અજિત પવારને ભેટી પડ્યા બાદ સુપ્રિયા સુલેએ કહ્યુ- ભાઈ અને મારી વચ્ચે કોઈ ઝઘડો નથી

News18 Gujarati
Updated: November 27, 2019, 10:57 AM IST
અજિત પવારને ભેટી પડ્યા બાદ સુપ્રિયા સુલેએ કહ્યુ- ભાઈ અને મારી વચ્ચે કોઈ ઝઘડો નથી
વિધાનસભામાં સુપ્રિયા સુલેએ અજિત પવારનું અભિવાદન કર્યું.

તેઓ મારા ભાઈ છે અને તેમની સાથે ઝઘડાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો : સુપ્રિયા સુલે

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં છેલ્લા પાંચ દિવસોથી બે હલચલ ઘણી ચર્ચામાં હતી. એક રાજકારણમાં આવેલો ભૂકંપ અને બીજી એનસીપી (NDP) ચીફ શરદ પવાર (Sharad Pawar)ના પરિવારમાં દેખાઈ રહેલી તિરાડ. તેમાંથી એક હલચલને તો બુધવારે વિરામ મળતો જોવા મળ્યો જ્યારે સુપ્રિયા સુલે (Supriya Sule) અજિત પવાર (Ajit Pawar)ને ભેટી પડ્યા અને બંને ભાઈ-બહેને કોઈ પણ પ્રકારના ઝઘડાનો ઇન્કાર કર્યો. મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન શપથ લેવા પહોંચેલા અજિત પવારનું સુપ્રિયાએ ખુલ્લા હૃદયે સ્વાગત કર્યું અને કહ્યું કે, તેઓ મારા ભાઈ છે અને તેમની સાથે ઝઘડાનો કોઈ સવાલ જ નથી ઊભો થતો.

અણબનાવ હોઈ શકે છે જુદાઈ નહીં

સુપ્રિયા સુલેએ આ દરમિયાન કહ્યું કે, પાર્ટી અને પરિવારમાં ઘણી વાર અણબનાવની સ્થિતિ ચોક્કસ આવે છે પરંતુ તેનો એ અર્થ નથી કે જુદાઈ થઈ જશે. તેઓએ કહ્યું કે, તેઓ મારા ભાઈ છે અને અમારા માટે સન્માન પાત્ર છે. અમારા બંનેની વચ્ચે ક્યારેય કોઈ વિવાદ નથી થતો, આ માત્ર લોકોની ફેલાયેલી અફવા છે બીજું કંઈ નહીં.

બંનેને સાથે જોઈ એનસીપી કેમ્પમાં ખુશીની લહેર

સુપ્રિયા સુલે અને અજિત પવારને સાથે જોઈ એનસીપીના ધારાસભ્યોમાં પણ ખુશીનો માહોલ છે. એનસીપીના એક વરિષ્ઠ નેતાએ આ દરમિયાન કહ્યુ કે, અજિત પવાર એનસીપીનો હિસ્સો છે અને અમારા વરિષ્ઠ છે. સુપ્રિયા અને અજિતની વચ્ચે ક્યારેય કોઈ અણબનાવ નહોતો અને આજે તેઓ સૌની સામે છે.

આ પણ વાંચો, થપ્પડ ખાઈને પણ જે વિચલિત ન થાય તે શરદ પવાર છે

અજિતના માર્ગદર્શનમાં કામ કરશે

વિધાનસભા પહોંચેલા અજિત પવારના ભત્રીજા અને એનસીપીના ધારાસભ્ય રોહિત પવારે કહ્યુ કે, અમને ખુશી છે કે અજિત પરત આવી ગયા છે. તેઓ એનસીપીનો હિસ્સો છે અને અમે તેમના માર્ગદર્શનમાં આગળ કામ કરતાં રહીશું. રોહિતે કહ્યુ કે, તેમની પાસે ઘણો અનુભવ છે અને અમને અમારો ફાયદો મળશે.

સુપ્રિયાએ ફડણવીસનું પણ સ્વાગત કર્યું

વિધાનસભા પહોંચેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું પણ સુપ્રિયા સુલેએ અભિવાદન કર્યું. આ દરમિયાન બંને નેતાઓએ હાથ મેળવ્યા. ત્યારબાદ સુલેએ તમામ ધારાસભ્યોનું પ્રવેશ દ્વાર પર અભિવાદન કર્યું.

આ પણ વાંચો, ફડણવીસના રાજીનામા બાદ પત્નીએ ફેસબુકમાં લખ્યું, 'પલટ કે આઉંગી શાખો પે ખુશ્બુએ લેકર'
First published: November 27, 2019
વધુ વાંચો
अगली ख़बर