અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ડો. બી.આર આંબેડકર હોલમાં આયોજીત વાર્ષિકોત્સવમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સલમાન ખુર્શીદે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓએ ખુર્શીદની સામે તીખા સવાલો કર્યા હતાં જેનો તેમણે ખુલીને જવાબ આપ્યા હતા.
સલમાન ખુર્શીદે ટ્રિપલ તલાક પર વિદ્યાર્થીને જાગૃત કરતાં અલીગઢ સાથેના પોતાના જુના સંબંધો તાજા કર્યા હતાં. તેમણે એ પણ કહ્યું કે, "મને એ વાતનો અફસોસ છે કે મારી કેળવણી અહીંયા ન થઇ."
એએમયુ વિદ્યાર્થીઓએ તેમને સણસણતા સવાલો પુછ્યાં હતાં. જ્યાં એક વિદ્યાર્થીના સવાલના જવાબમાં કહ્યું હતું કે કોંગ્રેસના કપડાં પર મુસલમાનોના લોહીના ડાઘ લાગેલા છે. હું કોંગ્રેસનો નેતા છું. જેના કારણે મુસલમાનોના લોહીના ડાઘ મારા પોતાના દામન પર પણ છે.
એએમયુના વિદ્યાર્થી આમિર મિંટોઇએ ખુર્શીદને પૂછ્યું હતું કે 1947માં દેશની આઝાદી પછી 1948માં એએમયુ એક્ટમાં પહેલા સંશોધન, 1950 પ્રેસિડેન્શિયલ ઓર્ડર, જેમાં મુસ્લિમ દલિતો સાથે એસટી-એસસી આરક્ષણનો હક પર તરાપ મારવામાં આવી. જેના પછી હાશિમરપુરા, મલિયાના, મેરઠ, મુઝફ્ફરનગર, મુરાદાબાદ, ભાગલપુર, અલીગઢ વગેરેમાં મુસલમાનોના નરસંહાર થયો હતો. આ ઉપરાંત બાબરી મસ્ઝિદના દરવાજા ખોલવા, બાબરી મસ્ઝિદમાં મૂર્તિઓ મુકવી અને પછી બાબરી મસ્ઝિદની શહાદત જે કોંગ્રેસના નરસિમ્હા રાવ સરકારમાં થઇ.
આ બધી ઘટના યાદ કરાવતા વિદ્યાર્થીએ સલમાન ખુર્શીદને પૂછ્યું કે કોંગ્રેસના કરડાં પર મુસલમાનોના લોહીના ડાઘ છે , જેને તમે કયા શબ્દોથી ધોવા માંગશો? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસના નેતા છે તેના કારણે તેમના પર પણ મુસલમાનોના લોહીના ડાઘ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા સલમાન ખુર્શીદે બીજેપી પર પોતાનો નિશાનો સાધતા કહ્યું કે અમે આ ડાઘ બતાવીશું, જેનાથી તમે સમજો કે આ ડાઘ તમારા પર ન પડે કારણ કે વાર તેમની પર કરશો તો ડાઘ તમારા પર લાગશે. તેમણે આખરે વિદ્યાર્થીઓને અપીલ કરી કે તમે અમારા વિતેલા સમય પરથી સબક શીખો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર