નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગ (IMD)એ સોમવારે જણાવ્યું કે, તમિલનાડુ (tamil nadu)અને આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના કેટલાક ભાગોમાં 10 અને 11 નવેમ્બરે ભારે વરસાદની (Heavy rain alert)સંભાવના છે. ચક્રવાતી પરિભ્રમણ બંગાળની દક્ષિણ-પૂર્વ ખાડી અને તેની આસપાસના દક્ષિણ અંદામાન સમુદ્રથી મધ્ય ટ્રોપોસ્ફિયર સ્તરે ફેલાયેલું છે. તેની અસરને કારણે આગામી 24 કલાક દરમિયાન બંગાળની દક્ષિણ-પૂર્વ ખાડી અને પડોશી વિસ્તારમાં લો પ્રેશર એરિયા બનવાની સંભાવના છે. પ્રશાસને સંબંધિત વિસ્તારો તેમજ આસપાસના વિસ્તારોમાં સતર્કતા વધારી દીધી છે. અને લોકોને એલર્ટ રહેવા માટે સૂચન આપ્યુ છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને 11 નવેમ્બરની સવાર સુધીમાં ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠે પહોંચશે. તેના પ્રભાવ હેઠળ 8 અને 9 નવેમ્બરે તમિલનાડુના અંતરિયાળ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
10 અને 11 નવેમ્બરે ભારે વરસાદની સંભાવના છે.' નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે, જ્યારે જે વિસ્તારોમાં ડ્રેનેજની સમસ્યા છે ત્યાં સ્વચ્છતા અને સમસ્યાઓનું નિવારણ કરવામાં આવી રહ્યું છે.
ભારે વરસાદ 64.5 મીમીથી 115.5 મીમી વચ્ચે પડી શકે છે જ્યારે 115.6 થી 204.4 વચ્ચે વરસાદ ખૂબ ભારે માનવામાં આવે છે. 204.4 મીમીથી વધુ વરસાદ અત્યંત ભારે વરસાદ માનવામાં આવે છે. આગામી ચાર દિવસ સુધી દક્ષિણ પશ્ચિમ અને તેની બાજુમાં પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી અને દક્ષિણ આંધ્રપ્રદેશ-તમિલનાડુના દરિયાકાંઠે અને મનનારના અખાતમાં વરસાદ સાથે પવન 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ચન્ની સરકાર પાસે ભ્રષ્ટ અધિકારીઓ પર કાર્યવાહી કરવા માટે રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ: સિદ્ધુ
આગામી બે દિવસ દરમિયાન બંગાળની દક્ષિણપૂર્વ ખાડીમાં પણ આવી જ સ્થિતિ પ્રવર્તે તેવી સંભાવના છે. વિભાગે માછીમારોને આ વિસ્તારોમાં દરિયો ન ખેડવાની સલાહ આપી છે. સાથે જ રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર