Home /News /national-international /હવે તમે ફ્લાઈટમાં પાલતુ જાનવરોને પણ સાથે લઈ જઈ શકશો! વજનની હશે લિમિટ

હવે તમે ફ્લાઈટમાં પાલતુ જાનવરોને પણ સાથે લઈ જઈ શકશો! વજનની હશે લિમિટ

અકાસા એરલાઈન્સમાં નવેમ્બરથી મુસાફરી દરમિયાન પાલતૂ જાનવરોને પણ સાથે લઈ જવાની પરવાનગી આપવામાં આવશે.

લગભગ 2 મહિના પહેલા ફ્લાઈટ શરૂ કરનારી અકાસા એરલાઈન નવેમ્બરથી પોતાના મુસાફરોને હવાઈ મુસાફરી દરમિયાન પાલતુ કૂતરાઓ અને બિલાડીઓને લઈ જવાની પરવાનગી આપશે. અકાસા એરલાઈનના કો-ફાઉન્ડર અને અનુભવ અધિકારી બેલસન કોટિન્હોએ કહ્યું કે નવેમ્બથી યાત્રા દરમિયાન પાલતુ જાનવરોને સાથે લઈ જવાની પરવાનગી આપવામાં આવશે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ લગભગ 2 મહિના પહેલા ફ્લાઈટ શરૂ કરનારી અકાસા એરલાઈન નવેમ્બરથી પોતાના મુસાફરોને હવાઈ મુસાફરી દરમિયાન પાલતુ કૂતરાઓ અને બિલાડીઓને લઈ જવાની પરવાનગી આપશે.

    અકાસા એરલાઈનના કો-ફાઉન્ડર અને અનુભવ અધિકારી બેલસન કોટિન્હોએ કહ્યું કે નવેમ્બથી યાત્રા દરમિયાન પાલતુ જાનવરોને સાથે લઈ જવાની પરવાનગી આપવામાં આવશે. તે માટેનું બુકિંગ 15 ઓક્ટોબરથી શરૂ થશે. પ્રત્યેક પાલતુ પશુઓએ પિંજરામાં રહેવું પડશે. તેમણે કહ્યું કે પિંજરા સહિત વજન સીમા કેબિનમાં સાત કિલોગ્રામ અને ચેક-ઈનમાં 32 કિલોગ્રામ હશે. તેમણે વધુમાં કહ્યું કે ભારે પાલતૂ જાનવરો માટે અન્ય એક વિકલ્પ હશે.

    ઈન્ટરનેશનલ સેવાઓ શરૂ કરવાની યોજના

    અકાસા એરલાઈનની 2023ના બીજા ક્વોર્ટરથી ઈન્ટરનેશનલ સેવાઓ શરૂ કરવાની પણ યોજના છે. કંપનીની પાસે 20 વિમાન થયા પછી આ સેવાઓ શરૂ કરવામાં આવશે. અકાસા એરલાઈનના સીઈઓ વિનય દુબેએ કહ્યું કે કંપની નવા રોકાણકારોની શોધમાં છીએ. અમે તમારા દેખાવથી ખૂબ જ ખુશ અને સંતુષ્ટ છે. તેમણે વધુમાં એ પણ કહ્યું કે એરલાઈન યોજના મુજબ જ ચાલી રહી છે. કંપની હાલ રોજની 30 ફ્લાઈટ ઉડાવી રહી છે. તેમણે જણાવ્યું કે શુક્રવારે એટલે કે 7 ઓક્ટોબરથી દિલ્હીથી આ સેવાઓ શરૂ થશે.

    આ પણ વાંચો: 3500 ફૂટ ઊંચે આકાશમાં ઊડી રહેલા વિમાન પર ગોળીબાર

    વ્યાપ વધારવાની તૈયારી

    ઉલ્લેખનીય છે કે કંપનીએ આ વર્ષે ઓગસ્ટમાં સંચાલન શરૂ કર્યું હતુ અને તેનું આયોજન આગામી વર્ષના બીજા ક્વાર્ટરમાં ઈન્ટરનેશનલ સંચાલન શરૂ કરવાની પણ તૈયારી છે. કંપનીની પાસે હાલ 6 વિમાન છે અને ચાલુ નાણાંકીય વર્ષના અંત સુધી તેનો વ્યાપ વધારીને 18 વિમાન સુધી કરવાની તૈયારી છે. અકાસા એરલાઈને 72 બોઈંગ-737 મૈક્સ વિમાનોનો ઓર્ડર આપ્યો છે. તે પછીથી કંપની ઝડપથી પોતાના મુસાફરોને પાલતુ જાનવર જેવા કે કૂતરાઓ, બિલાડીને પોતાની સાથે લઈ જવાની પરવાનગી આપશે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Domestic flight, Flights

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन