Mahant Narendra Giri death: ક્યારેક પોલીસ તો ક્યારેક રાજનેતા સાથે, હંમેશા વિવાદોમાં ઘેરાયેલા રહ્યા મહંત નરેન્દ્ર ગિરિ

મહંત નરેન્દ્ર ગિરિ હંમેશા વિવાદોમાં ઘેરાયેલા રહ્યા.

Mahant Narendra Giri death latest update: મહંત નરેન્દ્ર ગિરિએ 2004માં ગાદી સંભાળ્યા બાદ વિવાદની શરૂઆત થઈ હતી. અંતિમ શ્વાસ સુધી વિવાદોમાં ઘેરાયેલા રહ્યા.

 • Share this:
  નવી દિલ્હી: લાખો સંતોની શીર્ષ અખાડા પરિષદ (Akhara Parishad)ના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ (Mahant Narendra Giri death)નું શંકાસ્પદ હાલતમાં નિધન થયું છે. બીજી તરફ છેલ્લા દોઢ દશકાથી તેઓ સતત વિવાદ (Narendra Giri and controversy)માં રહ્યા હોવાની માહિતી મળી છે. ગાદી સંભાળ્યા બાદ 2004થી વિવાદની શરૂઆત થઈ હતી. અંતિમ શ્વાસ સુધી વિવાદોએ તેમનો પીછો છોડ્યો ન હતો. ક્યારેક રાજકીય નેતા, ક્યારેક સંતો તો ક્યારેક પોલીસ સાથે તેમની ગરમાગરમી રહી હતી. તાજેતરમાં તેમના શિષ્ય આનંદ ગિરિ (Anand Girl) સાથેનો વિવાદ મીડિયામાં ચમક્યો હતો. લાઇવ હિન્દુસ્તાનમાં તેમની સાથે જોડાયેલા 10 વિવાદનો અહેવાલ પ્રસિદ્ધ થયો છે.

  વિવાદ-1: શિષ્ય આનંદ ગિરિને અખાડામાંથી કાઢી મૂક્યા

  મહંત નરેન્દ્ર ગિરિ અને તેમના ખાસ શિષ્ય આનંદ ગિરિ વચ્ચે હરિદ્વાર કુંભમાં તણાવ વધી ગયો હતો. સ્વામી આનંદ ગિરિ પર પરિવાર સાથે સંબંધ રાખવાનો અને મઠ-મંદિરના ધનનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવીને નરેન્દ્ર ગિરિએ બાધમ્બરી ગાદી મઠ અને બડે હનુમાન મંદિરમાં પ્રવેશ પર રોક લગાવી દીધી હતી. જે બાદમાં આરોપ-પ્રત્યારોપ લાગ્યા હતા. 26 મેના રોજ લખનઉ ખાતે આનંદ ગિરિએ ગુરુના પગ પકડીને માફી માંગી લીધી હતી.

  વિવાદ-2: અશીષ ગિરિની આત્મહત્યા પર ઉઠ્યા હતા સવાલ

  પંચાયતી અખાડા શ્રી નિરંજનીના સચિવ મહંત આશીષ ગિરિનું 17 નવેમ્બર 2019ના રોજ સંદિગ્ધ હાલતમાં મોત થયું હતું. જેના પર સવાલ ઉઠ્યા હતા. મૂળ રીતે પિથોરાગઢના નિવાસી આશીષ ગિરિ દારાગંજ સ્થિત પંચાયતી અખાડા શ્રી નિરંજનીના આશ્રમમાં રહેતા હતા. મોત પછી અમુક લોકોએ મહંત નરેન્દ્ર ગિરિ પર સવાલ ઉઠાવ્યા હતા. જોકે, બાદમાં પોલીસ તપાસમાં કંઈ ખુલ્યું ન હતું.

  વિવાદ-3: સપા ધારાસભ્ય સાથે જમીન વિવાદ

  2012માં સપા નેતા અને હન્ડિયાના ધારાસભ્ય મહેશ નારાયણ સિંહ સાથે પણ જમીન ખરીદી મામલે નરેન્દ્ર ગિરિને વિવાદ થયો હતો. ફેબ્રુઆરી 2012માં મહંતે સપા નેતા મહેશ નારાયણ સિંહ, શૈલેન્દ્ર સિંહ, હરિનારાયણ સિંહ તેમજ 50 અજાણ્યા લોકો સામે ફરિયાદ આપી હતી. સામે પક્ષે પણ નરેન્દ્ર ગિરિ અને આનંદ ગિરિ તેમજ અન્ય બે લોકો વિરુદ્ધ ફરિયાદ આપી હતી.

  વિવાદ-4: બાર બાળાઓ પર મંદિરના પૈસા ઉડાવવાનો આરોપ

  પોતાના ગુરુ મહંત નરેન્દ્ર ગિરિ સાથે વિવાદ બાદ યોગ ગુરુ સ્વામી આનંદ ગિરિએ મે મહિનામાં બે વીડિયો જાહેર કરીને મંદિરના રૂપિયાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. એક વીડિયોમાં બાર ડાન્સરો નાચી રહી હતી અને તેની સાથે બડે હનુમાન મંદિર તેમજ મઠ સાથે જોડાયેલા લોકો ઝૂમી રહ્યા હતા. બાર બાળાઓ પર નોટોનો વરસાદ પણ કરવામાં આવી રહ્યો હતો. બીજા એક વીડિયોમાં મંત્રોચ્ચાર વચ્ચે નોટોનો વરસાદ થઈ રહ્યો હતો. જેમાં મહંત નરેન્દ્ર ગિરિ દુલ્હા-દુલ્હન પર નોટોનો વરસાદ કરી રહ્યા હતા.

  આ પણ વાંચો: Mahant Narendra Giriનું મોત સુસાઇડ કે હત્યા? પોલીસને મળ્યો એક વીડીયો, ખુલી શકે છે અનેક રહસ્ય

  વિવાદ-5: બીયર બાર-ડિસ્કો સંચાલકને બનાવ્યો મહામંડલેશ્વર

  નોઇડામાં દિલ્હી-એનસીઆરમાં સૌથી મોટા ડિસ્કો તેમજ બીયર બારના સંચાલક સચિન દત્તા ઉર્ફે સચ્ચિદાનંદ ગિરિને 31 જુલાઈ 2015ના રોજ મહાંડલેશ્વર બનાવવાના વિવાદમાં પણ નરેન્દ્ર ગિરિનું નામ આવ્યું હતું.

  વિવાદ-6: ગનર ઉપર આવકથી વધુ સંપત્તિનો આરોપ

  મહંત સ્વામી નરેન્દ્ર ગિરિના ગનર રહી ચૂકેલા સિપાહી અજયસિંહ ઉપર આવકથી વધારે સપત્તિનો આરોપ લગ્યો હતો. ગનરની રહેણી કહેણી અને ઠાઠને જોઈને લખનઉના આરટીઆઈ એક્ટિવિસ્ટ ડૉક્ટર નૂતન ઠાકુરે ડીજીપી સહિત અન્ય અધિકારીઓને પત્ર લખીને તપાસની માંગ કરી હતી.

  વિવાદ-7: કિન્નર અખાડાને માન્યતા ન આપવી

  નરેન્દ્ર ગિરિ કિન્નર અખાડાને માન્યતા આપતા ન હતા. તેમનું કહેવું હતું કે જગતગુરુ શંકારચાર્યએ 13 અખાડાની સ્થાપના કરી હતી. આથી કોઈને 14મા આખાડા તરીકે માન્યતા ન આપી શકાય. જોકે, 2019માં કુંભ મેળામાં તંત્રએ કિન્નર અખાડાને જમીન અને સુવિધા આપી હતી. ઉજ્જૈનમાં 13 ઓક્ટોબર 2015ના રોજ કિન્નર અખાડાની સ્થાપના થઈ હતી.

  વિવાદ-8: પરી અખાડાના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યા

  મહંત નરેન્દ્ર ગિરિ પરી અખાડાના અસ્તિત્વને માનતા ન હતા. તેમનું કહેવું હતું કે જે ત્રિકાળ ભવન્તાએ ક્યાંયથી દીક્ષા નથી લીધી, જે સંન્યાસિની નથી, તે પરી અખાડો બનાવી રહી છે. ત્રિકાલ ભવન્તા સતત મહિલા સંન્યાસિયો માટે પરી અખાડાની પેરવી કરતા રહ્યા છે.

  વિવાદ-9: યોગી સત્યમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી

  નરેન્દ્ર ગિરિએ 8 ઓગસ્ટ 2018ના રોજ ક્રિયાયોગ આશ્રમના યોગી સત્યમ વિરુદ્ધ ધમકી આપવાના કેસમાં દારાગંજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. આખાડા પરિષદે યોગી સત્યમને બોગસ સંતોની યાદીમાં નાખી દીદા હતા. જે બાદથી વિવાદ વધી ગયો હતો.

  વિવાદ-10: પોલીસ સાથે વિવાદ

  2004માં મઠ બાઘંબરી ગાદીના મહંત બન્યા બાદ નરેન્દ્ર ગિરિનો સૌથી પ્રથમ વિવાદ તત્કાલિન ડીઆઈજી આર.એન.સિંહ સાથે થયો હતો. આર.એન.સિંહ સાથે જમીન વેચવાને લઈને વિવાદ થયો હતો. જે બાદમાં ડીઆઈજીએ અનેક દિવસો સુધી મંદિર બહાર ધરણા કર્યાં હતાં. તત્કાલિન મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવે આર.એન. સિંહને સસ્પેન્ડ કરી દીધા બાદ મામલો શાંત થયો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: