મહારાષ્ટ્રમાં ખુલી રહી શકશે દારૂની દુકાનો, રાજ્ય સરકારે મૂકી આ શરત

News18 Gujarati
Updated: April 21, 2020, 8:30 AM IST
મહારાષ્ટ્રમાં ખુલી રહી શકશે દારૂની દુકાનો, રાજ્ય સરકારે મૂકી આ શરત
પ્રતીકાત્મક તસવીર

મહરાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ દારૂની દુકાનોને લઈને મોટું નિવેદન આપ્યું છે

  • Share this:
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર (Maharashtra) છે. અહીં અત્યાર સુધી 232 લોકોનાં મોત થયા છે. સાથોસાથ 4666 કોરોના સંક્રમણના કેસ સામે આવી ચૂક્યા છે. આ દરમિયાન રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે (Rajesh Tope)એ દારૂની દુકાનોને લઈ સોમવારે મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું છે કે રાજ્યમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ અપનાવીને દારૂની દુકાનો ખોલી શકાય છે.

CNBC TV18  મુજબ, થોડા દિવસ પહેલા ઈન્ડિયન આલ્કોહોલિક બેવરેજ કંપનીઝ (CIABC)એ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરને પત્ર લખ્યો હતો. તેમાં રાજ્યમાં રાજસ્વ અને રોજગારને જોતાં દારૂનું વેચાણ ચરણબદ્ધ રીતે શરૂ કરવાની ભલામણ કરવામાં આવી હતી.

CIABC તરફથી દારૂના વેચાણ માટે આવી પણ ભલામણ કરવામાં આવી હતી-

1. વર્ષ 2019-20 માટે આપવામાં આવેલા રિટેલ લાઇસન્સ જે 31 માર્ચ 2020ના રોજ સમાપ્ત થઈ ગઈ હતી તેને 30 જૂન 2020 સુધી વધારી દેવામાં આવે.
2. કોવિડ-19ના હૉટસ્પોટની બહારવાળા ક્ષેત્રોમાં દારૂની દુકાનોને ખોલવાની ચરણબદ્ધ રીતે મંજૂરી આપવી જોઈએ. દુકાનોને આ તારીખ અને સમય પર ખોલવામાં આવે- 15 એપ્રિલથી 15 મે સુધી સવારે 9 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી, 15 મેથી 15 જૂન સુધી- સવારે 11 વાગ્યાથી રાત્રે 11 જૂન સુધી અને 15 જૂન બાદ સામાન્ય સમય મુજબ
3. દુકાનોને અંતિમ સ્ટોક સુધી 2019-20માં ખરીદવામાં આવેલા આ ઓર્ડર કરવામાં આવેલા સ્ટોકને વેચવાની મંજૂરી આપવામાં આવે.4. 30 જૂન સુધી સરકારી છૂટક દુકાનોમાં પડેલા સ્ટોક માટે કોઈ પ્રકારનો વિલંબ ચાર્જ ન લેવો જોઈએ.
5. દારૂની કોઈ પણ છૂટક દુકાનમાં બેથી વધુ સેલ્સમેનની મંજૂરી ન આપવામાં આવે.
6. કોઈ પણ દુકાનમાં એક સમયમાં બેથી વધુ ગ્રાહકોને વેચાણની મંજૂરી ન હોવી જોઈએ. તમામ દુકાનોને ગ્રાહકોને ઊભા રહેવા માટે સર્કલ માર્કિંગ કરવું જોઈએ.


આ પણ વાંચો, કોરોનાઃ WHOની દુનિયાને ચેતવણી- આનાથી પણ ખરાબ સમય આવવાનો છે...

રાજ્યમાં વધી રહેલી કોરોના વાયરસ સંક્રમણના દર્દીઓની સંખ્યા અને સ્થિતિ પર સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે એવું પણ કહ્યું કે, જો કેન્દ્ર સરકાર અમને આ શરતો સાથે મંજૂરી આપે છે તો અમે ટૂંક સમયમાં રાજ્યમાં 75 હજાર રેપિડ કોરોના ટેસ્ટ કરી શકીએ છીએ. અમને કેટલાક ક્ષેત્રોમાં તકેદારીના ભાગ રૂપે મલેરિયાની દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીના ઉપયોગનો નિર્ણય લીધો છે. જેમ કે મુંબઈના ધારાવીમાં.

આ પણ વાંચો, ડોર-ટૂ-ડોર સ્ક્રીનિંગ કરી રહેલી મહિલા કોરોના વોરિયરને સાપ કરડ્યો, સારવાર દરમિયાન મોત
First published: April 21, 2020, 8:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading