કાબુલ : આતંકવાદ સામેના જંગમાં દુનિયાને વધુ એક સફળતા મળી છે. રિપોર્ટ્સ છે કે અમેરિકા તરફથી કરવામાં આવેલા ડ્રોન હુમલામાં અલકાયદાના પ્રમુખ અયમાન અલ જવાહિરીનું મોત (Al Qaeda Chief Al Zawahiri Killed)થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને (joe biden)આ જાણકારી આપી છે. ખાસ વાત એ છે કે 11 સપ્ટેમ્બર 2011માં ઓસામા બિન લાદેનને ઠાર કર્યા પછી આને મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે.
રોયટર્સના રિપોર્ટ પ્રમાણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને સોમવારે જવાહિરીના મોતની જાણકારી આપી હતી. આતંકી જવાહિરીના માથે 25 મિલિયન ડોલરનું ઇનામ હતું. 11 સપ્ટેમ્બર 2001માં અમેરિકામાં થયેલા હુમલામાં જવાહિરી સામેલ હતો, જેમાં લગભગ 3000 લોકોના મોત થયા હતા.
રોયટર્સના મતે ગોપનીયતાની શરત પર અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકાએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર રવિવારે સવારે ડોન સ્ટ્રાઇક કરી હતી. વ્હાઇટ હાઉસમાં આપેલા સંબોધનમાં બાઇડેને કહ્યું કે હવે ન્યાય થઇ ગયો છે અને હવે આ આતંકી નેતા રહ્યો નથી.
પત્રકારો સાથેની વાતચીત દરમિયાન અમેરિકાના ખુફિયા અધિકારીઓને એ વાતનો વિશ્વાસ હતો કે માર્યો ગયેલો વ્યક્તિ જવાહિરી હતો. આ દરમિયાન કોઇ અન્યનું મોત થયું નથી.
અધિકારીઓએ કહ્યું કે જવાહિરી એક સુરક્ષિત ઘરની બાલ્કનીમાં હતો. જ્યારે ડ્રોને તેના પર બે મિસાઇલ દાગી હતી. સ્થળ પર પરિવારના અન્ય સભ્યો ઉપસ્થિત હતા પણ તેમને કોઇ નુકસાન પહોંચ્યું નથી. ફક્ત જવાહિરી માર્યો ગયો છે.
લાદેનના મોત પછી સંભાળી હતી કમાન
2011માં ઓસામા બિન લાદેનના (Osama bin Laden)મોત પછી જલાહિરીએ અલ કાયદાને પોતાના નિયંત્રણમાં લીધું હતું. તે અને લાદેન અમેરિકા પર 9/11 હુમલાના (9/11Attacks) માસ્ટરમાઇન્ડ હતો. જવાહિરી અમેરિકાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંથી એક હતો.
આ ઘટનાને લઇને તાલિબાન સરકારના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે ટ્વિટ કરીને કહ્યું કે કાબુલના શેરપુર વિસ્તારામં એક સ્થાનીય ઘરમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. આ એર સ્ટ્રાઇકની ઘટનાની ટિકા કરી છે. એસોસિએટેડ પ્રેસના એક રિપોર્ટ પ્રમાણે સઉદી અરબે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનની અલકાયદા નેતા અલ જવાહિરીના હત્યાની જાહેરાતનું સ્વાગત કર્યું છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર