ચીની કંપની અલીબાબા ચોરાવી રહી છે ભારતીય યુઝર્સનો ડેટા, જલ્દી જ થશે તપાસ

News18 Gujarati
Updated: September 15, 2020, 6:01 PM IST
ચીની કંપની અલીબાબા ચોરાવી રહી છે ભારતીય યુઝર્સનો ડેટા, જલ્દી જ થશે તપાસ
અલી બાબા

અલીબાબાના ક્લાઉડ ડેટા સર્વર્સ ખૂબ જ પોપ્યુલર છે કારણ કે તે યુરોપીયન સર્વસની સામે ખૂબ જ સસ્તા દરે સર્વિસ આપે છે.

  • Share this:
હાલ થોડા સમયમાં ભારતે અનેક ચીની એપ્સને પ્રાઇવસી કારણોનો હવાલો આપી બેન કર્યા હતા. અત્યાર સુધીમાં કુલ 200થી વધુ એપ્સ પર (Chinese Apps Ban)કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે. હવે તેવી ખબર આવી છે કે ચીની કંપની અલીબાબા (Chinese technology group Alibaba) પર ભારતીય યુઝર્સ (Indian Users)નો ડેટા ચોરવાનો આરોપ લાગ્યા છે. આ મામલે જલ્દી જ તપાસ શરૂ કરવામાં આવશે.

દેશના ટોપ ઇન્ટેલિજેંસ સુત્રો દ્વારા ન્યૂઝ 18ને જે જાણકારી મળી છે તે મુજબ ઓછામાં ઓછા 72 સર્વર્સથી ભારતીય યુઝર્સનો ડેટા ચીન મોકલવામાં આવ્યા છે. અને આ તમામ સર્વર્સનું મુખ્ય કેન્દ્ર અલીબાબાના ક્લાઉડ ડેટા સર્વર છે. અધિકારીઓએ કહ્યું છે કે અલીબાબાના ક્લાઉડ ડેટા સર્વર્સ ખૂબ જ પોપ્યુલર છે કારણ કે તે યુરોપીયન સર્વસની સામે ખૂબ જ સસ્તા દરે સર્વિસ આપે છે.

સુત્રો મુજબ અલીબાબા દ્વારા ભારતમાં ઓપરેટ થતા 72 સર્વર્સને ચિન્હિત કરવામાં આવ્યા છે જે ડેટા ચીનમાં મોકલવામાં આવ્યા છે. કહેવાય છે કે ચીની પ્રશાસન દ્વારા યોજનાબદ્ધ રીતે આ કામ કરવામાં આવી રહ્યું છે. ગુપ્તચર સુત્રોનું કહેવું છે કે વ્યાવસાયિકોને ઠગવા માટે આ સર્વસમાં અનેક સુવિધાઓ ખૂબ જ ઓછા ભાવે આપવામાં આવે છે. અને જ્યારે એક વખત તેમની પાસે કંપની અને તેના યુઝર્સનો સંવેદનશીલ ડેટા આવી જાય તો તેને ચીન મોકલવામાં આવે છે.

વધુ વાંચો : ચીનની હાલત ખરાબ! જિનપિંગે મર્કેલ સમેત અનેક નેતાઓને લગાવ્યો ફોન

આ મામલે હવે ડેટા ચોરીના મુદ્દા સાથે તપાસ શરૂ કરી શકાય છે. સોમવારે ઇન્ડિયન એક્સપ્રેસ છાપામાં પ્રકાશિત એક રિપોર્ટમાં ચીનની સાઇબર રણનીતી વિષે ચર્ચા કરવામાં આવી હતી.

આ પહેલા કેન્દ્ર સરકારે ગલવાન ખીણમાં સીમા વિવાદ વધતા 106 જેટલા એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જેમાં શોર્ટ વીડિયો એપ્સ ટિકટોક, વીચેટ, યુસી બ્રાઉઝર, યુસી ન્યૂઝ એપ્સ પણ સામેલ છે. આ પછી પણ તેણે સતત ચીની એપ્સ પર બેન ચાલુ રાખ્યો અને 224 મોબાઇલ એપ્સ પર હજી સુધી પ્રતિબંધ લાગી ચૂક્યો છે.

સરકારનો દાવો છે કે આ તમામ એપ્સ કોઇને કોઇ રીતની ગતિવિધિઓમાં સામેલ છે. જેના કારણે દેશની સંપ્રભુતા અને અખંડતા, દેશની સુરક્ષા અને સાર્વજનિક વ્યવસ્થાને ખતરો ઊભો થઇ શકે છે.
Published by: Chaitali Shukla
First published: September 15, 2020, 6:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading