દિલ્હીઃ આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલશે અક્ષરધામ મંદિર, બદલાયેલા ટાઇમિંગની સાથે આ શરતો પર મળશે એન્ટ્રી

દિલ્હી અક્ષરધામ મંદિરમાં પ્રવેશ માટે માનવી પડશે આ શરતો, શ્રદ્ધાળુઓમાં લોકપ્રિય વૉટર શૉને સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે શરૂ કરવામાં આવશે

દિલ્હી અક્ષરધામ મંદિરમાં પ્રવેશ માટે માનવી પડશે આ શરતો, શ્રદ્ધાળુઓમાં લોકપ્રિય વૉટર શૉને સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે શરૂ કરવામાં આવશે

 • Share this:
  નવી દિલ્હીઃ વિશ્વ પ્રસિદ્ધ અક્ષરધામ મંદિર (Akshardham Mandir)ના દ્વારા મંગળવારથી શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે. કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને ધ્યાને લઈ 24 માર્ચે દેશવ્યાપી લૉકડાઉન (Lockdown in India)નો જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદથી અક્ષરધામ મંદિર બંધ હતું. લગભગ સાડા છ મહિના બાદ મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, મંદિરમાં પ્રવેશ કરતાં પહેલા લોકોને કેટલીક શરતોનું પાલન કરવું પડશે નહીં તો તેમેન એન્ટ્રી નહીં આપવામાં આવે.

  મંદિરમાં પ્રવેશ માટે માનવી પડશે આ શરતો

  અક્ષરધામ મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે મંગળવારથી ખોલવામાં આવી રહ્યા છે, પરંતુ તેના માટે કેટલીક શરતો રાખવામાં આવી છે. હવે એ જ લોકો મંદિરમાં જઈ શકશે જેઓએ માસ્ક પહેરી રાખ્યો હશે. માસ્ક પહેરવો અનિવાર્ય કરવામાં આવ્યો છે. તેની સાથે જ પોતાની સાથે સેનિટાઇઝર પણ રાખવું પડશે. નવી જોગવાઈઓ હેઠળ શ્રદ્ધાળુઓને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ કડકકાઈથી પાલન કરવું પડશે. આ ઉપરાંત એન્ટ્રી ગેટ પર થર્મલ સ્કેનિંગ પણ કરવામાં આવશે. કોરોના વાયરસના સંક્રમણ ફેલાવાને રોકવા માટે આ તમામ સુરક્ષા ઉપાય અપનાવવામાં આવશે, જેથી લોકો સંક્રમણથી સુરક્ષિત રહી શકે.

  આ પણ વાંચો, ગુજરાત પેટા-ચૂંટણી : કોંગ્રેસે પાંચ ઉમેદવારના નામ જાહેર કર્યા, જાણો કોને-કોને મળી ટિકિટ

  આ પણ વાંચો, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 3 મહિના પૂરતી મોકૂફ, રાજ્ય ચૂંટણી પંચે કરી જાહેરાત

  મંદિરના ટાઇમિંગમાં ફેરફાર કરાયો

  કોરોના સંક્રમણથી બચાવના ઉપાયોની સાથે જ અક્ષરધામ મંદિરમાં પ્રવેશના ટાઇમિંગ પણ બદલવામાં આવ્યા છે. મળતી જાણકારી મુજબ, સાંજે 5:00થી 6:30ની વચ્ચે જ મંદિરમાં પ્રવેશ કરી શકાશે. સાડા છ વાગ્યા બાદ મંદિર પરિસરમાં પ્રવેશની મંજૂરી નહીં મળે. આ ઉપરાંત મોડી સાંજે 8:15 વાગ્યા સુધીમાં મંદિર બંધ કરી દેવામાં આવશે. તેનો અર્થ એ થયો કે નિર્ધારિત સમયમાં જ દર્શન કરી બહાર આવવું પડશે. જોકે, ઝાંકી, પ્રદર્શની અને અભિષેક મંડપને હાલ બંધ જ રાખવામાં આવશે. શ્રદ્ધાળુઓમાં લોકપ્રિય વૉટર શૉને સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે મંગળવારથી જ શરૂ કરવામાં આવશે.
  Published by:Mrunal Bhojak
  First published: