Home /News /national-international /

ઉન્નાવ રેપ કેસ : અખિલેશ યાદવે ટ્વીટ કરીને માગ્યું CM યોગી આદિત્યનાથનું રાજીનામું

ઉન્નાવ રેપ કેસ : અખિલેશ યાદવે ટ્વીટ કરીને માગ્યું CM યોગી આદિત્યનાથનું રાજીનામું

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વીટ કરીને સીએમ યોગી પાસેથી નૈતિક આધાર ઉપર રાજીનામું માગ્યું છે.

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વીટ કરીને સીએમ યોગી પાસેથી નૈતિક આધાર ઉપર રાજીનામું માગ્યું છે.

    ઉન્નાવ રેપ કેસ મામલે બીજેપી ધારાસભ્ય ઉપર લાગેલા આરોપ અને રેપ પીડિતાના પિતાનું જેલમાં શંકાસ્પદ મોત ઉપર રાજનીતિ તેજ થઇ ગઇ છે. આ કેસમાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વીટ કરીને સીએમ યોગી પાસેથી નૈતિક આધાર ઉપર રાજીનામું માગ્યું છે. આ ઉપરાંત તેમણે પોલીસ કસ્ટડીમાં થયેલા મોતની પણ નિષ્પક્ષ તપાસની માગણી કરી છે.

    નૈતિક જવાબદારી સ્વિકારી CMએ રાજીનામું આપી દેવું જોઇએ
    અખિલેશ યાદવે ટ્વીટ કરીને મુખ્યમંત્રી આવાસ ઉપર આત્મવિલોપનની કોશિશ કરનારા દુષ્કર્મ પીડિતાના પિતાની પોલીસ કસ્ટડીમાં દર્દનાક મોતને અત્યંત દુખદાયી ગણાવી છે. આ કેસની સર્વોચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસ થવી જોઇએ. મહિલાઓના માનની રક્ષા માટે નૈતિક જવાબદારી લઇને મુખ્યમંત્રીએ તરત જ રાજીનામું આપી દેવું જોઇએ.



    પીડિતાએ પહેલા જ કહ્યું હતું તેના જીવને જોખમ છે, છતાં સુરક્ષા ન અપાઇ
    આ પહેલા સમાજવાદી પાર્ટીના પ્રવક્તા જૂહી સિંહે કહ્યું કે આરોપ લાગવા છતાં પણ અધિકારીઓએ કહ્યું કે જૂની દુશ્મની છે. તેમણે પૂછ્યું છે કે બીજેપી ધારાસભ્ય અને એડીજી અધિકારીઓ પર કાર્યવાહી કેમ થતી નથી? બીજેપી સરકાર હમેશા એન્કાઉન્ટર, એન્કાઉન્ટર કહે છે. આ પણ એન્કાઉન્ટર છે. હત્યા છે. યુવતીએ પહેલાથી જ કહ્યું હતું કે, તેના જીવને ખતરો છે. જોકે, સુરક્ષા આપવામાં આવી નથી. જોકે તેના પિતાનું આજે મૃત્યું થયું છે. તેમણે કહ્યું છે કે આ મુદ્દે એડીજીને સસ્પેન્ડ કરવા જોઇએ. નહીં તો મુખ્યમંત્રી રાજીનામું આપે.

    યોગીના શાસનમાં કાયદો અને વ્યવસ્થા ફેલ, મોદીજી મૌન
    કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સૂરજેવાલાએ ટ્વીટ કરીને આ ઘટનાને ભયાનક અને બર્બર ગણાવી દીધા છે. તેમણે લખ્યું છે કે, દુષ્કર્મ પીડિતા આત્મહત્યાની કોશિશ કરી રહી છે. અને તેમના પિતાની પોલીસ કસ્ટડીમાં માર માર્યા બાદ મોત થઇ રહ્યું છે. યુપીની ભાજપ સરકાર આરોપીઓને પકડવાના બદલે પીડિતોને પકડી રહી છે. યુપીમાં ગૂંડા રાજ ચાલી રહ્યું છે. બસપાના સુધીન્દ્ર ભદોરિયાએ બળાત્કાર પીડિતાના પિતાની પોલીસ કસ્ટડીમાં મોત થયું છે જે ગંભીર બાબત છે. યોગીના શાસનમાં કાયદો અને વ્યવસ્થા ફેલ છે અને મોદીજી મૌન છે. જનતા ત્રાહિમામ પોકારી રહી છે.

    કેસ પાછો ન ખેંચવા બદલ ધારાસભ્યના ભાઇઓએ પીડિતાના પિતાને માર્યો હતો ઢોર માર
    ઉલ્લેખનીય છે કે, રવિવારે લખનઉ સ્થિત મુખ્યમંત્રી આવાસની સામે રેપ પીડિતાએ આત્મવિલોપનની કોશિશ કરી હતી. આજ તેમના પિતાની ઉન્નાવ જેલમાં રહસ્યમય પરિસ્થિતિયોમાં મોત થયું હતું. પરિવારજનોએ રેપના આરોપી બીજેપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર ઉપર જેલમાં હત્યા કરાવવાનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે ત્રણ એપ્રિલે કેસ પાછો ન ખેંચવા બદલ ધારાસભ્યના ભાઈઓએ પીડિતાના પિતાને ઢોર માર માર્યો હતો. પરિવારજનોનો આરોપ છે કે ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં પોલીસે પીડિત સામે કેસ દાખલ કરીને જેલ ભેગો કરી દીધો હતો. સોમવારે જેલમાં હાલત ખરાબ થયા પછી રેપ પીડિતાના પિતાને જિલ્લા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Resign, Tweet, Yogi adityanath, અખિલેશ યાદવ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन