અલીગઢમાં માનવજાતે શરમાવવું પડે તેવી ઘટના સામે આવી છે. આરોપ છે કે અઢી વર્ષની બાળકીની બળાત્કાર બાદ હત્યા કરી નાખવામાં આવી. ઘટના સામે આવ્યા બાદ કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકાએ ટ્વિટ કરીને ઘટનાને વખોડી કાઢી છે.
પ્રિયંકાએ કહ્યું કે અઢી વર્ષની બાળકી સાથે જે અપરાધ થયો છે તે ખરેખર અમાનવીય છે. પ્રિયંકાએ લખ્યું, "હું નિઃશબ્દ છું. તેના માતાપિતા જે અનુભવી રહ્યા હશે તે દુઃખની હું કલ્પના પણ નથી કરી શકતી. આપણો સમાજ કેવો બની ગયો છે?"
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને આ ઘટનાને અમાનવીય ગણાવી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું, 'ઉત્તર પ્રદેશના અલીગઢની એક નાના બાળકીની ભયાનક હત્યાએ મને હચમચાવી દીધો છે. કોઈ પણ વ્યક્તિ આટલો બર્બર કેવી રીતે હોઈ શકે છે? આ કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસે ઝડપથી કાર્યવાહી કરવી જોઈએ.'
The horrific murder of a little girl in Aligarh, UP has shocked and disturbed me. How can any human being treat a child with such brutality? This terrible crime must not go unpunished. The UP police must act swiftly to bring the killers to justice.
આ મામલે એસએસપી આકાશ કુલહરિએ શુક્રવારે ઇન્સ્પેક્ટર કેપી સિંહ ચહલ સહિત પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે રેપની ઘટના બની હોવાનો પોલીસે ઇન્કાર કરી દીધો હતો, પોલીસના કહેવા પ્રમાણે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આવા કોઈ પુરાવા નથી મળ્યાં.
ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે કેસ
એસએસપી, અલીગઢ આકાશ કુલહરિએ જણાવ્યું કે અમે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈ જવાનો પ્રયાસ કરીશું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મ કે એસિડનો કોઈ ઉલ્લેખ નથી. આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
The brutal murder in Aligarh is yet another inhuman, unspeakable crime against an innocent child. I cannot even begin to imagine the pain her parents must feel. What has become of us?
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 7, 2019
શું છે મામલો?
આ ઘટના અલીગઢની છે. અહીં ટપ્પલ પોલીસ મથક વિસ્તારમાં આવતા બૂઢા ગામમાં 31મી મેના રોજ ગુમ થયેલી બાળકીની લાશ ગામની બહાર કચરાના ઢગલામાંથી મળી હતી. બાળકીની ખૂબ જ બેરહમીપૂર્વક હત્યા કરી નાખવામાં આવી હતી. આરોપ છે કે હત્યા પહેલા બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જોકે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આ વાતની ખુલાસો નથી થયો.
શા માટે હત્યાને અંજામ આપવામાં આવ્યો?
પીડિત બાળકીના પિતાએ રૂ. 10,000 ઉધાર લીધા હતા. બાળકોની પિતા રકમ ચુકવી ન શકતા આરોપીઓએ બાળકીનું અપહરણ કરી લીધું હતું. ત્રણ દિવસ પછી ઘર પાસેથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પ્રમાણે બાળકીની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી. આ મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર