અલાઉદ્દીન ખિલજીઃ જેણે ન તો શરીયત કે ન પયગંબરની પરવા કરી

પદ્માવત ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજીનો રોલ રણબીર કપૂરે કર્યો છે

અલાઉદ્દીન ખિલજી વિશે લોકો કહે છે કે તે હિન્દુ યુવતીઓ પાછળ પડ્યો રહેતો હતો.

  • Share this:
    'જે પણ મારા રાજ્યના હિતમાં છે હું તે કરું છે, હું શરીયતની પરવા નથી કરતો.' આ ભાષણ અલાઉદ્દીન ખિલજીએ એ સમયે આપ્યું હતું જ્યારે કાઝી મુગસુદ્દીને તેમને કહ્યું હતું કે સુલતાન તમે શરીયતના નિયમોનું પાલન નથી કરી રહ્યા.

    ઇતિહાસકારોની એ સમસ્યા રહી છે કે તેઓ વસ્તુઓને ઉલટાવી નાખે છે. જોકે, અનેક વખત લોકોની ધારણાઓ ઇતિહાસની વસ્તુઓને સુલટાવી દેતી હોય છે. ખાસ કરીને ટીવી ચેનેલ્સ અને વિરોધ કરતા લોકોની નજરમાં કોઈ શાસક કાંતો નબળો અથવા ખૂબ તાકાતવાર, ઉદાર અથવા બદમાશ, કોઈ વસ્તુની સાથે અથવા કોઈની વિરુદ્ધ હોય છે. જોકે, ઇતિહાસને સમજવો આટલો સરળ નથી.

    આજકાલ અલાઉદ્દીન ખિલજીને લઈને કંઈક આવું જ થઈ રહ્યું છે. તેની એક છબી ઉભી કરવામાં આવી રહી છે જે ખૂબસૂરત છોકરીઓ પાછળ પડ્યો હોય છે. અલાઉદ્દીન ખિલજી વિશે લોકો કહે છે કે તે હિન્દુ યુવતીઓ પાછળ પડ્યો રહેતો હતો. જોકે, લોકોએ ખિલજી વિશે થોડી વધારે જાણવાની જરૂર છે.

    1296માં અલાઉદ્દીન ખિલજીએ પોતાના કાકા જલાલુદ્દીન ખિલજી અને સસરાની હત્યા બાદ દિલ્હીની સત્તા મેળવી હતી. કોઈની હત્યા કરીને સત્તા હડપ કરી લેવી એ ઇતિહાસ માટે નવી વાત નથી. અલાઉદ્દીન ખિલજીએ પોતાની ગાદીને મંગોલના આક્રમણથી બચાવી હતી. એ દિવસોમાં દુનિયાભરમાં મંગોલોનો ખૌફ હતો. મંગોલની સેનાએ મધ્ય એશિયા પર કબજો કર્યા બાદ યૂરોપમાં પડાવ નાખ્યો હતો. અલાઉદ્દીન ખિલજીએ મંગોલ પર પાંચ વાર ચઢાઈ કરી હતી, એક વખત તો મંગલોએ દિલ્હી પહોંચીને ભાગવું પડ્યું હતું.

    એ દિવસોમાં જમીનદારો ખેડૂતો પાસેથી વધારે ટેક્સ વસૂલતા હતા. અલાઉદ્દીને આ પ્રથા બંધ કરીને એક નવી ટેક્સ પ્રથા શરૂ કરી હતી. એ દિવસોમાં દિલ્હીની બજારોમાં વસ્તુઓની કિંમત પર પણ અલાઉદ્દીન ખિલજીનું નિયંત્રણ હતું. સોઈથી લઈને ઊંટ સુધીની કિંમત સુલતાન નક્કી કરતો હતો. કારણ એટલું જ હતું કે કોઈ વેપારી કિંમતમાં વધારે પ્રમાણમાં વધારો ન કરી શકે. કિંમત વધારવા અને ઓછી વસ્તુ આપવા પર આકરી સજા કરવામાં આવતી હતી. ચૌતરફ ખિલજીનો જ ખૌફ હતો.

    1310માં ખિલજીનું શાસન જ્યારે ઉત્તરથી લઈને પશ્ચિમ બંગાળ સુધી પહોંચ્યું ત્યારે તેણે એવું કર્યું જેનાથી લોકો તેને યાદ રાખે. અલાઉદ્દીને તેમના નજીકના અલાઉલ મુલ્કને પૂછ્યું કે શું તે મોહમ્મદ પયગંબરની જેમ નવો ધર્મ બનાવી શકે. તેમણે ખિલજીને સલાહ આપી કે તમામ વસ્તુઓ અલ્લાહના હાથમાં હોય છે, કોઈ માણસના હાથમાં નહીં. ખિલજીએ તેની સલાહ માની લીધી અને નવો ધર્મ બનાવવાનો વિચાર માંડી વાળ્યો હતો. એટલે કે અલાઉદ્દીન ખિલજીની અનેક છબી છે. આપણે તેને જોવાની રીત પર વિચારવું પડશે.

    (હરબંસ મુખિયા, લેખક ઇતિહાસકાર તેમજ જેએનયૂના પ્રોફેસર છે)
    Published by:Vinod Zankhaliya
    First published: