શું એલિયન્સનું અસ્તિત્વ છે? વૈજ્ઞાનિકોએ કહ્યું જલદી જ બીજા ગ્રહમાં મળશે જીવન

શું એલિયન્સનું અસ્તિત્વ છે? વૈજ્ઞાનિકોએ કહ્યું જલદી જ બીજા ગ્રહમાં મળશે જીવન
Credits: YouTube/Image for representation.

ઘણા લોકો માને છે કે પૃથ્વી પર એલિયન્સ આવે છે અને કોઇ અન્ય ગ્રહ પર પૃથ્વી જેવું જીવન સંભવ છે

  • Share this:
નવી દિલ્હી : અંતરિક્ષની દુનિયામાં પગ મૂકતા જ માનવી બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય અન્ય જગ્યાએ પણ માનવ જીવનની શક્યતાઓ શોધવામાં લાગી ગયો છે. જોકે હજુ સુધી તેમાં કોઇ સફળતા મળી નથી. ઘણા લોકો માને છે કે પૃથ્વી પર એલિયન્સ આવે છે અને કોઇ અન્ય ગ્રહ પર પૃથ્વી જેવું જીવન સંભવ છે. જોકે આ વાત કેટલી સાચી છે તે હજુ સુધી સ્પષ્ટ નથી વૈજ્ઞાનિકો તેના પર સંશોધન કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો તેમ પણ જણાવે છે કે કોઇ અન્ય ગ્રહ પર જીવનની શક્યતા છે કે નહીં તે શોધવા માટે તમારે તે ગ્રહ પર જવાની જરૂર નથી.

જેમ કે જાણવા મળ્યું છે કે, આપણા સૂર્ય મંડળની બહારથી પણ દૂરના ગ્રહ પરથી આવતો પ્રકાશ તમને જણાવી દેશે કે તે ગ્રહના વાયુમંડળમાં ક્યા ગેસ રહેલા છે. હવે આપણને વિચાર આવશે કે એક દૂરના ગ્રહની રાસાયણિક સંરચના અંગે આપણે અહીંથી કઇ રીતે અનુમાન લગાવી શકીએ કે ત્યાં જીવન છે કે નહીં અથવા આપણે તે કરી પણ શકીએ છીએ?અમેરિકન કેમિકલ સોસાયટી દ્વારા તેના સાયન્સ કોમ્યુનિકેશન યુટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ એક વિડીયોમાં વૈજ્ઞાનિક સામંથા જોન્સ જણાવે છે કે આપણે અન્ય ગ્રહો પર જીવન શોધવાના માર્ગ પર ક્યાં પહોંચ્યા છીએ.

જીવન શું છે આ પ્રશ્ન સાથે જોન્સ શરૂઆત કરે છે. નાસા અનુસાર જીવન એક રાસાયણિક પ્રણાલી છે. જેની બે પાયાની વિશેષતાઓ છે – તે આત્મનિર્ભર છે અને ડાર્વિનિયન વિકાસ માટે સક્ષમ છે. તો એક આત્મનિર્ભર રાસાયણિક પ્રણાલી કઇ રીતે અસ્તિત્વમાં આવે છે. વૈજ્ઞાનિક સંશોધનોનો ઉપયોગ કરી વૈજ્ઞાનિકોએ આ વાતનું અનુમાન લગાવ્યું છે કે, જીવન અસ્તિત્વમાં આવ્યું ત્યારે પૃથ્વી પર સ્થિતિ કેવી હતી. 1953માં કેમિસ્ટ સ્ટેનલી મિલર અને હેરોલ્ડ ઉરેએ એક પ્રયોગ કર્યો હતો. જેમાં તેણે તે પરિસ્થિતિઓનું નિર્માણ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેઓ એમિનો એસિડ બનાવવામાં સફળ રહ્યા. એમીનો એસિડ, પ્રોટીનના સંરચનાત્મક યુનિટ્સ જે પહેલા ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે જેણે કોઇ રીતે જીવનને જન્મ આપ્યો. વૈજ્ઞાનિકોએ જાણ્યું કે, જીવનની ઉત્પતિ માટે આવશ્યક તત્વો માત્ર કાર્બન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, ઓક્સિજન, સલ્ફર અને ફોસ્ફરસ હતા. હવે વૈજ્ઞાનિકો જાણે છેકે અન્ય ગ્રહોના વાતાવરણમાં ક્યા તત્વો અંગે શોધ કરવાની છે.

જોર્જીયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના એક વૈજ્ઞાનિક નિકોલસ હડ, જેઓ એવા વાતાવરણ સાથે કામ કરતા હતા જે સંભવિત રીતે પૃથ્વી પર હાજર હતું, તેઓ વિડીયોમાં કહે છેકે, મને વિશ્વાસ છેકે મનુષ્યો પાસે જ્ઞાન અને ઉપયકરણો હશે, જે આપણી આકાશગંગામાં અન્ય જગ્યાએ જીવન છે કે નહીં તેની શોધ કરી શકશે.
Published by:kiran mehta
First published:June 18, 2021, 16:12 IST