અલ કાયદા ચીફ જવાહિરીએ કાશ્મીરને લઈ ભારતીય સેના અને સરકારને ધમકી આપી

અલ જવાહિરીએ કાશ્મીરમાં આતંક ભડકાવવા માટે એક સંદેશ જાહેર કર્યો છે

News18 Gujarati
Updated: July 10, 2019, 2:33 PM IST
અલ કાયદા ચીફ જવાહિરીએ કાશ્મીરને લઈ ભારતીય સેના અને સરકારને ધમકી આપી
al-qaeda-chief-al-zawahari-thretens-indian-government-and-army
News18 Gujarati
Updated: July 10, 2019, 2:33 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : ઓસામા બિન લાદેનના આતંકી સંગઠન અલ કાયદાના ખૂંખાર આતંકવાદી અલ જવાહિરીએ કાશ્મીરને લઈ ભારતને ધમકી આપી છે. જવાહિરીએ કાશ્મીરમાં આતંક ભડકાવવાને લઈ સંદેશ જાહેર કર્યો છે. જવાહિરીએ 'કાશ્મીર કો મત ભૂલના' નામથી સંદેશ જાહેર કર્યો છે.

આતંકવાદીઓ જેહાદી-મુજાહિદીન ગણાવતાં જવાહિરીએ કહ્યું છે કે કાશ્મીરમાં લડી રહેલા જેહાદીઓને પાકિસ્તાની એજન્સીઓથી પકડમાંથી છોડાવવા જોઈએ. મુજાહિદીનોને શરિયાના હિસાબથી પોતાની રણનીતિ બનાવવી જોઈએ. જવાહિરીએ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોની વિરુદ્ધ જેહાદ છેડવા માટે કહ્યું છે.

14 મિનિટના સંદેશમાં જવાહિરીએ કહ્યું, "મારા વિચારથી કાશ્મીરમાં મુજાહિદીનને એકાગ્રતાથી ભારતીય સેના અને સરકાર પર નિશાન સાધવું જોઈએ. તેમને ફિદાયીન હુમલાને અંજામ આપવો જોઈએ. તેનાથી ભારતીય અર્થવ્યવસ્થા પર ખાસી અસર થશે. સાથોસાથ ભારતને સૈનિકોની ભારે ઘટનો સામનો કરવો પડશે."

આ પણ વાંચો, દુનિયાભરના અનેક મુસલમાન કેમ કરી રહ્યા છે હજ યાત્રા બહિષ્કારની માંગ

જવાહિરી જે સમયે બોલી રહ્યો હતો ત્યારે જાકિર મૂસાની તસવીર સ્ક્રીન પર દેખાતી હતી, પરંતુ તેણે તેનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. આ વર્ષે કાશ્મીરમાં સુરક્ષાદળોએ તેને ઠાર માર્યો હતો. જાકિર મૂસા અનસાર ગજવાત-ઉલ-હિન્દનો પ્રમુખ હતો. તે સંગઠન અલ-કાયદા સાથે પણ જોડાયેલો હતો.

કોણ છે અલ જવાહિરી?
Loading...


'વોલ સ્ટ્રીટ જનરલ' મુજબ અલ જવાહિરીએ 1988માં અલ-કાયદાની સ્થાપના કરવામાં લાદેનની મદદ કરી હતી અને તેણે અફઘાનિસ્તાન તથા પાકિસ્તાનમાં સંગઠનની પ્રવૃત્તિઓનું નેતૃત્વ કર્યુ હતું. બાદમાં લાદેને જવાહિરીને બાજુમાં મૂકી દીધ હતો, કારણ કે તેની પાસે અલ-કાયદાની પ્રવૃત્તિઓ માટે પૈસા નહોતા બચ્યા અને સંગઠનમાં તેની લોકપ્રિયતા ઘટવા લાગી હતી. બાદમાં લાદેનના મોત બાદ તે અલ-કાયદાનો પ્રમુખ બની ગયો હતો.
First published: July 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...