ઝારખંડના હજારીબાગમાં દેખાયું એલિયન? જાણો, શું છે વાયરલ વીડિયો પર કરાઈ રહેલા દાવાનું સત્ય

ઝારખંડના હજારીબાગમાં દેખાયું એલિયન? જાણો, શું છે વાયરલ વીડિયો પર કરાઈ રહેલા દાવાનું સત્ય (Credit: Twitter)

સોશિયલ મીડિયામાં ઝારખંડનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં અજીબ આકૃતિ રસ્તાની બાજુમાંથી પસાર થઇ રહી છે અને કોઇએ તેનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે

  • Share this:
હાલ સોશિયલ મીડિયામાં ઝારખંડનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં અજીબ આકૃતિ રસ્તાની બાજુમાંથી પસાર થઇ રહી છે અને કોઇએ તેનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જ્યારથી આ વીડિયો વાયરલ થયો છે, ત્યારથી તેને લઇને સોશિયલ મીડિયોમાં અનેક ચર્ચાઓ જાગી છે. તેમાંથી અમુક લોકોએ દાવો કર્યો છે કે હજારીબાગના રસ્તાઓ પર એલિયન નજરે પડ્યું છે, તો અમુક લોકોએ તેને એક અજીબ હ્યુમનોઇડ તરીકે વર્ણિત કર્યું છે. નેટિજન્સે નાસાને સોશિયલ મીડિયા પર એક અલૌકિક હલનચલનને પકડવાની કોશિશમાં ટેગ પણ કર્યુ હતું.

જોકે વાયુવેગે વાયરલ થઇ રહેલા આ વીડિયોની તપાસ કરતા સત્ય કંઇ બીજુ જ સામે આવ્યું છે. એક સ્થાનિક સમાચાર ચેનલે વીડિયોને શૂટ કરનાર બે લોકોનો સંપર્ક કર્યો અને તેમણે દાવો કર્યો કે આ વીડિયોમાં ચાલનારી મહિલા હકીકતમાં રાત્રે ચાલી રહેલ એક નગ્ન મહિલા છે, કારણ કે તેના પર ત્યાંથી પસાર થતા વાહનોનો પ્રકાશ પડી રહ્યો હતો. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે વાયરલ વીડિયો માત્ર 30 સેકન્ડનો છે, જ્યારે તેમણે કેમેરામાં કેદ દોઢ મિનિટનો આખો વીડિયો બતાવ્યો હતો.

આ પણ વાંચો - 1 ઓગસ્ટથી બેંકની રજામાં પણ લોનના હપ્તા, SIP, સેલેરી અને પેંશનનું ક્રેડિટ અટકશે નહીં, NACHને લઈ RBIની મહત્વની જાહેરાતતે સમયે શું થયું તે સમજાવતા બંનેએ કહ્યું કે, વીડિયો ખરસાવા જીલ્લાના સરાયકેલામાં શૂટ કરાયો હતો. બંને પોતાના મિત્રની માતાના અંતિમ સંસ્કારમાં સામેલ થઇને ચક્રધરપુરથી સરાયકેલા પરત આવી રહ્યા હતા. ફેક્ટ ચેકિંગ વેબસાઇટ અલ્ટ ન્યૂઝ સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે, જ્યારે અમે પહેલી વાર મહિલાને જોઇ તો અમે ડરી ગયા અને હાઇવે પાસે એક દુકાન પાસે રોકાઇ ગયા. જ્યારે બીજા લોકો સ્થળ પર પહોંચ્યા તો અમે તેમને પૂછ્યું કે તેમને પણ મહિલાને જોઇ. તે એક ડાયન ન હતી પણ એક મહિલા હતી અને બીજા રાહદારીએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી.

આ વીડિયો 27 એપ્રિલે શૂટ કરવામાં આવ્યો છે અને સરાયકેલાના સબ-ઇન્સ્પેક્ટર મોહમ્મદ નૌશાદે કહ્યું કે, તે હજુ સુધી જાણવા નથી મળ્યું કે મહિલા રસ્તા પર નગ્ન થઇને કેમ ચાલી રહી હતી. આ અંગે હજુ તપાસ ચાલુ છે.
First published: