15 ઓગસ્ટે લાલ કિલ્લા પર આતંકી હુમલાનો ખતરો, એલર્ટ જાહેર કરાયું

News18 Gujarati
Updated: August 11, 2019, 7:03 PM IST
15 ઓગસ્ટે લાલ કિલ્લા પર આતંકી હુમલાનો ખતરો, એલર્ટ જાહેર કરાયું
ફાઇલ તસવીર

સૂત્રોના રિપોર્ટ પ્રમાણે લાલ કિલ્લાના ત્રણ કિમીની એરિયામાં આતંકી હુમલાની ઘટના બનવાની શક્યતાઓ છે.

  • Share this:
15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રીય તહેવારે રાજધાની દિલ્હી સ્થિત લાલ કિલ્લા પર આતંકી હુમલાનો ખતરો છે. સુરક્ષા એજન્સીએ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે આતંકી અફઘાનિસ્તાનના પાસપોર્ટથી રાજધાની દિલ્હીમાં પ્રવેશી શકે છે.

સૂત્રોના રિપોર્ટ પ્રમાણે લાલ કિલ્લાના ત્રણ કિમીની એરિયામાં આતંકી હુમલાની ઘટના બનવાની શક્યતાઓ છે. સુરક્ષા એજન્સીઓએ કહ્યું કે આતંકીઓ ખાડાઓ સહિતના રસ્તાઓનો ઉપયોગ કરી શકે છે. એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે આતંકી IED સરકારી ગાડી અને વરદીનો ઉપયોગ કરી શકે છે.

અહીં ક્લિક કરી વાંચોઃ આ 3 રાશિનાં જાતકોએ પહેરવો હાથમાં લાલ દોરો, થશે હનુમાન દાદાની કૃપા

એટલું જ નહીં એજન્સીઓએ કહ્યું કે ત્રણથી ચાર આતંકી દિલ્હીમાં પ્રવેશી શકે છે. સુરક્ષા એજન્સીઓએ કેટલાક સંદિગ્ધ ફોન કોલ ઇન્ટરસેપ્ટ કર્યા છે, ત્યારબાદથી આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. એજન્સીઓએ કહ્યું કે પાકિસ્તાનની ખુફિયા એજન્સી ISI લખનઉ, દિલ્હી અને ગાઝિયાબાદમાં આતંકી હુમલા કરી શકે છે.

સુરક્ષા એજન્સીઓએ દિલ્હી એરપોર્ટ પર વધુ સતર્કતા દાખવવાની સલાહ આપી છે. આ આતંકી હુમલામાં કોઇ VVIPને પણ નિશાન બનાવી શકાય છે. સાથે જ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના 17 વિસ્તારને સંવેદનશીન જાહેર કરવામાં આવ્યા છે.એજન્સીઓએ સલાહ આપી છે કે તમામ ગાડીની નવી લેયરમાં ચેકિંગ કરવામાં આવે, કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનનું આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ રાષ્ટ્રીય રાજધાનીને નિશાન બનાવી શકે છે.
First published: August 11, 2019, 7:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading