Home /News /national-international /કોંગ્રેસને વધુ એક ઝટકો! બીબીસી ડૉક્યુમેન્ટ્રી મામલે એકે એન્ટોનીના દીકરાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું

કોંગ્રેસને વધુ એક ઝટકો! બીબીસી ડૉક્યુમેન્ટ્રી મામલે એકે એન્ટોનીના દીકરાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું

કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું

કોંગ્રેસી નેતા એકે એન્ટોનીના પુત્ર અનિલ કે એન્ટોનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી અંગે રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.

  નવી દિલ્હીઃ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા વચ્ચે કોંગ્રેસમાં ફરી એક વખત ભાગલા પડ્યા છે અને દક્ષિણ ભારતમાં પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પીઢ કોંગ્રેસી નેતા એકે એન્ટોનીના પુત્ર અનિલ કે એન્ટોનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી અંગે રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.

  એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટનીએ બુધવારે ટ્વીટ કરીને રાજીનામાની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે ડોક્યુમેન્ટ્રીની લિંક શેર કરતી યુટ્યુબ વીડિયો અને ટ્વિટર પોસ્ટને બ્લોક કરી દીધી છે.

  આ પણ વાંચોઃ હવે ધીરેન્દ્ર શાસ્ત્રીનું હિન્દુ રાષ્ટ્રને લઈને નવું નિવેદન, વિવાદો વચ્ચે જાણો શું કહ્યું

  અનિલ એન્ટોનીએ ટ્વિટર પર કહ્યું, 'મેં કોંગ્રેસમાં મારા તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. મારા પર અસહિષ્ણુતાના કારણે ટ્વીટ પાછું લેવા દબાણ કરવામાં આવી રહ્યું હતું. તે પણ અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે ઊભા રહેવાની વાત કરનારાઓ તરફથી.

  તમને જણાવી દઈએ કે એન્ટોનીએ પીએમ મોદી અને 2002ના ગુજરાત રમખાણો પર બીબીસી દ્વારા બનાવવામાં આવેલી ડોક્યુમેન્ટ્રી પર સરકારનું સમર્થન કર્યું હતું. આ પછી કોંગ્રેસની અંદર તેમનો વિરોધ થઈ રહ્યો હતો અને ટ્વીટ પાછું ખેંચવા માટે દબાણ બનાવવામાં આવી રહ્યું હતું.

  ભાજપને મળ્યો એન્ટોનીનો સાથ


  વાસ્તવમાં, ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી)ની ડોક્યુમેન્ટ્રી અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટોનીનું સમર્થન મળ્યું હતું. અનિલ એન્ટોનીએ કહ્યું કે ભારતીય સંસ્થાઓના અભિપ્રાય પર બ્રિટિશ પ્રસારણકર્તાના અભિપ્રાયને મહત્વ આપવાથી દેશની 'સંપ્રભુતા' પર અસર થશે.

  હાલ સુધી અનિલ એન્ટોની કોંગ્રેસના કેરળ એકમના ડિજિટલ કમ્યુનિકેશનના પ્રભારી હતા. તેમની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે રાજ્ય કોંગ્રેસની વિવિધ શાખાઓની જાહેરાત કરી છે કે તેઓ 2002ના ગુજરાત રમખાણો પર વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી સ્ક્રીન કરશે. રમખાણો વખતે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.

  અનિલ એન્ટોનીએ શું કહ્યું હતું ટ્વીટ


  બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી અંગે, અનિલ એન્ટોનીએ ટ્વિટર પર કહ્યું હતું કે, "ભારતીય સંસ્થાઓના મંતવ્યો કરતાં બીબીસી અને ભૂતપૂર્વ બ્રિટિશ વિદેશ સચિવ જેક સ્ટ્રોના મંતવ્યોને વધુ મહત્વ આપવું જોખમી વલણ છે. તે દેશની સાર્વભૌમત્વને અસર કરશે. તેણે પોતાના ટ્વીટમાં કહ્યું કે બીબીસી એક સરકારી પ્રાયોજિત ચેનલ છે અને તેનો ભારત પ્રત્યે કથિત પૂર્વગ્રહનો ઈતિહાસ છે. તેણે એમ પણ કહ્યું કે જેક સ્ટ્રોએ 'ઈરાક યુદ્ધ કી યોજન' બનાવી હતી.
  Published by:Priyanka Panchal
  First published:

  Tags: Congress leaders, Congress News, Resigns

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन