Home /News /national-international /News of communal harmony: અહીં મુસ્લિમ ભાઈઓ પોતાની ઇચ્છાથી હનુમાન ચાલીસા કરે છે, દેવી-દેવતાઓમાં ખૂબ શ્રદ્ધા

News of communal harmony: અહીં મુસ્લિમ ભાઈઓ પોતાની ઇચ્છાથી હનુમાન ચાલીસા કરે છે, દેવી-દેવતાઓમાં ખૂબ શ્રદ્ધા

મુસ્લિમ યુવકોએ હનુમાનજી મંદિરમાં બેસીને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.

News of communal harmony: અલીગઢના મોહરેની ગામના એક હનુમાન મંદિરમાં મુસ્લિમ યુવકોએ ભેગા મળીને હનુમાન ચાલીસાનો પાઠ કર્યો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

    અલીગઢઃ અલીગઢના હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ કરતા મુસ્લિમ સમુદાયના લોકોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે મુસ્લિમ સમાજના અડધો ડઝનથી વધુ લોકો ટોપી પહેરીને હનુમાનજીની મૂર્તિ સામે બેસેલા જોવા મળે છે અને હનુમાન ચાલીસા ગાઈ રહ્યા છે. તે લોકોનું કહેવું છે કે, અમે સ્વેચ્છાએ હનુમાન ચાલીસાનો પાઠ કરીએ છીએ. તેનાથી અમારા મનને શાંતિ મળે છે. તેથી જ અમે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ છીએ.

    મુસ્લિમ યુવકો હનુમાનજીના ભક્ત


    અલીગઢના થાણા ઇગલાસ વિસ્તારના હસ્તપુર ગામમાં હનુમાન મંદિરમાં મુસ્લિમ સમુદાયના લોકોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. અખિલ ભારતીય હિન્દુ સેનાના જિલ્લા પ્રમુખ સચિન શર્માએ મુસ્લિમ સમાજના લોકોને હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ કરાવ્યા હતા. આ માહિતી આપતાં સચિન શર્માએ કહ્યું કે, ‘આ તમામ લોકો હનુમાનજીમાં શ્રદ્ધા રાખે છે અને તેમણે પોતાની મરજીથી હનુમાન ચાલીસાનો પાઠ કર્યો છે. આ તમામ લોકોને હનુમાનમાં વિશેષ આસ્થા છે.’

    આ પણ વાંચોઃ ગાંધીનગરમાં નોનસ્ટોપ હનુમાન ચાલીસા પાઠનો વર્લ્ડ રેકોર્ડ નોંધાશે

    ઈશ્વર અલ્લાહ બધા એક


    અલીગઢના મોરેની ગામના રહેવાસી અખ્તરે કહ્યું કે હું મારી મરજીથી હનુમાન ચાલીસાનો પાઠ કરું છું. હું નમાઝ પણ પઢું છું અને હનુમાન ચાલીસા પણ કરું છું. તેઓ કહે છે કે, ‘ઈશ્વર અલ્લાહ બધા એક છે. હું બધા ધર્મોમાં વિશેષ આસ્થા રાખું છું. તેથી અમે બધા જ ધર્મોમાં માનીએ છીએ અને હનુમાન ચાલીસાનો પાઠ કરું છું. દેવી-દેવતાઓ બધા માટે સમાન છે. બધાને તેઓ આશિર્વાદ આપતા હોય છે. અમે પણ બધા દેવી-દેવતાઓમાં માનીએ છીએ. ઉપરવાળાને ત્યાંથી બધા જ એક થઈને આવે છે. નીચે આવ્યા પછી આપણે બધા જ લોકો અલગ અલગ ધર્મોમાં વહેંચાઈ જઈએ છીએ.

    આ પણ વાંચોઃ 13 ફૂટ ઉંચા બલવારીના હનુમાનજીની મૂર્તિ કોઈપણ આધાર વિના ઉભી છે

    ‘ઇશ્વર-અલ્લાહ બંને એક’


    મોહરેની ગામના રહેવાસી અશફાક અમને કહે છે કે, ‘અમે જે પણ કરીએ છીએ તે અમારી પોતાની મરજીથી કરીએ છીએ. પૂજા-અર્ચના કરીએ છીએ. હનુમાનજીની પૂજા કરીએ છીએ. હનુમાન ચાલીસાનો પાઠ કરીએ છીએ. બધા જ ધર્મના લોકો એક છે. અમે બધા ધર્મોનું પાલન કરીએ છીએ. ઇશ્વર-અલ્લાહ બધા એક છે. અહીં રહેતા લોકોને અલગ-અલગ ધર્મમાં વહેંચવાનું કામ કર્યું છે.

    આ પણ વાંચોઃ સ્વામિનારાયણના સંતે શિવ બાદ હવે હનુમાનજીનું કર્યું અપમાન

    સર્વ હનુમાન ભક્ત


    અખિલ ભારતીય હિંદુ સેના જિલ્લા પ્રમુખ સચિન શર્માએ જણાવ્યું કે, ‘મોહરેની ગામના એક ડઝનથી વધુ મુસ્લિમ સમુદાયના લોકોએ પોતાની ઈચ્છાથી હનુમાનજીના મંદિરમાં પહોંચીને હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. તમામ લોકોએ હિન્દુ ધર્મને માનવાની તેમની પ્રબળ ઇચ્છા સામે રાખી હતી. આ આધારે તમામ લોકોને હનુમાન ચાલીસાનો પાઠ કરાવવામાં આવ્યો હતો.’
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Social Media Viral, Video viral, Viral videos

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन