રિસર્ચમાં ખુલાસો, 'ચંદ્રમા પર હોઈ શકે છે એલિયન'

કેટલાક ગ્રહ ખાસ કરીને ગેસથી બનેલા વિશાલકાય ગ્રહોમાં એવા ચંદ્રમા હોઈ શકે છે, જેમાં દ્રવ સ્વરૂપમાં જળ હોઈ શકે છે.

News18 Gujarati
Updated: June 8, 2019, 4:51 PM IST
રિસર્ચમાં ખુલાસો, 'ચંદ્રમા પર હોઈ શકે છે એલિયન'
આપણા સૌરમંડળની બહાર ગ્રહોની પરિક્રમા કરી રહેલા ચંદ્રમાઓ પર પાણી હોઈ શકે છે
News18 Gujarati
Updated: June 8, 2019, 4:51 PM IST
આપણા સૌરમંડળની બહાર ગ્રહોની પરિક્રમા કરી રહેલા ચંદ્રમાઓ પર પાણી હોઈ શકે છે. એવામાં ત્યાં જીવન હોવાની સંભાવના છે. એક નવા અભ્યાસમાં આવો દાવો કરવામાં આવ્યો છે. બ્રિટનના લિંકન વિશ્વવિદ્યાલયના રિસર્ચર્સે જણાવ્યું કે, બાહ્ય ગ્રહ (એક્ઝોપ્લેનેટ) એટલે કે આપણા સૌરમંડળની બહાર રહેલા ગ્રહો પર પાણી હોઈ શકે છે. અત્યાર સુધીમાં 4000 એવા ગ્રહોની શોધ કરી દેવામાં આવી છે.

તેના એક નાના ભાગ પર જીવનની સંભાવના છે. આ ભાગને આવાસ યોગ્ય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. જોકે, કેટલાક ગ્રહ ખાસ કરીને ગેસથી બનેલા વિશાલકાય ગ્રહોમાં એવા ચંદ્રમા હોઈ શકે છે, જેમાં દ્રવ સ્વરૂપમાં જળ હોઈ શકે છે.

લિંકન વિશ્વવિદ્યાલયના ફિલ જે સૂટોને કહ્યું કે, આ ચંદ્રમાઓને તેમના આજુ-બાજુ ચક્કર લગાવી રહેલા ગ્રહોના ગુરૂત્વાકર્ષણ ખિંચાવથી અંદર ગરમ કરી શકાય છે, જેનાથી તે ગ્રહોના આવાસ યોગ્ય વિસ્તારના બહાર દ્રવ સ્વરૂપમાં જળ હોઈ શકે છે.

સૂટોને કહ્યું કે, મારૂ માનવું છે કે, જો આપણે તેને શોધી શકીએ તો, ચંદ્રમાઓ પર ધરતી જેવું જીવન શોધવાનો માર્ગ પ્રશસ્ત થઈ શકે છે. આ અભ્યાસમાં બાહ્ય ગ્રહ જે 1407બીના ચક્કર લગાવવાવાળા ચંદ્રમાઓની સંભાવનાને શોધવામાં આવી કે, શું તેમણે ગ્રહોના રિંગ સિસ્ટમમાં કોઈ દરાર પેદા કરી છે.

પૃથ્વીથી દૂર અને તેના આકારના કારણે બાહ્ય ચંદ્રમાઓની શોધ કરવી ખુબ મુશ્કેલ હોય છે. આ કારણથી વૈજ્ઞાનિકોને ગ્રહોના છલ્લા સહિત તેમની આસ-પાસની અન્ય ચીજો પર પ્રભાવનો અભ્યાસ કરવો પડે છે. આ રિસર્ચને મંથલી નોટિસેઝ ઓફ ધ રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીમાં પ્રકાશિત કરવામાં આવ્યો.
First published: June 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...