Home /News /national-international /VIDEO- અજમેર શરીફ દરગાહ પર ખાદીમો અને બરેલવીઓ વચ્ચે ધબધબાટી, ઉગ્ર નારાઓ બાદ હિંસક અથડામણ
VIDEO- અજમેર શરીફ દરગાહ પર ખાદીમો અને બરેલવીઓ વચ્ચે ધબધબાટી, ઉગ્ર નારાઓ બાદ હિંસક અથડામણ
અજમેર શરીફ દરગાહમાં હિંસક અથડામણ
અજમેર શરીફ દરગાહની અંદર સોમવારે લોકોના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બરેલવી સમુદાયના સમર્થકો દ્વારા તેમના પક્ષમાં જોરથી નારા લગાવવાને કારણે અથડામણ શરૂ થઈ હતી.
અજમેરઃ સોમવારે અજમેર શરીફ દરગાહની અંદર લોકોના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બરેલવી સમુદાયના સમર્થકોએ તેમની તરફેણમાં જોરથી સૂત્રોચ્ચાર કર્યાના કારણે અથડામણ શરૂ થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, દરગાહના ખાદિમ (રક્ષક અને સેવક) અન્ય સંપ્રદાયના સૂત્રોચ્ચારથી ગુસ્સે થયા હતા, જેના કારણે બંને જૂથો વચ્ચે અથડામણ થઈ હતી.
દરગાહના ખાદીમોએ શરૂઆતમાં તેમને સૂત્રોચ્ચાર કરતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ સમુદાયના લોકો સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ (પુણ્યતિથિ)માં હાજરી આપવા માટે અજમેર આવ્યા હતા. આ ઘટનાની વીડિયો ક્લિપમાં લોકોના બે મોટા જૂથો લડતા જોવા મળે છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, દરગાહ પ્રશાસને મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક પોલીસ સ્ટેશનની પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકો એકબીજાને મારવામાં એટલા મશગૂલ હતા કે પરિસ્થિતિને કાબૂમાં લેવામાં પોલીસને પણ પરસેવો છૂટી ગયો હતો. પોલીસે જણાવ્યું કે, બરેલવી સંપ્રદાયની તરફેણમાં સૂત્રોચ્ચાર કરનારા શ્રદ્ધાળુઓ અરાજકતા વચ્ચે ભાગવામાં સફળ થયા હતૈ. જણાવી દઈએ કે, પોલીસે કોઈની સામે કેસ નોંધ્યો નથી.
ખાદિમની સંસ્થા અંજુમનના સેક્રેટરી સૈયદ સરવર ચિશ્તીએ આ સૂત્રોચ્ચાર સામે સખત વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, 'દરગાહમાં દરેક ધર્મ અને જાતિના લોકો આવે છે, તેથી અહીં કોઈ પણ પ્રકારના નારા લગાવવા જોઈએ નહીં. પરંતુ આદત મુજબ કેટલાક લોકો સાંભળતા નથી અને સૂત્રોચ્ચાર કરે છે જેના કારણે અહીંનું વાતાવરણ પહેલા પણ બગડી ગયું છે. દરગાહમાં એવું કોઈ કૃત્ય ન કરો જેનાથી અહીંની છબી ખરાબ થાય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર