Home /News /national-international /એલન મસ્કના પરિવારનો ચોંકાવનારો કિસ્સો: પોતાની જ પુત્રીના બાળકોના બાપ છે એલન મસ્કના પિતા

એલન મસ્કના પરિવારનો ચોંકાવનારો કિસ્સો: પોતાની જ પુત્રીના બાળકોના બાપ છે એલન મસ્કના પિતા

એલન મસ્કના પિતાનો ચોંકાવનારો ખુલાસો

તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, પોતાની સાવકી દીકરી સાથે તેમના શારીરિક સંબંધ હતા

ન્યૂયોર્ક: હંમેશા ચર્ચામાં રહેતાં દુનિયાના પ્રસિદ્ધ બિઝનેસમેન એલન મસ્ક (elon musk)ના પિતા એરોલ મસ્કે (Errol Musk) એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, પોતાની સાવકી દીકરી સાથે તેમના શારીરિક સંબંધ હતા. આટલું જ નહીં, તેમના બે બાળકો પણ છે. ત્રણ વર્ષ અગાઉ એલન મસ્કના પિતાએ સાવકી દીકરીથી બીજા બાળકને જન્મ આપ્યો છે. આ વાત એરોલ મસ્કે પોતે એક ઇન્ટરવ્યુમાં સ્વીકારી છે.

ત્રણ વર્ષ અગાઉ જ એલન મસ્કના પિતાએ સાવકી દીકરીથી તેમના બીજા બાળકને જન્મ આપ્યો છે. આ વાત એરોલ મસ્કે પોતે એક ઇન્ટરવ્યુ દરમિયાન સ્વીકારી છે. મસ્કના પિતા એરોલ મસ્ક 76 વર્ષના છે. ધ સન સાથે એક ઇન્ટરવ્યુમાં એરોલે કહ્યું કે, લગભગ ત્રણ વર્ષ પહેલા તેમની સાવકી દીકરી જાના બેઝુઇડેનહાઉટ સાથે તેમના બીજા બાળકનો જન્મ થયો હતો. જોકે, આ અનપ્લાન્ડ હતું. ઇન્ટરવ્યુ દરમિયાન એરોલ મસ્કે કહ્યું કે, આ ધરતી પર આપણે માનવ પ્રજનન માટે જ છે.

પ્રથમ બાળકનો જન્મ 2017માં થયો હતો

એરોલ મસ્ક અને જાનાના પ્રથમ બાળકનો જન્મ 2017માં થયો હતો, જેનું નામ ઇલિયટ રશ છે. નોંધનીય છે કે, જાના બેઝુઇડેનહાઉટ એરોલની બીજી પત્ની હીડ બેઝુઇડેનહાઉટની દીકરી છે. વર્ષ 1979માં એલન મસ્કની માતા મેય હલ્દમેન મસ્કથી છૂટા પડ્યા બાદ તેમણે તેની સાથે લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્નથી તેમના ત્રણ સંતાન એલન, કિમ્બલ અને ટોસ્કા છે. બીજા લગ્ન વખતે એરોલ મસ્ક 45 વર્ષના અને હીડ 25 વર્ષના હતા.

પિતાને પસંદ નથી કરતા મસ્ક

અહેવાલો અનુસાર, એલન મસ્ક તેમના પિતાને પસંદ કરતા નથી. તેની પાછળનું મુખ્ય કારણ આ જ છે. આ વાત મસ્ક પરિવારને ખબર પડી તો તેમને આંચકો લાગ્યો હતો. એરોલ મસ્કે જણાવ્યું કે, આ ખુલાસા બાદ એલન અને મારા વચ્ચે સંબંધો બગડ્યા. આ કારણે જ એલન મને પસંદ કરતો નથી. આ વાતને લઇને તે બહુ અસહજ ફીલ કરે છે. કેમ કે, જાના તેની સાવકી બહેન છે.
First published:

Tags: Elon musk, International news, Shocking news