VHPની ધર્મ સંસદમાં સંતો ભડક્યા, મોહન ભાગવત વિરુદ્ધ નારેબાજી થઈ

News18 Gujarati
Updated: February 1, 2019, 6:14 PM IST
VHPની ધર્મ સંસદમાં સંતો ભડક્યા,  મોહન ભાગવત વિરુદ્ધ નારેબાજી થઈ
ધર્મ સંસદમાં સંતોએ ભાગવતના ભાષણ બાદ હોબાળો મચાવ્યો હતો.

રામ મંદિરના નિર્માણમાં વિલંબ થતો હોવાથી નારાજ થયેલા સંતોએ ધર્મ સંસદનો બહિષ્કાર કર્યો

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: પ્રયાગરાજમાં કુભ મેળવાની વચ્ચે યોજાયેલી ધર્મ સંસદમાં ગરમા ગરમી થઈ હતી.  ધર્મ સંસદમાં રાષ્ટ્રીય સ્વયંસેવકના વડા મોહન ભાગવતનું ભાષણ સમાપ્ત થયા બાદ કેટલાક સંતોએ ઊભા થઈને તેમની વિરુદ્ધમાં નારેબાજી કરી હતી. ભાગવતે પોતાના ભાષણમાં કહ્યું હતું કે મંદિર નિર્માણ માટે એક કાર સેવાથી કંઈ નહીં થાય તાકાત હોય તો બીજી કાર સેવા કરો. ભાગવતના આ નિવેદનથી ભડકેલા સંતોએ મંદિર નિર્માણની તારીખની માગ સાથે તેમની વિરુદ્ધ નારેબાજી કરતા માહોલ ગરમાયો હતો.

બીજી બાજુ ધર્આમ સંસદમાં મંદિર નિર્માણની તારીખ જાહેર ન થવાથી નારાજ અખાડા પરિષદના સંતોએ ધર્મ સંસદનો વિરોધ કર્યો હતો. ઘટનાના પગલે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગીઆદિત્યનાથ પ્રયાગરાજ દોડી ગયા હતા. કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના વડા મોહન ભાગવતે પણ ભાગ લીધો હતો. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજીત ધર્મ સંસદનો અખાડાએ બહિષ્કાર કર્યો છે. જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીના વડપણ હેઠળ આગામી 21મી ફેબ્રુઆરીએ 'ચલો અયોધ્યા'નો કોલ આપવામાં આવ્યો છે. સંતોએ એલાન કર્યુ છે કે તેઓ અયોધ્યા જઈને મંદિરની ઈંટ મૂકશે.

આ પણ વાંચો:  રામ મંદિર મુદ્દે શંકરાચાર્ય સ્વરૂપાનંદે કહ્યું, '21 ફેબ્રુ.એ પહેલી ઈંટ મૂકાશે'

સંઘના વડા મોહન ભાગવતે પણ મંદિરના નિર્માણની માગ કરી છે. તેમણે કહ્યું છે કે વહેલી તકે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણય થવું જોઈએ. મંદિર નિર્માણના મુદ્દે નારાજ સંઘના વડા મોહન ભાગવત સાથે મુખ્ય મંત્રી યોગીઆદિત્યનાથે બે કલાકની મીટિંગ યોજી હતી. જોકે, આ મીટિંગમાં શું ચર્ચા થઈ તેનો ઉલ્લેખ તેમણે કર્યો નહોતો.

આ બધાની વચ્ચે મુખ્ય મંત્રી યોગી રામ જન્મભૂમિ ન્યાસના વડા નૃત્ય ગોપાલ દાસ, જૂના અખાડાના વડા અવધેશાનંદ ગિરીને મળ્યા હતા.

અખાડા પરિષદના વડા આચાર્ય નરેન્દ્ર ગિરીએ જણાવ્યું હતું કે “કેનદ્ર્એ ચાર વર્ષ સુધી રામ મંદિરના મુદ્દે મૌન રાખ્યું અને હવે સુપ્રિમ જઈને જે જમીન પર વિવાદ નથી તેની માંગણી કરી રહ્યું છે. મંદિર નિર્માણ સાથે વિશ્વ હિંદુ પરિષદને કંઈ લેવા દેવા નથી. નિર્માણની માંગ અખાડા પરિષદની છે. વીએચપી આ કેસમાં પક્ષકાર જ નથી તે ફક્ત રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ કરી રહી છે. ” 

 

 

 

 

 
First published: February 1, 2019, 5:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading