Home /News /national-international /BJPના ધારાસભ્યના ગુંડાઓની ખુલ્લેઆમ લુખ્ખાગીરી; ટોલ પ્લાઝાનું બેરિયર તોડ્યું, કર્મચારીઓ સાથે કરી મારામારી

BJPના ધારાસભ્યના ગુંડાઓની ખુલ્લેઆમ લુખ્ખાગીરી; ટોલ પ્લાઝાનું બેરિયર તોડ્યું, કર્મચારીઓ સાથે કરી મારામારી

બીજેપીના ધારાસભ્યોના ગુંડાઓએ કરી મારામારી.

ઉત્તરપ્રદેશના જનપદ અલીગઢના ગભાના-સોમન વિસ્તારના NH-91 ટોલ પ્લાઝા પર ભારતીય જનતા પાર્ટીના છર્રા ધારાસભ્ય ઠાકુર રવિન્દ્ર પાલ સિંહના ગુડાઓની ખુલ્લેઆમા ગુંડાગીરીનો વીડિયો બહાર આવ્યો છે. છર્રા વિધાનસભા સીટથી બીજેપીના ધારાસભ્યના ગુંડાઓ દ્વારા ગુંડાગીરીની તમામ સીમાને ઓળંગતા ટોલ આપવાથી ઈન્કાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહિ ટોલ પ્લાઝા પર લાગેલું બેરિયર પણ ઝડપથી આવેલી સ્કોર્પિયો ગાડીઓથી તોડી નાંખવામાં આવ્યું હતું.

વધુ જુઓ ...
અલીગઢ: ઉત્તરપ્રદેશના જનપદ અલીગઢના ગભાના-સોમન વિસ્તારના NH-91 ટોલ પ્લાઝા પર ભારતીય જનતા પાર્ટીના છર્રા ધારાસભ્ય ઠાકુર રવિન્દ્ર પાલ સિંહના ગુડાઓની ખુલ્લેઆમા ગુંડાગીરીનો વીડિયો બહાર આવ્યો છે. છર્રા વિધાનસભા સીટથી બીજેપીના ધારાસભ્યના ગુંડાઓ દ્વારા ગુંડાગીરીની તમામ સીમાને ઓળંગતા ટોલ આપવાથી ઈન્કાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહિ ટોલ પ્લાઝા પર લાગેલું બેરિયર પણ ઝડપથી આવેલી સ્કોર્પિયો ગાડીઓથી તોડી નાંખવામાં આવ્યું હતું. ટોલ તોડ્યા પછી જ્યારે ત્યાં હાજર કર્મચારીઓએ ધારાસભ્યોની સ્ટીકર લાગેલી ગાડીને રોકી તો ગુંડાઓેએ કર્મચારીઓની નિર્દયતાથી પીટાઈ કરી હતી. ટોલ પ્લાઝાની કેબિનમાં ઘુસીને ધારાસભ્યોના ગુંડાઓએ ટોલ કર્મચારીઓ સાથે કરેલી મારામારીનો લાઈવ વીડિયો પણ પ્રકાશમાં આવ્યો છે. તે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. આ ઘટના પછી ટોલ પ્લાઝાના કર્મચારીઓએ બીજેપી ધારાસભ્યોના ગુંડાઓની વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ કરવા અંગે પોલીસને કહ્યું છે.

કેબિનમાં ઘુસીને કર્મચારીઓ સાથે ખરાબ રીતે મારામારી કરી હતી

પ્રાપ્ત માહિતી અનિસાર, ઉત્તરપ્રદેશના જનપદ અલીગઢના બીજેપી ધારાસભ્ય ઠાકુર રવિન્દ્ર પાલ સિંહના ગુંડાઓ દ્વારા દિલ્હી-અલગીઢ-કાનપુર નેશનલ હાઈવે સ્થિત ટોલ પ્લાઝા પર ગુંડાગીરી કરવામાં આવી હતી. ધારાસભ્યની સ્ટીકર લાગીલે સ્કોર્પિયો ગાડીથી ટોલ નાકાને તોડી નાંખવામાં આવ્યું હતું. એમ કહેવાઈ રહ્યું છે કે બીજેપી ધારાસભ્યની ગાડીમાં સવાર તેમના કાર્યકર્તા ટોલ આપ્યા વગર પોતાની કારને જબરજસ્તીથી ટોલ પ્લાઝા પરથી કાઢવા લાગ્યા હતા. ટોલ પ્લાઝા પર જ્યારે કારને રોકવામાં આવી તો બીજેપી ધારાસભ્યના ગુંડાઓએ ટોલના કર્મચારીઓ સાથે બોલાચાલી કરવાનું શરૂ કર્યુ હતું અને પછીથી ખરાબ શબ્દો પણ કહ્યાં હતા. પછીથી આ ગુંડાઓએ ટોલ પ્લાઝા પર લાગેલા બેરિયરને પણ તોડી નાંખ્યા હતા. આટલું ઓછું પડ્યું હોય એમ ગુંડાઓએ પોતાની ગાડીમાંથી નીચે ઉતરીને ટોલ પ્લાઝાની કેબિનમાં ઘુસીને કર્મચારીઓ સાથે ખરાબ રીતે મારામારી કરી હતી.

આ પણ વાંચો: કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર બબાલ યથાવત્, હવે વિવાદિત ટ્વિટ પર બીજેપીનો પ્રહાર

બુધવારની મોડી સાંજની ઘટના

એમ કહેવાઈ રહ્યું છે કે જે સમયે ભાજપના ધારાસભ્યોના ગુંડાઓ દ્વારા ટોલ કર્મચારીઓ સાથે મારા-મારી કરવામાં આવી રહી હતી, તે દરમિયાન ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવી કેમેરામાં ઘટનાનો લાઈવ વીડિયો કેદ થઈ ગયો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ મામલમાં ટોલ પ્લાઝા મેનેજરનું કહેવું છે કે બુધવારે સાંજે લગભગ 8.25 વાગ્યે આ ઘટના બની હતા. ગાજિયાબાદ-અલીગઢના સોમના ટોલ પ્લાઝા પર છર્રા વિધાનસભા સીટ પરથી બીજેપી ધારાસભ્ય ઠાકુર રવિન્દ્ર પાલ સિંહની સ્કોર્પિયો ગાડી ટોલ પ્લાઝા પર રોકાયા વગર બેરિયર તોડીને આગળ નીકળી ગઈ હતી. તે પછી ધારાસભ્યની ગાડીમાં બેઠેલા અસામાજિક તત્વોએ ટોલ પ્લાઝા કર્મચારીઓની સાથે કેબિનમાં ઘુસીને મારામારી કરી હતી. પછીથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. સાથે જે પોલીસને આ અંગે લેખિતમાં પણ જાણ કરવામાં આવી છે.
First published:

Tags: BJP MLA, Video goes viral, Video viral

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો