ઓવૈસીને અખાડા પરિષદના અધ્યક્ષનો જવાબ -'અયોધ્યા બાદ હવે કાશી અને મથુરાને મુક્ત કરાવીશું'

ઓવૈસીને અખાડા પરિષદના અધ્યક્ષનો જવાબ -'અયોધ્યા બાદ હવે કાશી અને મથુરાને મુક્ત કરાવીશું'
મહંત નરેન્દ્રગીરી.

ઓવૈસીએ એ વાત સમજી લેવી પડશે કે પાકિસ્તાન મુસ્લિમ બહુમતિ ધરાવતો હોવાથી મુસ્લિમ રાષ્ટ્ર બની શકે છે, તો ભારત હિન્દુ બહુમતિ ધરાવતો દેશ હોવા છતાં તે હિન્દુ રાષ્ટ્ર કેમ ન બની શકે?

 • Share this:
  પ્રયાગરાજ : અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર રામ મંદિરના ભૂમિપૂજન અંગે AIMIMના સાંસદ અસદુદ્દીન ઓવૈસી (AIMIM MP Asaduddin Owaisi)ના નિવેદન પર સાધુ સંતોની સર્વોચ્ચ સંસ્થા ભારતીય અખાડા પરિષદે (Akhil Bhartiya Akhada Parishad) પલટવાર કર્યો છે. અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગીરીએ કહ્યુ છે કે ઓવૈસીએ એ વાત સમજી લેવી પડશે કે પાકિસ્તાન મુસ્લિમ બહુમતિ ધરાવતો હોવાથી મુસ્લિમ રાષ્ટ્ર બની શકે છે, તો ભારત હિન્દુ બહુમતિ ધરાવતો દેશ હોવા છતાં તે હિન્દુ રાષ્ટ્ર કેમ ન બની શકે?

  'ભારત હિન્દુ રાષ્ટ્ર, અહીં તમામ ધર્મોને સન્માન'  મહંત નરેન્દ્રગીરીએ કહ્યુ કે વાસ્તવમાં ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે પરંતુ અહીં તમામ ધર્મોનું સન્માન કરવામાં આવે છે. તેમણે કહ્યુ કે બીજા ધર્મમાં માનતા લોકોનું પણ અમે એટલું જ સન્માન કરીએ છીએ. તેમને ગળે લગાડીએ છીએ અને તેમના પ્રત્યે આસ્થા પણ રાખીએ છીએ. અખાડા પરિષદના અધ્યક્ષે કહ્યુ કે, જ્યારે કોઈ અમારા ધર્મને લલકારે છે અને અપશબ્દો બોલે છે ત્યારે અમે તેનો સામનો કરવા માટે પણ તૈયાર રહીએ છીએ.

  આ પણ વાંચો :  દીકરીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવાની જીદ કરતા પિતાએ માથામાં ધોકો મારી પતાવી દીધી

  હિન્દુઓએ સેંકડો વર્ષ સુધી રાહ જોઈ

  તેમણે કહ્યુ કે રામ મંદિરનું નિર્માણ બંધારણના દાયરામાં રહીને સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જ થઈ રહ્યું છે. મંદિરના નિર્માણ માટે હિન્દુઓએ સેંકડો વર્ષોની રાહ જોઈ છે. હિન્દુઓએ કોર્ટના નિર્ણયની પણ રાહ જોઈ છે. કોર્ટના નિર્ણય બાદ જ પીએમ નરેન્દ્ર મોદીએ અહીં આવીને ભૂમિપૂજન કર્યું હતું અને મંદિરની આધારશિલા મૂકી હતી.

  નીચે વીડિયોમાં જુઓ : અમદાવાદની શ્રેય હૉસ્પિટલને સીલ કરી દેવામાં આવી

  પાંચમી ઓગષ્ટના દિવસને શ્રીરામ આઝાદી દિવસ તરીકે મનાવીશું

  મહંતગીરીએ કહ્યુ કે સંત મહાત્માઓ માટે પાંચમી ઓગસ્ટનો દિવસ મોટો દિવસ છે. જે રીતે દેશને 15મી ઓગસ્ટના રોજ આઝાદી મળી હતી, એવી રીતે સાધુ સંતો દર વર્ષે પાંચમી ઓગસ્ટના દિવસને શ્રીરામ આઝાદી દિવસ તરીકે મનાવશે. મહંત નરેન્દ્રગીરીએ કહ્યુ કે અયોધ્યામાં રામ જન્મભૂમિની લડાઈ હવે સમાપ્ત થઈ છે. હવે વારાણસી અને મથુરાને મુક્ત કરાવવાનો વારો છે. કાશી અને મથુરા હિન્દુઓ માટે કલંક છે, જેને મીટાવવું જરૂરી છે. શાંતિપૂર્ણ રીતે આંદોલન ચલાવીને અને કોર્ટમાં કેસ લડીને કાશી અને મથુરાને પણ અયોધ્યાની જેમ મુક્ત કરાવીશું.
  Published by:Vinod Zankhaliya
  First published:August 06, 2020, 18:01 pm

  ટૉપ ન્યૂઝ