh Petrol Attack: ઝારખંડના દુમકાની અંતિકાની જેમ જ અલીગઢમાં પણ એકતરફી પ્રેમમાં યુવકે વિદ્યાર્થિનીને સળગાવવાનો પ્રયાસ કર્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી.

અલીગઢઃ ઝારખંડના દુમકાની અંકિતાની મોતના પડઘા પડી રહ્યા છે ને ત્યાં જ વધુ એક આવી ઘટના સામે આવી છે. અલીગઢમાં એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ વિદ્યાર્થિની પર જ્વલનશીલ પદાર્થ ફેંકીને બાળવાની કોશિશ કરી છે. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. અલીગઢના કાર્સી વિસ્તારના કિશનપુરમાં મોડી રાતે પ્રેમીએ વિદ્યાર્થિની પર પેટ્રોલ છાંટીને બાળવાનો પ્રયાસ કર્યો છે. મહત્ત્વનું છે કે, વિદ્યાર્થિનીએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો.

બદલો લેવા આરોપીએ પેટ્રોલ છાંટી આગ લગાવી


વિદ્યાર્થિનીની બૂમો સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આરોપીને પકડીને પોલીસને સોંપ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, યુવક વિદ્યાર્થિનીને ઘણા સમયથી હેરાન કરતો હતો. વિદ્યાર્થિનીએ એકવખત આરોપી યુવકની આંખોમાં મરચું નાખ્યું હતું. ત્યારથી યુવક વિદ્યાર્થિનીનો બદલો લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મોડી રાતે તેણે વિદ્યાર્થિનીને મારવા માટે પેટ્રોલ છાંટી આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચોઃ રાંચી હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી, DGP માહિતી આપી

બંને એક જ શેરીમાં રહેતા હતા


અલીગઢના એસપી સિટી કુલદીપ સિંહે જાણકારી આપતા જણાવ્યું હતું કે, મોડી રાતે પોલીસને 112 નંબર પર સૂચના મળી હતી કે કાર્સી વિસ્તારમાં કિશનપુરમાં એક છોકરી પર યુવકે નશીલું દ્રવ્ય ફેંક્યું છે. ત્યારે ઘટનાસ્થળે પહોંચીને પોલીસે તપાસ કરી ત્યારે જાણવા મળ્યુ હતુ કે, બંને એક જ શેરીમાં રહેતા હતા. આજે કોઈ વાતને લઈને વિવાદ થયો હતો અને તેના પરિણામે યુવકે છોકરી પર પેટ્રોલ ફેંક્યુ અને ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચોઃ અંકિતાએ અંતિમ વીડિયોમાં કહ્યું, ‘જેમ હું મરી, તેમ એને મારજો’

પોલીસે નિવેદન પ્રમાણે કેસ દાખલ કર્યો


હાલ વિદ્યાર્થિનીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. આ મામલે અન્ય કોઈ વ્યક્તિને કોઈ નુકસાન પહોંચ્યુ નથી. આરોપીને પોલીસે ધરપકડ કરી છે અને વિદ્યાર્થિનીના નિવેદન પ્રમાણે કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
First published:

Tags: Aligarh, ગુનો, પોલીસ

विज्ञापन