અલીગઢ હત્યાકાંડઃ એક આરોપીએ પોતાની પુત્રીનો પર પણ કર્યો હતો રેપ !

 • Share this:
  ઉત્તર પ્રદેશના અલીગઢમાં ટપ્પલ નામની જગ્યાએ થયેલી એક બાળકીની હત્યાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો, બાળકીની હત્યા માત્ર એટલા માટે કરવામાં આવી કે બાળકીના પિતા આરોપીઓ પાસેથી દશ હજાર રૂપિયા લીધા હતા, જે ચૂકવી શક્યા નહીં, જેનો બદલો લેવા બાળકીની હત્યા કરી લીધી. ત્યાં સુધી કે આરોપીઓએ બાળકીની આંખો કાઢી લીધી.

  બંને આરોપી સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે, સાથે જ આ મામલાને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો. પોલીસે જણાવ્યું કે જાહિદ નામના આરોપીએ બાળકીની હત્યા કરી, જ્યારે અન્ય આરોપીઓએ તેની મદદ કરી હતી.

  અહીં ક્લિક કરી વાંચોઃ રેલવેની ટિકિટમાં મોટો ફેરફાર, મુસાફરને મળશે એરપોર્ટ જેવી સુવિધા!

  સમગ્ર મામલામાં SSP અલીગઢના પાંચ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જે ભયાનક રીતે બાળકીની હત્યા કરવામાં આવી છે, ત્યારબાદ દેશભરમાં આરોપીઓને સખત સજા મળે તેવી માગ ઉઠી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર આ મામલે લોકો આલોચના કરી રહ્યાં છે.

  મૃતક બાળકીની માતાએ આરોપીઓને મોતની સજા આપવામાં આવે તેવી માગ કરી છે, માતાએ અપીલ કરી છે કે જો દોષિત 7 વર્ષ જેલની સજા ભોગવી બહાર આવી જશે તો તેમની હિંમત વધી જશે. સાથે જ તેણીએ જણાવ્યું કે સહઆરોપી અસલમે પોતાની જ ચાર વર્ષની પુત્રીનો રેપ કર્યો હતો, એ ઘટના બાદથી તેની પત્ની હંમેશા માટે પીયર જતી રહી હતી.

  અલીગઢમાં થયેલી બાળકીની હત્યા પર બોલીવૂડમાં પણ ગુસ્સો જોવા મળ્યો, અભિનેતા અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વિંકલ ખન્નાએ આ ઘટના અંગે પોતાનો ગુસ્સો જાહેર કર્યો, તો રેપર બાદશા અને અભિનેત્રી સની લિયોનીએ પણ સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત કર્યો.
  Published by:Sanjay Vaghela
  First published: