Home /News /national-international /મોમો ચેલેન્જે ભારતમાં કર્યો પહેલો શિકાર, વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા

મોમો ચેલેન્જે ભારતમાં કર્યો પહેલો શિકાર, વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા

મોમો ચેલેન્જે લીધો જીવ

    ખતરનાક ખેલ બ્લૂ વ્હેલ પછી હાલમાં મોમો ચેલેન્જે ભારતમાં એન્ટ્રી કરી દીધી છે. રાજસ્થાનના અજમેર જિલ્લાના બ્યાવરમાં મોમો ચેલેન્જને લઈને મોત થયાના સમાચાર સામે આવતા વાલીઓમાં ડરનો માહોલ ઉભો થઈ ગયો છે. અહી મોતની આ રમતે એક વિદ્યાર્થીનીનો જીવ લીધો છે.

    દસમા ધોરણમાં ભણતી 15 વર્ષની છવિએ પોતાના જન્મદિવસના ત્રણ દિવસ પછી 31 જુલાઈએ આત્મહત્યા કરી લીધી હતી. છવિના મોતનું કારણ મોમો ચેલેન્જ બન્યું. મોબાઈલની બ્રાઉજર હિસ્ટ્રી, મોમો ચેલેન્જ ગેમના નિયમ અને છવિના શરીર પર બનેલા નિશાન સ્પષ્ટ સંકેત આપી રહ્યાં છે કે, મોત પાછળનું કારણ જીવલેણ મોમો ચેલેન્જ છે. આ રમતનું અંતિમ ટાસ્ક પણ મોત જ છે. જન્મદિવસના ઠીક ત્રણ દિવસ પછી માસૂમે પોતાના કમરામાં લાગેલ પંખા પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સુસાઈડ નોટમાં તે વાત લખેલી મળી હતી કે, હું જન્મદિવસના દિવસે જ જવા માંગતી હતી.

    ફોટો, રાજસ્થાન ન્યૂઝ18


    ખતરનાક ખેલના શિકંજામાં ફસાયેલ બેટીને ગુમાવ્યા પછી પરિવારને તેના સાથે અભ્યાસ કરનાર અન્ય છોકરીઓ સાથે પણ અપ્રિય ઘટના ઘટવાની આશંકા છે. આ ગેમ સોશિયલ સાઈટ વોટ્સએપ દ્વારા ખુબ જ ઝડપી ફેલાઈ રહી છે. એવામાં ઘણા છોકરા-છોકરીઓ આ ગેમના સંકજામાં હોઈ શકે છે. જો આ બાબતની તપાસ કરવામાં આવે તો ઘણા બધા ખુલાસાઓ થઈ શકે છે.

    હાલમાં પીડિતા પરિવાર અન્ય બેટીઓને બચાવવા માટે ન્યાય માંગવા માટે પોલીસ સ્ટેશનના ચક્કર કાપી રહ્યું છે. જો કે, બ્યાવર પોલીસ હાલમાં આ મામલાને લઈને ચૂપ છે. તપાસ અધિકારી ઓપપ્રકાશે માત્ર એટલું કહીને ભીનું સંકેલી લીધું કે, હાલમાં પોલીસ તપાસ ચાલું છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Ajmer

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन