નિર્ભયાના દોષિયોનો નવો દાવ, ફાંસીના ત્રણ દિવસ પહેલા અક્ષયે ફરી દયા અરજી કરી

News18 Gujarati
Updated: February 29, 2020, 9:17 PM IST
નિર્ભયાના દોષિયોનો નવો દાવ, ફાંસીના ત્રણ દિવસ પહેલા અક્ષયે ફરી દયા અરજી કરી
નિર્ભયાના દોષિતોના બધા વિકલ્પ ખતમ, ફાઇનલ તારીખ માટે ગુરુવારે 2 વાગે સુનાવણી

3 માર્ચના રોજ નિર્ભયાના ચારેય દોષિતોને ફાંસી થવાની છે

  • Share this:
નવી દિલ્હી : દિલ્હીમાં 2012માં થયેલા બહુચર્ચિત નિર્ભયા ગેંગરેપ કેસ (Nirbhaya Gang Rape Case)માં ફાંસીની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ આરોપી નવા દાવ અજમાવી રહ્યા છે. ચારેય દોષિતોમાંથી એક અક્ષયે(Akshay) ફરી એક વખત દયા અરજી(Mercy Plea) કરી છે. આ દયા અરજીમાં દોષિત અક્ષયે દાવો કર્યો છે કે તેની પહેલા દાખલ કરવામાં આવેલી દયા અરજી જે ફગાવી દેવામાં આવી હતી, તેમાં બધા તથ્ય ન હતા. ઉલ્લેખનીય છે કે 3 માર્ચના રોજ નિર્ભયાના ચારેય દોષિતોને ફાંસી થવાની છે.

બીજી તરફ દોષિત પવનની સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ક્યૂરેટિવ પિટિશન પર જસ્ટિસ એનવી રમન્નાની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટના 5 જજોની ખંડપીઠ સોમવારે સુનાવણી કરશે. આ બેન્ચમાં જસ્ટિસ રમન્ના સિવાય, જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ નરીમન, જસ્ટિસ ભાનુમતિ અને જસ્ટિસ અશોક ભૂષણ સામેલ છે.

આ પણ વાંચો - US-તાલિબાન વચ્ચે શાંતિ સમજુતી : 14 મહિનાની અંદર અમેરિકા બધા સૈનિકોને પાછા બોલાવી લેશે

ઉલ્લેખનીય છે કે નિર્ભયા ગેંગરેપ મામલાના ચાર દોષિતોમાં એક પવન કુમાર ગુપ્તાએ શુક્રવારે એક ક્યુરેટિવ પિટિશન દાખલ કરી હતી. પવને ફાંસીની સજાને આજીવન કારાવાસમાં બદલવાની માંગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે નિર્ભયા કેસ ડિસેમ્બર 2012માં થયો હતો. જેમાં 23 વર્ષીય પેરામેડિકલ વિદ્યાર્થિની સાથે ચાલુ બસમાં 6 લોકોએ ગેંગરેપ કર્યો હતો અને તે પછી ચાલુ બસથી તેને ફેંકી દેવામાં આવી હતી. આ બાદ નિર્ભયાનું મોત થયું હતું. નીચલી કોર્ટથી લઇને સુપ્રીમ કોર્ટે આ આરોપીઓને દોષી જાહેર કરી 22 જાન્યુઆરીએ તેના ચાર દોષીઓને ફાંસીની સજા આપવાનો આદેશ કર્યો હતો.
First published: February 29, 2020, 9:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading