ઉદ્ધવ સરકારમાં અજિત પવાર બનશે નાયબ-મુખ્યમંત્રી, પણ આજે શપથ નહીં લે : સૂત્ર

એનસીપી નેતા અજિત પવાર (ફાઇલ તસવીર)

અજિત પવાર જ બનશે મહારાષ્ટ્રના નાયબ-મુખ્યમંત્રી, બહુમત પુરવાર થયા બાદ જ શપથ લેવાની શક્યતા

 • Share this:
  મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં એનસીપી (NCP) કોટાના નાયબ-મુખ્યમંત્રી પદને લઈ ચાલી રહેલું સસ્પેન્સ હવે ખતમ થતું હોય એવું લાગી રહ્યું છે. એનસીપી સૂત્રોએ જણાવ્યું કે, અજિત પવાર (Ajit Pawar) જ નાયબ-મુખ્યમંત્રી (Maharashtra Deputy Chief Minister) બનશે પરંતુ તેઓ આજે શપથ નહીં લે. મળતી માહિતી મુજબ, બહુમત પુરવા થયા બાદ જ અજિત પવાર નાયબ-મુખ્યમંત્રીના શપથ લેશે. આ પહેલા બુધવાર રાત્રે ત્રણેય પાર્ટીઓની બેઠકમાં નાયબ-મુખ્યમંત્રી મુદ્દે સસ્પેન્સ હતું. કોઈ પણ પાર્ટી તેની પર કંઈ બોલી નહોતી રહી. આ પહેલા સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું હતું કે, કૉંગ્રેસ (Congress) અજિત પવાર માટે તૈયાર નથી.

  નોંધનીય છે કે, અજિત પવારના નામ પર શિવસેના (Shiv Sena) ચૂપ છે તો બીજી તરફ કૉંગ્રેસ કંઈ બોલી નથી રહી. પરંતુ એનસીપીનું કહેવું છે કે ફાઇનલ મહોર સાહેબ એટલે કે શરદ પવાર (Sharad Pawar) મારશે. ધારાસભ્યોના શપથ ગ્રહણ બાદ સૌથી વધુ ચર્ચા નાયબ-મુખ્યમંત્રી પદના શપથ વિશે ચાલી રહી છે. ત્રણેય પાર્ટીઓની બુધવાર સાંજથી મોડી રાત સુધી મૅરાથોન બેઠકો થઈ, ચર્ચા થતી રહી કે કોને-કયું મંત્રાલય મળશે.

  ત્રણ કલાકની ચર્ચા બાદ પણ એ નક્કી નહોતું થઈ શક્યું કે, નાયબ મુખ્યમંત્રી માટે ઉમેદવાર કોણ હશે. પ્રફુલ્લ પટેલ અને અશોક ચવ્હાણ માત્ર એવું કહી શક્યા કે એક જ નાયમ મુખ્યમંત્રી હશે અને તે એનસીપીના હશે. અજિત પવારે જે કર્યુ છે તેની પર કૉંગ્રેસ કંઈ કશું નહીં બોલીને પણ એનસીપીને ઈશારામાં સમજાવી રહી છે.

  આ પણ વાંચો,

  હિન્દુત્વ, ભીમા-કોરેગાંવ અને સાવરકર : શિવસેના-કૉંગ્રેસ-NCPની આ ત્રણ પૈડાની સરકારના માર્ગમાં અનેક અડચણો
  થોડાક કલાકો માટે મુખ્યમંત્રીની ખુરશી સંભાળનારા નેતા
  Published by:Mrunal Bhojak
  First published: