મિની પાકિસ્તાન છે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી: હિંદુ મહાસભા

News18 Gujarati
Updated: May 3, 2018, 2:37 PM IST
મિની પાકિસ્તાન છે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી: હિંદુ મહાસભા

  • Share this:
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી હંમેશા સમાચારોમાં રહે છે. એએમયુ મિની પાકિસ્તા છે. જેને આતંકીઓનો ગઠ પણ માનવામાં આવે છે. અહીં કટ્ટરતાનો પાઠ ભણાવવામાં આવે છે. એકવાર આની સંપૂર્ણ સફાઇ થવી જોઇએ. આવું કહેવું છે ભારત હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણિનું. ન્યૂઝ 18 હિન્દી સાથે ખાસ વાતચીતમાં તેમણે એએમયૂ પર આરોપ લગાવ્યો છે.

પાકિસ્તાનના કાયદે આઝમ મોહમ્મદ અલી જિન્નાની તસવીર પર ઉઠેલા વિવાદ પર બોલતા સ્વામી ચક્રપાણીએ કહ્યું કે એએમયૂમાં જિન્નાની તસવીર લગાવવી દેશના મહાપુરૂષો અને સેનાનું અપમાન છે. તે ક્યાંના રાષ્ટ્રપિતા છે. એટલે એએમયૂની તપાસ કરાવવી જોઇએ કે આ તસવીર કોના આદેશ પર લગાવવામાં આવી છે.

તેમનું કહેવું છે કે જિન્નાની આઝાદીની લડાઇમાં જે પણ યોગદાન રહ્યું છે કે પરંતુ તે દેશના ભાગલા અને હિન્દુ-મુસલમાનની મોતની જવાબદારી છે. એટલે આ દેશમાં તેમની તસવીર લગાવવી ન જોઇએ.

ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી સ્વામી પ્રસાદ મોર્યાના નિવેદન પર બોલતા કહ્યું કે, એવું લાગે છે કે મોર્યાના પાકિસ્તાનની એજન્સી આઈએસઆઈ સાથે સંબંધ છે. ત્યારે જ તેઓ પદની ગરિમાનું ધ્યાન ન રાખતાં આવા નિવેદનો આપે છે.
First published: May 3, 2018, 2:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading