નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)ના શતાબ્દી સમારોહ (Centenary Celebrations)ને સંબોધિત કરશે .આવું પહેલીવાર છે જ્યારે પાંચ દશકથી પણ વધુ સમયમાં કોઈ વડાપ્રધાન AMUના કાર્યક્રમમાં સામેલ થશે. આ પહેલા 1964માં તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્રીAMએ AMUના દીક્ષાંત સમારોહ (Convocation)ને સંબોધિત કર્યું હતું. વડાપ્રધાન કાર્યાલય તરફથી જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે PM મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી AMUના શતાબ્દી સમારોહને સંબોધિત કરશે.
PM મોદીની સાથે આ કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને યુનિવર્સિટીના કુલાધિપતિ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન પણ સામેલ થશે. આ અવસરને યાદગાર બનાવવા માટે વડાપ્રધાન એક વિશેષ પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડશે. આ મહિનાની શરૂઆતમાં યુનિવર્સિટીએ જાહેરાત કરી હતી કે શતાબ્દી સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મુખ્ય અતિથિ હોઈ શકે છે. યુનિવર્સિટીના સૂત્રો મુજબ, મુખ્ય અતિથિમાં ફેરફાર અંતિમ ઘડીએ કરવામાં આવ્યા છે.
Prime Minister Narendra Modi to attend the centenary celebrations of the Aligarh Muslim University (AMU) today, through video conferencing. pic.twitter.com/5S0eyNZsd3
કુલપતિ, પ્રોફેસર તારિક મંસૂરે કહ્યું કે AMUના શતાબ્દી સમારોહમાં ભાગ લેવા માટે વડાપ્રધાનનો આભારી છું. તેઓએ કહ્યું કે ઐતિહાસિક વર્ષ દરમિયાન યુનિવર્સિટીનો વધુ વિકાસ થશે, જેનાથી સ્ટુડન્ટ્સનો પ્રાઇવેટ અને સાર્વજનિક ક્ષેત્રોમાં નિયુક્તિમાં મદદ મળશે. પ્રોફેસર મંસૂરે યુનિવર્સિટીના સમુદાય, કર્મચારીઓ, સભ્યો, સ્ટુડન્ટ્સ અને પૂર્વ સ્ટુડન્સ્કને કાર્યક્રમમાં સક્રિય ભાગીદારી માટે અપીલ કરી. તેઓએ કહ્યું કે શતાબ્દી સમારોહમાં હજુ લોકો રાજનીતિથી ઉપર ઉઠીને સામેલ થાય.
સર સૈયદ અહમદ ખાને 1877માં મોહમ્મદડન એન્ગો ઓરિએન્ટલ (MAO) સ્કૂલની સ્થાપના કરી હતી. 1920માં તે જ સ્કૂલે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનું રૂપ લીધું. તેનું કેમ્પસ ઉત્તર પ્રદેશના અલીગઢમાં 467.6 હેક્ટરમાં ફેલાયેલું છે. કેમ્પસની બહાર કેરળના મલ્લપુરમ, પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ-જાંગીપુર અને બિહારના કિશનગંજમાં પણ તેના કેન્દ્ર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર