અલ-કાયદા (Al-Qaeda) એ કહ્યું છે કે, 'ભગવા આતંકવાદીઓ હવે દિલ્હી (Delhi), મુંબઈ (Mumbai), ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને ગુજરાત (Gujarat) માં તેમના અંતની રાહ જોઈ રહ્યા છે. જેઓ અમારા પયગંબરનું અપમાન કરવાની હિંમત કરે છે તેમને ઉડાવી દેવા માટે અમે અમારા શરીર અને અમારા બાળકોના શરીર પર વિસ્ફોટકો જોડીશું
વોશિંગ્ટનઃ પયગંબર મોહમ્મદ (paigambar muhammad) પર બીજેપી (BJP) ના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા (Nupur Sharma) ના વિવાદિત નિવેદનનો મામલો આખી દુનિયામાં છવાઈ ગયો છે. ઘણા ઈસ્લામિક દેશોએ તેની નિંદા કરી છે અને ભારતીય રાજદૂતોને બોલાવ્યા છે. હવે વૈશ્વિક સ્તરે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા ઇન ધ ઈન્ડિયન સબ-કોન્ટિનેન્ટ (AQIS) એ આ મામલે ભારતને ધમકી આપી છે. AQIS એ તેની ધમકીમાં કહ્યું છે કે, તે દિલ્હી, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મુંબઈમાં હુમલા કરશે અને આમાં તે તેના આત્મઘાતી બોમ્બરોનો ઉપયોગ કરશે.
આતંકવાદી વોચડોગ ફ્લેશપોઈન્ટના સ્થાપક ઈવાન કોલમેને તેમના ટ્વીટમાં જણાવ્યું હતું કે, અલ-કાયદાએ ભારતને ધમકી આપતો સંદેશાવ્યવહાર જાહેર કર્યો છે. કોલમેને પોતાના ટ્વીટમાં અલ-કાયદાને ટાંકીને કહ્યું કે, 'અમે એ લોકોને મારી નાખીશું જેમણે અમારા નબીનું અપમાન કર્યું છે. જેઓ અમારા પયગંબરનું અપમાન કરવાની હિંમત કરે છે તેમને ઉડાવી દેવા માટે અમે અમારા શરીર અને અમારા બાળકોના શરીર પર વિસ્ફોટકો જોડીશું. તેઓને માફી કે દયા નહીં મળે, કોઈ શાંતિ અને સલામતી તેમને બચાવી શકશે નહીં.
જો અમે બદલો ન લઈ શકીએ, તો અમારી માતા અમારાથી જુદી થઈ જાય
ટ્વિટ અનુસાર, અલ-કાયદાએ કહ્યું છે કે, 'ભગવા આતંકવાદીઓ હવે દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં તેમના અંતની રાહ જોઈ રહ્યા છે. તેઓ ન તો તેમના ઘરોમાં અને ન તો આર્મી કેમ્પમાં છુપાઈ શકશે. જો અમે અમારા પ્યારા પયગંબરનો બદલો નથી લઈ શકતા, તો આપણી માતાઓ આપણાથી જુદી થઈ જાય. પાકિસ્તાન ટીટીપી બાદ અલ-કાયદા એ ભાજપના પ્રવક્તાના વિવાદાસ્પદ નિવેદન પર ધમકી આપનાર બીજું મોટું પ્રાદેશિક આતંકવાદી સંગઠન છે.
Al-Qaida in the Indian Subcontinent (AQIS) has issued a communique threatening the "Hindutva terrorists occupying India" over an Indian TV segment in which a BJP party spokesperson encouraged mocking or insulting aspects of Islam, including the Prophet Mohammed.
આતંકવાદીઓ પર નજર રાખતી વેબસાઈટ SITE ઈન્ટેલિજન્સ ગ્રુપે પણ આ અંગે માહિતી આપી છે. વેબસાઈટે જણાવ્યું હતું કે, "અલ-કાયદાએ પયગંબરના અપમાનનો બદલો લેવા ભારતમાં હુમલો કરવાની ધમકી આપી છે." 7 જાન્યુઆરી 2015ના રોજ, અલ-કાયદાએ મોહમ્મદના વાંધાજનક કાર્ટૂન પ્રકાશિત કરવા બદલ પેરિસમાં ચાર્લી હેબ્દો મેગેઝિનની ઓફિસ પર આતંકવાદી હુમલો કર્યો, જેમાં 12 લોકો માર્યા ગયા.
AlQaeda in the Indian Subcontinent in a statement says that they are ready to blow up themselves in Gujrat, UP, Bombay and Delhi while warning the BJP that it’s end is near. pic.twitter.com/nkHLxEzanU
— The Khorasan Diary (@khorasandiary) June 7, 2022
યુએનના રિપોર્ટ અનુસાર AQIS અફઘાનિસ્તાનના નિમરોજ, હેલમંડ અને કંદહાર પ્રાંતમાંથી તાલિબાન હેઠળ કામ કરે છે. અહેવાલો અનુસાર, સંગઠનમાં બાંગ્લાદેશ, ભારત, મ્યાનમાર અને પાકિસ્તાનના 150 થી 200 સભ્યો છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર