અજિત પવારની મુશ્કેલી વધી શકે છે, સિંચાઈ ગોટાળા કેસ બંધ કરવાની વિરુદ્ધ શિવસેના સુપ્રીમ જવાની તૈયારીમાં

News18 Gujarati
Updated: November 26, 2019, 10:18 AM IST
અજિત પવારની મુશ્કેલી વધી શકે છે, સિંચાઈ ગોટાળા કેસ બંધ કરવાની વિરુદ્ધ શિવસેના સુપ્રીમ જવાની તૈયારીમાં
સિંચાઈ ગોટાળા સંબંધિત 9 કેસોમાં અજિત પવારને ક્લીનચિટ અપાતાં શિવસેના ખખડાવશે કોર્ટના દરવાજા

સિંચાઈ ગોટાળા સંબંધિત 9 કેસોમાં અજિત પવારને ક્લીનચિટ અપાતાં શિવસેના ખખડાવશે કોર્ટના દરવાજા

  • Share this:
મુંબઈ : દેવેન્દ્ર ફડણવીસની સાથે ઉપમુખ્યમંત્રી પદના શપથ લેનારા અજિત પવાર (Ajit Pawar)ની મુશ્કેલીઓ વધી શકે છે. શિવસેના તેમની વિરુદ્ધ સિંચાઈ ગોટાળા (Irrigation Scam) સાથે જોડાયેલા 9 કેસોને બંધ કરવાના ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)ના નિર્ણયના વિરોધમાં સુપ્રીમ કોર્ટ જવાની તૈયારી કરી રહી છે.

શિવસેનાના સાંસદ ગજાનન કીર્તિકરે સુપ્રીમ કોર્ટમાં અરજી આપી છે. કીર્તિકરે માંગ કરી છે કે કોર્ટ મંગળવારે શિવસેના-એનસીપી અને કૉંગ્રેસની અરજીની સાથે આ મામલાની પણ સુનાવણી કરે. કીર્તિકરે અરજીમાં કહ્યુ કે, એસીબી દ્વારા 25 નવેમ્બરે અજિત પવાર વિરુદ્ધ સિંચાઈ ગોટાળા સાથે જોડાયેલા 9 કેસોને બંધ કરવા ખોટો નિર્ણય છે. કીર્તિકરે કોર્ટને માંગ કરી છે કે એસીબીના આ આદેશને ફ્લોર ટેસ્ટ સુધી રદ કરી દેવો જોઈએ.

24 કલાકની અંદર ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગ

કીર્તિકરે કોર્ટ પાસે માંગ કરી છે કે ફ્લોર ટેસ્ટ પહેલા દેવેન્દ્ર ફડણવીસ સરકારને કોઈ પણ મોટા નિર્ણય લેવા માટે રોકવા જોઈએ. સાથોસાથ રાજ્યપાલને 24 કલાકની અંદર મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપવાનો આગ્રહ કર્યો.

શું છે સમગ્ર મામલો?

નોંધનીય છે કે, મહારાષ્ટ્રના નાયબ-મુખ્યમંત્રી પદની શપથ લેવાના 48 કલાક બાદ જ એસીબીએ અજિત પવારની વિરુદ્ધ ચાલી રહેલા સિંચાઈ ગોટાળાના 9 કેસોને બંધ કરી દીધા હતા. આ ગોટાળો 70,000 કરોડ રૂપિયાનો હોવાનું કહેવાય છે. આ મામલામાં એસીબીનું કહેવું છે કે જે 9 કેસ બંધ કરવામાં આવ્યા છે, તેનો અજિત પવાર સાથે કોઈ સંબંધ નથી.એસીબીના ડીજીએ કહી હતી આ વાત

આ મામલામાં એસીબીના ડીજીએ કહ્યુ હતું કે, સિંચાઈ ગોટાળાના 9 કેસોમાં અજિત પવારની કોઈ ભૂમિકા નહોતી. તેને બંધ કરવા માટે ત્રણ મહિના પહેલા જ કાર્યવાહી કરવામાં આવી હતી. એસીબીના ડીજીએ કહ્યુ કે, સિંચાઈ ગોટાળા સાથે જોડાયેલા મામલામાં લગભગ 3000 અનિયમિતતાની તપાસ કરવામાં આવી રહી છે, જેમાંથી 9 કેસોમાં તેમની કોઈ ભૂમિકા નથી.

આ પણ વાંચો, 26/11 Mumbai Attack Anniversary: મુંબઈ હુમલાની આજે 11મી વરસી, જાણો તે ખૌફનાક રાતની કહાણી
First published: November 26, 2019, 10:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading