મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ : અજીત પવાર નાયબ મુખ્યમંત્રી બન્યા, આદિત્ય ઠાકરે પણ મંત્રીમંડળમાં સામેલ

News18 Gujarati
Updated: December 30, 2019, 2:21 PM IST
મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ : અજીત પવાર નાયબ મુખ્યમંત્રી બન્યા, આદિત્ય ઠાકરે પણ મંત્રીમંડળમાં સામેલ
આદિત્ય ઠાકરે.

અજીત પવાર આ પહેલા પણ બીજેપીના સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા. હવે તેઓ ઉદ્ધવ ઠાકરે સરકારમાં પણ એનસીપીના ક્વોટામાંથી નાયબ મુખ્યમંત્રી બન્યા છે.

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારના પ્રથમ મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. જેમાં સૌ પહેલા અજિત પવારે નાયબ મુખ્યંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ તેમને શપથ લેવડાવ્યા હતા. અજીત પવાર આ પહેલા પણ બીજેપીના સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા. હવે તેઓ ઉદ્ધવ ઠાકરે સરકારમાં પણ એનસીપીના ક્વોટામાંથી નાયબ મુખ્યમંત્રી બન્યા છે.

ઉદ્ધવ ઠાકરે (Uddhav government) સરકારની રચનાને એક મહિના પછી સોમવારે કેબિનેટનું વિસ્તરણ થયું છે. આ સમયે  મોટા સમાચાર એવા સામે આવ્યા છે કે પ્રથમ વખત ધારાસભ્ય પદે ચૂંટાનારા આદિત્ય ઠાકરેને પિતા ઉદ્ધવ ઠાકરેના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.

કોણે કોણે શપથ લીધા?

1. અજીત પવાર, નાયબ મુખ્યમંત્રી (એનસીપી)
2. અશોક ચવ્હાણ, કેબિનેટ મંત્રી (કૉંગ્રેસ)
3. દિલીપ વલ્સે પાટિલ, કેબિનેટ મંત્રી (કૉંગ્રેસ)4. ધનંજય મુંડે, કેબિનેટ મંત્રી (કૉંગ્રેસ)
5. વિજય વડેટ્ટીવાર, કેબિનેટ મંત્રી (કૉંગ્રેસ)
6. અનિલ દેશમુખ, કેબિનેટ મંત્રી (એનસીપી)
7. હસન મશ્રીફ, કેબિનેટ મંત્રી (એનસીપી)

કાકા શરદના ઘરે પહોંચ્યા અજિત પવાર

મંત્રીમંડળના વિસ્તરણ પહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવારને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. આ ઉપરાંત હસન મુશરિફ પણ શરદ પવારના ઘરે પહોંચ્યા હતા. મંત્રીમંડળમાં શપથ લેનારા એનસીપીના નેતાઓની શરદ પવારના ઘરે બેઠક મળી હતી.

આ પણ વાંચો : અમૃતા ફડણવીસ અને શિવસેના વચ્ચેના શાબ્દિક યુદ્ધથી Axis Bank હજારો ગ્રાહકો ગુમાવશે!

'તેમના આશીર્વાદ વગર શપથગ્રહણ કેવી રીતે લઈ શકીએ'

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય અને સંભવિત મંત્રી દતાત્રેય ભરણે પણ બેઠકમાં ભાગ લેવા માટે શરદ પવારના ઘરે પહોંચ્યા છે. તેમણે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યુ કે અમે અહીં શરદ પવારને મળવા આવ્યા છીએ. તેમના આશીર્વાદ વગર શપથગ્રહણ કેવી રીતે કરી શકીએ. તેઓ અમારા માટે ભગવાન છે, તેમનું ઘર એક મંદીર છે. તેમના કહેવા પ્રમાણે આ કોઈ બેઠક નથી, પરંતુ તેમના આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ.
First published: December 30, 2019, 11:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading