Home /News /national-international /UP Election 2022: મતગણતરી પહેલા અખિલેશ યાદવનો આરોપ- EC અધિકારીઓ EVM સાથે છેડછાડ કરી રહ્યા છે

UP Election 2022: મતગણતરી પહેલા અખિલેશ યાદવનો આરોપ- EC અધિકારીઓ EVM સાથે છેડછાડ કરી રહ્યા છે

લોકશાહીની આ છેલ્લી લડાઈ છે; અખિલેશે મતગણતરી પહેલા EVM સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો છે.

UP Election Results News:: ઉત્તર પ્રદેશ (UP Election Result)ના 10 માર્ચે આવનારા પરિણામોની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન યુપી ચૂંટણીના મોટાભાગના એક્ઝિટ પોલ (Exit Poll)માં ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર બને તેવું જોવા મળી રહ્યું છે. એક્ઝિટ પોલ (UP Exit Poll)ના જાહેર થયેલા પરિણામો પર સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ફરી એકવાર પ્રતિક્રિયા આપી છે.

વધુ જુઓ ...
ઉત્તર પ્રદેશ (UP Election Result)ના 10 માર્ચે આવનારા પરિણામોની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન યુપી ચૂંટણીના મોટાભાગના એક્ઝિટ પોલ (Exit Poll)માં ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર બને તેવું જોવા મળી રહ્યું છે. એક્ઝિટ પોલ (UP Exit Poll)ના જાહેર થયેલા પરિણામો પર સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ફરી એકવાર પ્રતિક્રિયા આપી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે (Akhilesh Yadav) કહ્યું કે આ એક્ઝિટ પોલ એવી છાપ ઉભી કરવા માંગે છે કે ભાજપ જીતી રહ્યું છે. એટલું જ નહીં તેમણે ચૂંટણી પંચના અધિકારીઓ પર ઈવીએમ સાથે ચેડા કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર અખિલેશ યાદવે કહ્યું કે એક્ઝિટ પોલ એવી છાપ ઉભી કરવા માંગે છે કે ભાજપ જીતી રહી છે. આ લોકશાહીની આ છેલ્લી લડાઈ છે. ઉમેદવારોને જાણ કર્યા વગર ઈવીએમ પહોંચાડવામાં આવી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના વડાએ વધુમાં કહ્યું કે જો આ રીતે ઈવીએમનું પરિવહન થઈ રહ્યું છે તો આપણે સાવધાન રહેવાની જરૂર છે. આ ચોરી છે. આપણે આપણો મત બચાવવાની જરૂર છે. અમે આની વિરુદ્ધ કોર્ટમાં જઈ શકીએ છીએ પરંતુ તે પહેલા હું લોકોને લોકશાહી બચાવવા માટે અપીલ કરવા માંગુ છું.

આ પણ વાંચો -international flights : 2 વર્ષ પછી 27 માર્ચે ફરી શરૂ થશે ઈન્ટરનેશનલ ફ્લાઈટસ, સરકારે આપી મંજૂરી

અખિલેશ યાદવે વધુમાં કહ્યું કે સમાજવાદી પાર્ટી અયોધ્યામાં જીતી રહી છે, તેથી ભાજપ ડરી ગઈ છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે ચૂંટણી પંચના અધિકારીઓ EVM સાથે ચેડાં કરી રહ્યાં છે. જણાવી દઈએ કે સોનભદ્રમાં પણ સપાના નેતાઓએ સ્ટ્રોંગ રૂમ કોમ્પ્લેક્સ તરફ જતા બે સરકારી વાહનોને પકડ્યા છે, જેમાં સીલ અને મતપેટીઓ મળી આવી છે.

આ પણ વાંચો- Ahmedabad Murder: એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં છરીના ઘા ઝીંકીને મહિલાની હત્યા કરી, ઘટના CCTV માં કેદ

લખનઉમાં પત્રકાર પરિષદને સંબોધતા સપા પ્રમુખ અખિલેશ યાદવે કાર્યકર્તાઓને સંદેશ આપ્યો કે જો તમે વોટ આપ્યો છે તો વોટ બચાવો. હવે ઈવીએમને ત્રણ દિવસ સુધી સાચવવા પડશે. ખેડૂતો જેમ બેઠા છે તેમ કામદારોએ પણ બેસવું પડશે. લોકશાહીને બચાવવા દરેકે આગળ આવવું પડશે. નોંધનીય છે કે યુપીમાં સાત તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે અને પરિણામ 10 માર્ચે જાહેર કરવામાં આવશે.
First published:

Tags: Exit Poll Results 2022, Exit polls, UP Election, UP Elections 2022, Uttar prades, Uttar pradesh election