દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ- સરકાર બનાવવા માટે અજિત પવારે મારો સંપર્ક કર્યો હતો

News18 Gujarati
Updated: December 8, 2019, 8:18 AM IST
દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ- સરકાર બનાવવા માટે અજિત પવારે મારો સંપર્ક કર્યો હતો
અજિત પવારે મને એનસીપીના તમામ 54 ધારાસભ્યોના સમર્થનનું આશ્વાસન આપ્યું હતું : દેવેન્દ્ર ફડણવીસ

અજિત પવારે મને એનસીપીના તમામ 54 ધારાસભ્યોના સમર્થનનું આશ્વાસન આપ્યું હતું : દેવેન્દ્ર ફડણવીસ

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)ના બીજેપી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)એ શનિવારે એક મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યુ કે, એનસીપી નેતા અજિત પવારે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે તેમનો સંપર્ક કર્યો હતો. નોંધનીય છે કે, રાજ્યસમાં સરકારની રચનાને લઈ ચાલી રહેલા ગતિરોધની વચ્ચે ફડણવીસ અને અજિત પવારે 23 નવેમ્બરે મુખ્યમંત્રી અને નાયબ-મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. જોકે, આ સરકાર માત્ર 80 કલાક જ ચાલી શકી હતી.

ફડણવીસે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યુ કે, અજિત પવારે તેમને એનસીપીના તમામ 54 ધારાસભ્યોના સમર્થનનું આશ્વાસન આપ્યું હતું. તેઓએ કહ્યુ કે, પવારે કેટલાક ધારાસભ્યો સાથે તેમની વાત પણ કરાવી. જેઓએ તેમને કહ્યું કે, તેઓ બીજેપીની સાથે આવવા માંગે છે. સાથોસાથ અજિત પવારે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે ચર્ચા કરવાની વાત પણ તેમને કહી હતી.

એનસીપી કૉંગ્રેસ સાથે ગઠબંધન નથી કરવા માંગતી

ફડણવીસે કહ્યુ કે, અજિત પવારે અમને પ્રસ્તાવ આપ્યો અને કહ્યુ કે એનસીપી કૉંગ્રેસની સાથે નથી જવા માંગતી. ત્રણ પાર્ટીઓની સરકાર ન ચાલી શકે. અમે બીજેપીની સાથે સરકાર રચવા માટે તૈયાર છીએ. બીજેપી નેતાએ પડદા પાછળ ચાલી રહેલા ખેલની સ્વીકાર કરતાં કહ્યુ કે આવનારા દિવસોમાં આ રાજકીય ઘટનાની કહાણી લોકોની સામે આવશે.

ઉલ્લેખનીય છે કે, 26 નવેમ્બરે ફડણવીસનું રાજીનામું આપ્યા બાદ એનસીપી અને કૉંગ્રેસના સમર્થનથી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વામાં મહારાષ્ટ્રમાં આઘાડી સરકારની રચના કરવામાં આવી. ફડણવીસે સિંચાઈ ગોટાળામાં અજિત પવારને ક્લીન ચિટ આપવામાં પોતાની કોઈ પણ ભૂમિકાનો ઇન્કાર કર્યો છે.

એસીબીની એફિડવિટમાં ફડણવીસની કોઈ ભૂમિકા નથીતેઓએ સ્પષ્ટ કર્યું કે એસીબીની એફિડેવિટ 27 નવેમ્બરે આવી છે, જ્યારે તેઓએ 26 નવેમ્બરે જ રાજીનામું આપી દીધું હતું. જોકે, ફડણવીસે કહ્યુ કે એસીબી દ્વારા અજિત પવારને આપવામાં આવેલી ક્લીન ચિટ હાઈકોર્ટમાં ફગાવી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટણી પરિણામો 24 ઑક્ટોબરે જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં 288 સભ્ય સીટમાં બીજેપી-શિવસેના ગઠબંધનને સ્પષ્ટ બહુમત મળી હતી.

બીજેપી-શિવસેનાના ગઠબંધનને કુલ 161 સીટો પર જીત મળી હતી. જ્યારે 54 સીટોની સાથે એનસીપી ત્રીજા નંબર ઉપર હતી અને કૉંગ્રેસને કુલ 44 સીટો મળી હતી. પરંતુ શિવસેનાની મુખ્યમંત્રી પદની માંગના કારણે 35 વર્ષોથી ચાલી આવી રહેલું બીજેપી-શિવસેના ગઠબંધાન તૂટી ગયું.

આ પણ વાંચો, હૈદરાબાદ ઍન્કાઉન્ટર પછી CJI બોલ્યા- બદલાની ભાવનાથી કરેલો ન્યાય, ઇન્સાફ નથી
First published: December 8, 2019, 8:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading