Home /News /national-international /કાશ્મીરમાં મોદી સરકારની થઈ જીત: પાકિસ્તાની સેના જોતી રહી ગઈ, અલકાયદાએ ગુસ્સો ઠાલવ્યો
કાશ્મીરમાં મોદી સરકારની થઈ જીત: પાકિસ્તાની સેના જોતી રહી ગઈ, અલકાયદાએ ગુસ્સો ઠાલવ્યો
અલ કાયદા સહિતના આતંકી સંગઠનોનો અંદરોઅંદર સંઘર્ષ
પોતાના સત્તાવાર મેગઝીનમાં અલકાયદાએ કહ્યું કે, ભારત સરકાર કાશ્મીરમાં સફળ સાબિત થઈ છે અને તેના માટે 'પાકિસ્તાનની સુસ્ત પ્રતિક્રિયા અને કાર્યવાહીમાં કમી' જવાબદાર છે.
નવી દિલ્હી: ભારત સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી હતી. વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ થવાની આતંકવાદીઓ અને પાકિસ્તાન જેવા દેશોને મોટો ઝટકો લાગ્યો હતો. ઘાટીમાં શાંતિ સ્થાપિત થતી જોઈને આતંકીઓ ના પેટમાં પાણી રેડાયું છે અને હવે એકબીજાને જવાબદાર ઠેરવી રહ્યા છે. કુખ્યાત આતંકવાદી સંગઠનની ક્ષેત્રિય શાખા ભારતીય ઉપમહાદ્વિપમાં અલકાયદાએ પણ કાશ્મીરમાં ભારત સરકારની સફળતાને સ્વિકારી છે. તેણે ઘાટીમાં ઉગ્રવાદના સંબંધમાં પાકિસ્તાન પર પોતાની ભડાસ નિકાળી છે.
પોતાની સત્તાવાર મેગઝીનમાં અલકાયદાએ કહ્યું કે, ભારત સરકાર કાશ્મીરમાં સફળ સાબિત થઈ છે અને તેના માટે 'પાકિસ્તાનની સુસ્ત પ્રતિક્રિયા અને કાર્યવાહીમાં કમી' જવાબદાર છે. આતંકવાદી સંગઠને પાકિસ્તાની સેના પર કશ્મીર કેન્દ્રીત આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ભારતની મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. મેગેઝીનમાં 1999 કારગિલ યુદ્ધમાં ભારતથી હારવા માટે પાકિસ્તાની સેનાની મજાક ઉડાવી હતી.
કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં આવેલી કમી પર અલકાયદાએ ખુલીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. પોતાની મેગેઝીનમાં અલકાયદાએ પાકિસ્તાની મુસ્લિમોને એકજૂટ થઈને કાશ્મીરમાં આતંક ફેલાવાની અપીલ કરી છે. ભારતમાં અભિન્ન અંગ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદી સંગઠન કોઈ પણ મોટો હુમલો કરવામાં સફળ સાબિત થઈ રહ્યું છે. બીજી તરફ ભારતીય સેના ઘાટીમાં ઢગલાબંધ અલકાયદાના આતંકીઓને મારી રહ્યા છે.
જમ્મુ કાશ્મીર હોય કે, અન્ય રાજ્ય, ભારતીય એજન્સીઓ અલકાયદાની દરેક ચાલને નિષ્ફળ કરી રહ્યું છે. તેનાથી આતંકીઓ ગુસ્સે ભરાયા છે. હાલની ઘટનાઓ પર નજર કરો તે, સપ્ટેમ્બરમાં શ્રીનગરના નૌગામ વિસ્તારમાં સુરક્ષાદળો સાથે અઠડામણમાં અંસાર ગજવાત-ઉલ હિન્દના બે આતંકી માર્યા ગયા હતા. અલકાયદા અંસાર ગજવાત-ઉલ હિન્દુને કાશ્મીરના એકલા આતંકવાદી સંગઠન ગણાવ્યા છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર