અમર સિંહ અને મુલાયમ એક મંચ પર, પાર્ટીમાં પરત આવવાની અટકળો તેજ

ઉત્તરપ્રદેશ# સમાજવાદી પાર્ટીથી કાઢી મુકાયેલા અમર સિંહની પાર્ટીમાં પરત આવવાની ચર્ચા શરૂ થઇ છે. ગુરૂવારે લખનૌઉમાં યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન મુલાયમ સિંહ યાદવ અને અમર સિંહ ઘણા સમય બાદ એક સાથે દેખાયા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં અખિલેશ યાદવે ખુદ અમર સિંહનો હાથ પકડીને સ્ટેજ પર લઇ આવ્યા અને તેઓને મુલાયમ સિંહના બાજુમાં બેસાડ્યા હતા.

ઉત્તરપ્રદેશ# સમાજવાદી પાર્ટીથી કાઢી મુકાયેલા અમર સિંહની પાર્ટીમાં પરત આવવાની ચર્ચા શરૂ થઇ છે. ગુરૂવારે લખનૌઉમાં યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન મુલાયમ સિંહ યાદવ અને અમર સિંહ ઘણા સમય બાદ એક સાથે દેખાયા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં અખિલેશ યાદવે ખુદ અમર સિંહનો હાથ પકડીને સ્ટેજ પર લઇ આવ્યા અને તેઓને મુલાયમ સિંહના બાજુમાં બેસાડ્યા હતા.

  • News18
  • Last Updated :
  • Share this:
ઉત્તરપ્રદેશ# સમાજવાદી પાર્ટી માંથી કાઢી મુકાયેલા અમર સિંહની પાર્ટીમાં પરત આવવાની ચર્ચા એ જોર પકડ્યું છે. ગુરૂવારે લખનૌઉમાં યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન મુલાયમ સિંહ યાદવ અને અમર સિંહ ઘણા સમય બાદ એક સાથે એક મંચ પર દેખાયા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં અખિલેશ યાદવે ખુદ અમર સિંહનો હાથ પકડીને સ્ટેજ પર લઇ આવ્યા અને તેઓને મુલાયમ સિંહના બાજુમાં બેસાડ્યા હતા.

અમર સિંહને મુલાયામની બાજુમાં બેસાડાયા, જે એવા સંકેટ આપી રહ્યાં છે કે, અમર સિંહ પાર્ટીમાં પરત ફરે તેવી શક્યતા દેખાય રહી છે. આવા કોઇપણ કાર્યક્રમમાં મોટા ભાગે અખિલેશ યાદવ મુલાયમની બાજુમાં જ બેસતા હોય છે.

સમાજવાદી પક્ષના  દિગ્ગજ નેતા આઝમ ખાન યૂપી સરકારના દરેક કાર્યક્રમમાં જોવા મળે છે. સીએમ સાથે પણ તેઓ નજર આવે છે. પરંતુ આજના કાર્યક્રમમાં તેઓ ગેરહાજર રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, આઝમ ખાન અને અમર સિંહ વચ્ચે યુદ્દ ચાલી રહ્યું છે, જે જગજાહેર છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, અમર સિંહના કારણે જ આઝમ ખાન કાર્યક્રમમાં ગેરહાજર રહ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે, દાદરીકાંડ મામલાને આઝમ ખાને યૂએનમાં લઇ જવાની ધમકી આપી હતી. જેના બાદ અખિલેશને નિવેદન આપવું પડ્યું હતુ કે, સપા માંથી કોઇ યૂએન નહીં જાય. ત્યારબાદ આઝમે રાજીનામું આપવાની ધમકી આપી હતી.  માનવામાં આવે છે કે, આઝમના તેવર પર લગામ લગાવવા માટે પણ સપા અમર સિંહને પાર્ટીમાં પરત બોલાવી શકે છે.

ઉત્તરપ્રદેશમાં 2017માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મુલાયમ સિંહ હંમેશા કાર્યક્રમ દરમિયાન સપા સરકાર અને પોતાના મંત્રીઓની નિંદા કરતા દેખાય છે. એવામાં, તેઓ પોતાના જૂના સાથી અમર સિંહ પર ફરી એકવાર ભરોસો મુકી શકે છે.

સપામાંથી કેમ કાઢવામાં આવ્યા હતા અમર સિંહ?

2007માં સપાની હાર માટે પાર્ટીના સિનિયર નેતાઓએ અમર સિંહને જવાબદાર ઠેરાવ્યા હતા. હવે આ કાર્યક્રમમાં અમર સિંહ, અખિલેશ અને મુલાયમ સિંહ એક સાથે દેખાયા બાદ નવી અટકળો શરૂ થઇ છે.
First published: