Home /News /national-international /ટ્વીટર પર જાહેરાતઃ અખિલેશે કહ્યું AAP સાથે, કેજરીવાલે કહ્યું અમે પણ

ટ્વીટર પર જાહેરાતઃ અખિલેશે કહ્યું AAP સાથે, કેજરીવાલે કહ્યું અમે પણ

  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે મંગળવારે સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવ સાથે ફોન પર વાતચીત કરી. બંને નેતાઓએ 23 તારીખે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદની રણનીતિ પર વિચાર-વિમર્શ કર્યા.

  આપના રાજ્યસભા સભ્ય સંજય સિંહે જણાવ્યું કે બંને નેતાઓએ નક્કી કર્યું છે કે તેમની પ્રાથમિકતા ભારતીય જનતા પાર્ટીને કેન્દ્રીની સત્તામાં આવતા રોકવાની છે. મોડી રાતે અખિલેશ યાદવે સંજય સિંહની સાથે પોતાની તસવીર ટ્વીટ કરી કહ્યું કે 'આપની સાથે', જેના જવાબમાં કેજરીવાલે ટ્વીટ કરી કહ્યું કે 'અમે પણ આપની સાથે છીએ અખિલેશજી'

  ઉલ્લેખનીય છે કે સોમવારે અખિલેશ યાદવે પોતાના ગઠબંધન સહયોગી અને બસપા સુપ્રીમો માયાવતી સાથે લખનઉમાં મુલાકાત કરી. બંને નેતાઓી બેઠક અંદાજે એક કલાક ચાલી. આ પહેલા શનિવારે ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ અખિલેશ યાદવ અને માયાવતીથી અલગ અલગ મુલાકાત કરી હતી.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: BSP, અખિલેશ યાદવ, આપ, દિલ્હી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन